બાળકોને સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવવા માટે વાલીની મંજૂરી લેવી ફરજિયાત, સરકાર લાવશે નિયમ
Social Media : આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા જાણે જીવનનો એક ભાગ બની ગયો છે. મોટાભાગના લોકો વિવિધ સોશિયલ મીડિયા એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયાના અનેક ફાયદા હોવાની સાથે તેના ગેરફાયદાઓ પણ છે. આ દરમિયાન નાના બાળકો માટે સોશિયલ મીડિયા જાણે એક રોગ બની ગયો હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં હવે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ખોલવા માટે તેમના માતાપિતાની સંમતિ લેવી ફરજિયાત રહેશે.
બાળકોએ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ખોલવા માતાપિતાની સંમતિ લેવી પડશે
મળતી માહિતી મુજબ, દેશમાં ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, 2023ના ડ્રાફ્ટ નિયમને ધ્યાનમાં રાખીને આજે શુક્રવારે કેન્દ્ર સરકાર દ્વારા જણાવ્યું છે કે, હવે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ખોલવા માટે તેમના માતાપિતાની સંમતિ લેવી ફરજિયાત રહેશે.
સંપૂર્ણ ડ્રાફ્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો...
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) એ જાહેરનામું બહાર પાડ્યું છે કે, સરકારના નાગરિક જોડાણ પ્લેટફોર્મ MyGov.in દ્વારા લોકોને આ ડ્રાફ્ટ નિયમો પર તેમના વાંધાઓ અને સૂચનો જણાવવા આમંત્રિત કરવામાં આવ્યા. જેમાં જનતાએ આપેલા પ્રતિસાદને 18 ફેબ્રુઆરી 2025 પછી ધ્યાને લઈને વિચાર કરવામાં આવશે.