ફેવપિટ એપ્સ પાસેથી ફટાફ્ટ કામ લેવા માટે તપાસો એપ્સ શોર્ટક્ટ્સ
એપલના આઇફોનમાં લાંબા સમયથી ફોન સ્ક્રીન પર જુદી જુદી બાબતો પર જરા લાંબો સમય
પ્રેસ કરતાં તેને સંબંધિત એક્શન્સ લેવાની સગવડ હતી. પાછલા થોડા સમયથી એન્ડ્રોઇડમાં
પણ આવા શોર્ટકટ્સ વધતા જાય છે. આ સુવિધા
મુજબ, કોઈ પણ એપના આઇકન પર સામાન્ય
કરતાં જરા વધુ સમય પ્રેસ કરવાથી ત્યાં જ એક નાનું મેનૂ ખુલે છે અને જુદા જુદા
પ્રકારની એકશન્સના શોર્ટકટ જોવા મળે છે. અલબત્ત આપણને ક્યા શોર્ટકટ જોવા મળશે તેનો
આધાર એ એપના ડેવલપર પર છે. મતલબ કે એપના ડેવલપર એપના આઇકન પર જે શોર્ટકટ્સ આપે
તેનો લાભ આપણને મળી શકે છે. જેમ કે...
ફોનમાંની કોલિંગ એપના આઇકન પર જરા લાંબો સમય પ્રેસ કરતાં આપણે જેમને વારંવાર
કોન્ટેક્ટ કરતા હોઇએ તેમનાં નામ તથા નવા કોન્ટેક્ટ સેવ કરવા માટેના શોર્ટકટ મળી
શકે છે.
એ જ રીતે જીમેઇલ એપ પર જરા લાંબો સમય પ્રેસ કરતાં તમારા જુદા જુદા જીમેઇલ
એકાઉન્ટમાં જવાની સગવડ મળે છે (જો ફોનમાં એકથી વધુ ગૂગલ એકાઉન્ટ ઉમેર્યા હોય તો).
તેમ જ નવો મેઇલ કંપોઝ કરવાનો શોર્ટકટ પણ મળે છે.
ક્રોમ બ્રાઉઝરના આઇકન પર જરા લાંબો સમય પ્રેસ કરતાંનવી નોર્મલ ટેબ અથવા નવી
ઇનકોગ્નિટો ટેબ ઓપન કરવાના શોર્ટકટ મળશે.
મેપ્સના આઇકન પર જરા લાંબો સમય પ્રેસ કરતાં, જો તમે હોમ અને વર્ક પ્લેસનું એડ્રેસ મેપ્સમાં નોંધી રાખ્યું હોય તો તેનું
નેવિગેશન સ્ટાર્ટ કરવાની સગવડ મળે છે.
વોટ્સએપના આઇકન પર જરા લાંબો સમય પ્રેસ કરતાં... જવા દો, એ તમે જાતે જ જોઈ લેશો, ખાતરી છે!
તમે જેનો વધુ ઉપયોગ કરતા હો તે એપ્સ માટે આવા શોર્ટકટ્સ શોધી જુઓ.