Get The App

ChatGPT vs BARD: આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સમાં જોરદાર પ્રતિસ્પર્ધા, આખરે આ છે શું, કેવી રીતે કરશે કામ?

BARD LaMDA ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું

ChatGPTને OpenAI દ્વારા તૈયાર કરવામાં આવ્યું

Updated: Feb 8th, 2023


Google NewsGoogle News
ChatGPT vs BARD: આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સમાં જોરદાર પ્રતિસ્પર્ધા, આખરે આ છે શું, કેવી રીતે કરશે કામ? 1 - image


ChatGPTને ટક્કર આપવા માટે ગૂગલ તેની AI ચેટબોટ સેવા ટૂંક સમયમાં શુરુ કરશે.  ગૂગલની નવી AI ચેટબોટ સેવા Google BARDની જાહેરાત બાદ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ચેટબોટ અને ટેક કંપનીઓ વચ્ચે તકરાર શરૂ થઈ ગઈ છે. 

ગૂગલે હાલમાં યુઝર ફીડબેક માટે તેની નવી એક્સપેરિમેન્ટલ કન્વર્સેશનલ AI સર્વિસ BARD રિલીઝ કરી છે. કંપનીએ હજુ સુધી BARDની બધાના ઉપયોગ માટે જાહેર કરી નથી. હજુ ટેસ્ટીંગ અને ડેવલોપમેન્ટના તબક્કામાં આ સેવા તૈયાર થઇ રહી છે.  AIને લઈને માઈક્રોસોફ્ટ અને ગૂગલ વચ્ચેની જોરશોરથી  ટસલ ચાલી રહી છે. 

BARD vs ChatGPTની આ રેસમાં પ્રશ્નએ પણ ઉભો થાય છે કે શું ગૂગલ જેવા સર્ચ એન્જિનને કઈ વાંધો આવી શકે ખરી? તો ચાલો જાણીએ કે, કેવી રીતે AI ચેટબોટ્સ BARD અને ChatGPT બંને એકબીજાથી અલગ છે. 

શું છે BARD?
આ એક ચેટબોટ સેવા છે, જે ChatGPT જેવી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત છે. જોકે હજુ સુધી BARDને લોન્ચ કરવામાં આવ્યું નથી. પરંતુ કંપનીએ તે કેવી રીતે કામ કરે છે અને તેના ફીચર્સ વિશે કેટલીક માહિતી આપી છે. મળતી માહિતી મુજબ, BARD LaMDA ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે.

તે LaMDA અને Googleના પોતાના કન્વર્સેશનલ AI ચેટબોટ પર આધારિત છે. તેને સીઈઓ સુંદર પિચાઈએ "પ્રાયોગિક સંવાદ AI સેવા" એટલે કે, એક્સપેરિમેન્ટલ કન્વર્સેશનલ તરીકે ઓળખાવ્યું છે, જેને Google આગામી અઠવાડિયામાં પરીક્ષકો માટે ખોલશે, અને BARD પરીક્ષણ પછી વધુ લોકો માટે વ્યાપકપણે ઉપલબ્ધ કરાવાશે.

ChatGPT શું છે? 
ChatGPTને અંગ્રેજીમાં ચેટ જનરેટિવ પ્રિટેન્ડ ટ્રાન્સફોર્મર કહેવાય છે. તેને OpenAI દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. સામાન્ય ભાષામાં તેને આવી રીતે સમજી શકાય. ChatGPT એક પ્રકારનું ચેટ બોટ છે એટલે કે એવું બોટ જે તમારા દ્વારા પૂછવામાં આવેલા સવાલને સમજી તેનો વિસ્તૃત જવાબ તૈયાર કરી આપે છે.

ChatGPTની શરૂઆત કેવી રીતે થઈ?
ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર ચેટ જીપીટીની શરૂઆત અલ્ટમેન અને ઈલોન મસ્કે સાથે મળીને 2015માં કરી હતી. જ્યારે ChatGPTની શરૂઆત થઈ ત્યારે તે એક નોનપ્રોફિટ કંપની હતી પણ 2017-18માં ઈલોન મસ્કે અધવચ્ચે કંપની છોડી દીધી. તેમના હટી ગયા પછી બિલ ગેટ્સે આ કંપનીમાં મસમોટું રોકાણ કર્યું. અંતે 30 નવેમ્બરે 2022ના રોજ તેને પ્રોટોટાઈપ તરીકે શરૂ કરાઈ. ઓપન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ચીફ અલ્ટમેન જ છે.


Google NewsGoogle News