Get The App

MetaAIની સાથે હવે વોટ્સએપ પર ChatGPTનો ઉપયોગ કરી શકશો, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

Updated: Dec 20th, 2024


Google NewsGoogle News
MetaAIની સાથે હવે વોટ્સએપ પર ChatGPTનો ઉપયોગ કરી શકશો, જાણો કેવી રીતે કરશો ઉપયોગ 1 - image


ChatGPT on WhatsApp: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ChatGPT ખૂબ જ એડ્વાન્સ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઘણાં ચેટબોટ છે, પરંતુ સૌથી એડ્વાન્સ હાલ ChatGPTને માનવામાં આવે છે. એપલ દ્વારા ChatGPTનું ઇન્ટિગ્રેશન આપીને દેવામાં આવ્યું છે. ChatGPT દરેક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે, પરંતુ એનો ઉપયોગ વોટ્સએપ પર અત્યાર સુધી નહોતો કરી શકાતો. વોટ્સએપ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવો હોય તો MetaAIનો ઉપયોગ કરવો આવશ્યક હતો. જો કે, હવે વોટ્સએપ પર પણ ChatGPTનો ઉપયોગ કરી શકાશે.

દરેક યુઝર માટે ChatGPT

વોટ્સએપ યુઝર આટલાં સમય સુધી ChatGPTથી વંચિત હતા. જો કે, હવે ChatGPTએ પોતાનો એક નંબર લોન્ચ કર્યો છે. આ નંબર પર મેસેજ કરવાની સાથે જ વોટ્સએપ યુઝર ChatGPT પાસે મદદ મેળવી શકશે. આ માટે ChatGPTએ આ નંબર જાહેર કર્યો છે જે 1-800-242-8478 છે. આ નંબર પર વોટ્સએપ યુઝરે મેસેજ કરવાનો રહેશે.

વોટ્સએપમાં પણ સુધારા

વોટ્સએપ યુઝરનો અનુભવ વધુ સારો રહે એ માટે મેટા દ્વારા ઘણા નવા ફીચર્સ લોન્ચ કરવામાં આવ્યાં છે. વોટ્સએપ પર ફક્ત પર્સનલ ચેટ જ નહીં, પરંતુ ગ્રુપ્સ માટે પણ ફીચર્સ લોન્ચ કરવામાં આવ્યા છે. આ નવા ફીચર્સને કારણે વોટ્સએપ માટે લેટેસ્ટ એપ્લિકેશન હોવી જરૂરી છે. આ માટે iOS 15.1 ઓપરેટિંગ સિસ્ટમ હોવી જરૂરી છે. આ વર્ઝનથી નીચેના વર્ઝન માટે વોટ્સએપ સપોર્ટ નહીં મળે. એન્ડ્રોઇડ માટે ઘણાં સમયથી વોટ્સએપ દ્વારા એની જાહેરાત કરી દેવામાં આવી હતી.

MetaAIની સાથે હવે વોટ્સએપ પર ChatGPTનો ઉપયોગ કરી શકશો, જાણો કેવી રીતે કરશો ઉપયોગ 2 - image

ચેટબોટ કેવી રીતે કામ કરશે?

OpenAIના જણાવ્યા અનુસાર ઘણાં લોકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરતી વખતે હાઈ-સ્પીડ ડેટાની જરૂર પડી શકે છે. આ સાથે જ નવા યુઝર અથવા તો ટેક્નોલોજીને વધુ સારી રીતે સમજી શકનાર યુઝર ChatGPTનો ઉપયોગ વધુ સારી રીતે કરી શકશે. વોટ્સએપના બે બિલિયનથી વધુ યુઝર છે. આ દરેક યુઝર ChatGPTને કોઈ પણ સવાલ કરી શકે છે. કંઈ લખવા માટે, પ્રોજેક્ટ બનાવવા માટે, અથવા તો ન્યુઝ, હોબી અને ટ્રાવેલ વગેરે જેવી કોઈ પણ વસ્તુ માટે ChatGPTની મદદ માગી શકે છે.

આ પણ વાંચો: સ્માર્ટવોચ માર્કેટમાં નંબર વન નથી રહ્યું એપલ, Huawei કેવી રીતે બાજી મારી ગયુ એ જાણો...

વોટ્સએપ પર ChatGPTની જરૂર કેમ પડી?

OpenAI હાલમાં તેના યુઝરને વધારવાની કોશિશ કરી રહ્યું છે. ChatGPTના યુઝર જેટલા વધુ તેવું એનું રેવેન્યુ વધુ. ChatGPTના મોડલને ચલાવવા માટે પૈસાની વધુ જરૂર છે. આ માટે એના યુઝર પણ હોવા જરૂરી છે. આ યુઝર વધારવા માટે તેમણે વોટ્સએપ પર પણ ChatGPT લોન્ચ કર્યું છે. આ વોટ્સએપ ફીચર હાલ એક્સપેરિમેન્ટલ છે. આથી સમયની સાથે એમાં વધુ ફીચર્સનો સમાવેશ કરવામાં આવશે.


Google NewsGoogle News