Get The App

ચેટજીપીટીના GPU થઈ રહ્યાં છે ડેમેજ, કારણ જાણી તમને પણ લાગશે નવાઈ…

Updated: Mar 28th, 2025


Google News
Google News
ચેટજીપીટીના GPU થઈ રહ્યાં છે ડેમેજ, કારણ જાણી તમને પણ લાગશે નવાઈ… 1 - image


ChatGPT Put Restrictions on Image Generation: OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેન દ્વારા હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે કે ચેટજીપીટીના ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ (GPU) પર ભારે તાણ આવી રહ્યો છે, જેના કારણે GPU ડેમેજ થઈ રહ્યા છે. ચેટજીપીટી દ્વારા હાલમાં તેના નવા વર્ઝનમાં ઇમેજ જનરેશન ફીચર લોન્ચ થયું છે. આ ફીચર આધારીત ‘ધિબ્લી એનિમેશન ઇફેક્ટ’ વડે યુઝર્સ પોતાની તસવીરો અને વિવિધ ઈમેજ જનરેટ કરી રહ્યા છે, અને આ ફીચર વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું છે. આ ફીચર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં આવ્યું છે.

GPU પર પડી રહ્યો છે લોડ

ચેટજીપીટીના ફીચરના આટલા વિશાળ લોડને કારણે GPU પર ભારે અસર થઈ રહી છે. GPU ખૂબ જ ગરમ થઈ રહ્યો છે અને ડેમેજ થવાનું શરૂ થયું છે. યુઝર્સ દ્વારા વિવિધ પ્રકારનાં તસવીરો જનરેટ કરવામાં આવી રહી છે, અને GPU પર આ પ્રક્રિયા સતત ચાલતી હોવાથી OpenAIના GPU ક્ષમતા પર ભાર વધ્યો છે. આ તણાવને ઠંડું કરવાની પ્રયત્નો ચાલુ છે.

ટૂંકા ગાળા માટે મૂકવામાં આવી મર્યાદા

સેમ ઓલ્ટમેનના જણાવ્યા મુજબ OpenAI દ્વારા થોડા સમય માટે ઇમેજ જનરેશન મર્યાદા મૂકી દેવાઈ છે. ફ્રી વર્ઝનમાં યુઝર્સ હવે દરરોજ માત્ર ત્રણ તસવીરો જનરેટ કરી શકશે. ચેટજીપીટીના પ્લસ સબસ્ક્રિપ્શન માટે પણ મર્યાદાઓ લાગુ કરેલી છે, જેથી દરેક યુઝર્સ માટે GPU સહજ રીતે કાર્ય કરી શકે.

આ પણ વાંચો: મોબાઈલ, લેપટોપને કારણે સ્ક્રીન ટાઈમ વધી રહ્યો હોય તો ચેતી જજો! તમારી આંખો સુકાઈ જશે…

વચન અને પરિસ્થિતિમાં સુધારો

OpenAIના સીઈઓ દ્વારા યુઝર્સને ખાતરી આપવામાં આવી છે કે આ મર્યાદા ટૂંકા સમય માટે છે. તેઓ GPUની કાર્યક્ષમતા વધારવા માટે નવા ઉપાયો શોધી રહ્યા છે અને યુઝર્સ માટે ગુણવત્તાયુક્ત સેવા પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે. સેમ ઓલ્ટમેન દ્વારા એવી ખાતરી આપવામાં આવી છે કે પરિસ્થિતિ સુધારા પછી વધુ સારી અને અદભૂત ઈમેજ જનરેશન સર્વિસ ઉપલબ્ધ થશે.

Tags :