Get The App

ડોક્ટર્સ શોધી કાઢે એના એક વર્ષ પહેલાં ચેટજીપીટીએ મહિલાના બ્લડ કેન્સરનું નિદાન કર્યું

Updated: Apr 24th, 2025

GS TEAM


Google News
Google News
ડોક્ટર્સ શોધી કાઢે એના એક વર્ષ પહેલાં ચેટજીપીટીએ મહિલાના બ્લડ કેન્સરનું નિદાન કર્યું 1 - image


AI Helps Woman to Detect Blood Cancer: પેરિસમાં એક મહિલા સાથે ખૂબ જ વિચિત્ર અને અદ્ભુત બંને કહી શકાય એવી ઘટના બની છે. ડોક્ટર્સ દ્વારા નિદાન કરવામાં આવે તેના એક વર્ષ પહેલાં જ પેરિસની એક મહિલાને બ્લડ કેન્સર છે એવું ચેટજીપીટીએ શોધી કાઢ્યું હતું. આ મહિલા 27 વર્ષના ઉંમરની છે અને તેનું નામ માર્લી ગાર્ન્રેટર છે.

ચેટજીપીટીએ કેવી રીતે નિદાન કર્યું કેન્સર

માર્લીને રાતે ખૂબ પરસેવો થતો હતો અને ત્વચા પર ખૂબ ખંજવાળ આવતી હતી. પહેલા તેને લાગ્યું હતું કે આ લક્ષણો એનઝાયટીના પરિણામે છે. તેમ જ તેના પિતાનું 2024ની જાન્યુઆરીમાં કેન્સરનાં કારણે મૃત્યુ થયું હતું, અને તે આ આઘાતમાંથી હજી બહાર આવી નથી. તેના મેડિકલ ટેસ્ટ સામાન્ય આવ્યા હતા. તેમ છતાં, જ્યારે આ લક્ષણો અટકવાનું નામ નહીં લેતા હતા, ત્યારે તેણે ચેટજીપીટીની મદદ માગી હતી, અને ચેટજીપીટીએ તેને બ્લડ કેન્સર હોવાનું નિદાન કર્યું.

ચેટજીપીટીની વાતને મેડિકલ ટેસ્ટે પુષ્ટિ આપી

બધા મેડિકલ ટેસ્ટના રિઝલ્ટ સામાન્ય હોવા છતાં, માર્લીના લક્ષણો જારી રહ્યા હતા. આથી તેણે ચેટજીપીટીની મદદ માગી. આ વિશે માર્લી કહે છે, "મેં મારા ફ્રેન્ડ્સને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના નિદાન વિશે જણાવ્યું, ત્યારે તેઓ થોડી શંકાસ્પદ સ્થિતિમાં હતા અને રિયલ ડોક્ટરનો સંપર્ક કરવાનો સલાહ આપ્યો."

એક વર્ષ બાદ માર્લી દ્વારા મેડિકલ ટેસ્ટ ફરી કરાવવામાં આવ્યા, અને તેનાથી ખ્યાલ આવ્યો કે તેને બ્લડ કેન્સર છે. ચેટજીપીટી દ્વારા જે કહેવામાં આવ્યું હતું તે સાચું સાબિત થયું. આ અંગે માર્લી કહે છે, "તમારું શરીર શું કહે છે, તે સાંભળવું દરેક માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે."

આ પણ વાંચો: વિએતનામની જગ્યાએ ભારતમાં સ્માર્ટફોનના પ્રોડક્શનનું આયોજન કરી રહ્યું છે સેમસંગ

AI દ્વારા અન્ય મહિલાના કેન્સરનું પણ નિદાન

પેરિસની મહિલાની જેમ નોર્ધન આઇરિસની લૌરેન બેનોન નામની મહિલાએ પણ AIના વખાણ કર્યા છે. તેની આંગળીઓ ખૂબ જ કડક થઈ ગઈ હતી અને તેને પેટમાં દુખાવો થતો હતો. એ લક્ષણો માટે તેને પણ AIની મદદ મેળવી. AI દ્વારા તેને હશિમોટોની બીમારી હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી મેડિકલ ટેસ્ટથી તેનામાં કેન્સર હોવાનું પણ સ્પષ્ટ થયું. આ માટે લૌરેને કહ્યું, "હું પોતાને નસીબદાર માનું છું કે હું હજી પણ જીવિત છું. મેં સમય રહેતાં તપાસ અને ઉપચાર કરાવ્યા હોવાથી હું સાજી થઈ ગઈ છું."

Tags :