Get The App

ChatGPT કરતાં આગળ નીકળી ગયું DeepSeek, જાણો ચીન સામે ક્યાં કાચું કપાયું

Updated: Jan 29th, 2025


Google NewsGoogle News
ChatGPT કરતાં આગળ નીકળી ગયું DeepSeek, જાણો ચીન સામે ક્યાં કાચું કપાયું 1 - image


DeepSeek And ChatGPT: DeepSeek ખૂબ જ જલ્દી પ્રચલિત થઈ રહ્યું છે. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થોડા સમય પહેલા જ લોન્ચ થયું હતું, પરંતુ એણે ChatGPTને પાછળ છોડી દીધું છે. AIની દુનિયામાં DeepSeek હવે પોતાનું સ્થાન ખૂબ જ ઝડપથી બનાવી રહી છે. આ સ્ટાર્ટ-અપને ચીનના લિઆંગ વેન્ફેન્ગ દ્વારા શરુ કરવામાં આવ્યું હતું. તેના ઇનોવેટિવ મોડલને લીધે તેને ખૂબ જ લોકપ્રિયતા મળી રહી છે. DeepSeek R1 મોડલને કારણે દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. આ ખળભળાટ એટલા માટે છે કેમ કે તેમાં એવી ઘણી વસ્તુઓ થાય છે જે ChatGPT કરતાં વધુ ઝડપથી અને અસરકારક રીતે થાય છે.

ઇનોવેટિવ આર્કિટેક્ચર

DeepSeek ખાસ કરીને તેના આર્કિટેક્ચરને લઈને ખૂબ જ ઇનોવેટિવ છે. તેમાં મિક્સ્ચર-ઑફ-ઍક્સપર્ટ આર્કિટેક્ચરની સમાવેશ કરવામાં આવી છે. આ આર્કિટેક્ચરના કારણે AI મોડલનો એક નાનો ભાગ જ એક્ટિવ થાય છે. જરૂરિયાત મુજબ મોડલનો ઉપયોગ થવાને કારણે કમ્પ્યુટિંગ પાવરનો વધુ ઉપયોગ નથી થતો. આથી DeepSeek મોડલ માત્ર ઓછા પૈસાથી બનેલું મોડલ જ નથી, પરંતુ એ એનર્જી પણ બચાવે છે. આ સાથે જ AI મોડલ ટ્રાયલ એન્ડ એરર લર્નિંગ પ્રોસેસ દરમ્યાન પણ ઘણો બચાવ કરે છે. આ મોડલ, જે રીતે મનુષ્ય શીખે છે, તે જ રીતે શીખે છે અને તેમની જેમ જ જવાબ આપે છે.

કામ કરવા માટે ઓછા રિસોર્સની જરૂર

DeepSeek મોડલને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે કોઈપણ ટાસ્ક કરવા માટે તેને ખૂબ જ ઓછા રિસોર્સની જરૂર પડે છે. એક મિલિયન ટોકન માટે DeepSeekને 0.55 ડૉલર અને એક મિલિયન આઉટપુટ ટોકન માટે 2.19 ડૉલરનો ખર્ચ થાય છે. બીજી તરફ ChatGPTમાં એક મિલિયન ઇનપુટ ટોકન માટે 15 ડૉલર અને આઉટપુટ ટોકન માટે 60 ડૉલરનો ખર્ચ થાય છે. આથી ChatGPTની સરખામણીએ તે ખૂબ જ સસ્તુ છે. આથી DeepSeekનો ઉપયોગ કરવી ઍપ્લિકેશન બનાવનાર ડેવલપર્સ માટે ખૂબ જ સસ્તો વિકલ્પ છે.

ઓપન-સોર્સનો ફાયદો

ChatGPT એક ક્લોઝ મોડલ છે જ્યારે DeepSeek R1 મોડલ એક ઓપન સોર્સ મોડલ છે. એનો મતલબ એ છે કે ડેવલપર્સ તેનો ઉપયોગ કરી શકે છે, તેમજ તેને મોડિફાઇ પણ કરી શકે છે. આ સાથે જ કોઈપણ કંપની પોતાની ઇચ્છા અનુસાર તેમાં ઇનોવેશન પણ કરી શકે છે. એન્ડ્રોઇડની જેમ, DeepSeek પણ ઓપન સોર્સ છે, જેના દ્વારા ડેવલપર્સને ઘણા ફાયદા મળે છે.


પર્ફોર્મન્સ

પર્ફોર્મન્સની બાબતમાં, DeepSeek R1 મોડલ ચેટજીપીટી કરતાં વધારે સારું પર્ફોર્મ કરે છે. ખાસ કરીને ટેક્નિકલ સવાલો અને કોડ જનરેટ કરવા માટે. બન્ને પ્લેટફોર્મ વેબ સર્ચને ઉપયોગમાં લે છે, જેના કારણે યુઝરને તમામ માહિતી એકદમ લેટેસ્ટ મળે છે. DeepSeekનો ફાયદો એ છે કે ઓછા રિસોર્સની મદદથી તે ખૂબ જ કોમ્પ્લેક્સ ટાસ્ક પર્ફોર્મ કરી શકે છે. આથી ટાસ્ક પર્ફોર્મન્સના મંત્વ્યે DeepSeek બહુ સારું પર્ફોર્મ કરે છે.

લિમિટેશન અને ચેલેન્જ

DeepSeek બહુ સારું પર્ફોર્મ કરે છે, પરંતુ તેની કેટલીક મર્યાદાઓ પણ છે. DeepSeekની સૌથી મોટી મર્યાદા એ છે કે તે હાલમાં ટેક્સ્ટ આધારિત પ્રશ્નો માટે મર્યાદિત છે. બીજી તરફ, ChatGPTમાં આરટૂલમાં શરુઆતથી ખૂબ જ ઘણાં ફીચર્સ છે જેમ કે ફોટો જનરેશન અને ઇમેજ એનાલિસિસ.

આ પણ વાંચો: રોબોટ ડોગ અને ડ્રોન વચ્ચે યુદ્ધ: વાઇરલ વીડિયોને કારણે ભવિષ્યમાં યુદ્ધ કેવું હશે એને લઈને ઉઠ્યાં સવાલ

ChatGPT કરતાં સારા ફીચર્સ

DeepSeek રિયલ-ટાઇમ સર્ચ એન્જિન છે અને તેના બ્રાઉઝર એજન્ટમાં કોઈ કોડ નથી. AI વિવિધ ભાષામાં ગેમના કોડિંગમાં પણ કૂદી શકે છે. DeepSeek R1 1.5B આઇફોન 16માં પણ કામ કરે છે. તેની સાથે જ DeepSeek રિટ્રીવલ ઓગ્મેન્ટેડ થિંકિંગને પણ સપોર્ટ કરે છે. આ બધું ChatGPTમાં ઉપલબ્ધ નથી અને આથી જ DeepSeek આગળ નીકળી ગયું છે. તેમ જ તે ChatGPT કરતાં 96.4 ટકા સસ્તુ પણ છે.


Google NewsGoogle News