Get The App

ચોંકાવનારી ઘટના: 15 સેકન્ડમાં ChatGPT એ તૈયાર કર્યો કાયદો, તુરંત સરકારે કર્યો મંજુર

જો કોઈ દિવસ દેશના નિયમો અને કાયદાઓ તૈયાર કરવાનું કામ AIને સોંપવામાં આવે તો? જો કે આ પાવર AIને સંપૂર્ણ રીતે આપી શકાતો નથી

આવું જ કંઈક બ્રાઝિલમાં જોવા મળ્યું છે, જ્યાં કાઉન્સિલે AI પર તૈયાર કરાયેલ કાયદો પસાર કર્યો છે

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
ચોંકાવનારી ઘટના: 15 સેકન્ડમાં ChatGPT એ તૈયાર કર્યો કાયદો, તુરંત સરકારે કર્યો મંજુર 1 - image


ChatGPT in legislative Processes: ChatGPTની શરૂઆત સાથે, વિશ્વભરમાં ખુબ જ ચર્ચાઓ થતી જોવા મળે છે. ઘણા લોકોએ તેનો વિરોધ કર્યો. તેમજ લોકો તેમની નોકરી ગુમાવવાનો ડર અનુભવતા હતા. લોકો વિવિધ અનુમાનો કરવા લાગ્યા કે એક દિવસ દુનિયા પર મશીનોનું શાસન હશે અને માણસો મશીનો દ્વારા બનાવેલા કાયદા પ્રમાણે જીવશે.

બ્રાઝિલમાં બન્યો AI દ્વારા નિયમ

જો કે, AIએ તૈયાર કરેલા નિયમોને અમુક જગ્યાએ લાગૂ કરવાની શરૂઆત થવા લાગી છે. આવુ બ્રાઝિલના શહેર પોર્ટો એલેગ્રેમાં થયું છે. સિટી કાઉન્સિલના સભ્ય રામીરો રોઝારીઓએ ભવિષ્યમાં કાયદાકીય પ્રક્રિયામાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સના ઉપયોગને સમર્થન આપ્યું છે. 

શું છે સમગ્ર મામલો?

ઓપનએઆઈના ચેટબોટ ChatGPT અંગે આ વાત કરતા જણાવવામાં આવ્યું છે કે આ અપ્રોચ પછી, શાસનમાં AIની ભૂમિકા બાબતે ચર્ચો શરુ થઇ છે. શું AI માટે મનુષ્યો માટે કાયદો બનાવવો શક્ય છે? એવા અનુમાન લગાવવામાં આવતા કે એક દિવસ મશીન માણસો માટે કાયદો બનાવશે. જે હવે હકીકતમાં પણ બની રહ્યું છે. પરંતુ હવે વાસ્તવમાં તે થઈ રહ્યું છે. 

ChatGPTદ્વારા માત્ર 15 સેકન્ડમાં વોટર મીટર અંગેનો કાયદો તૈયાર કરી દેવામાં આવ્યો છે. આથી એવું કહી શકાય કે ચેટબોટે લાંબા સમયથી પેન્ડીંગ કેસનો વ્યવહારુ ઉકેલ આપ્યો છે. આ બાદ AIની ક્ષમતાથી સમગ્ર સિટી કાઉન્સિલ પ્રભાવિત થયું છે. 

લાંબા સમયથી આ મામલો પેન્ડીંગ હતો 

AI દ્વારા બનાવવામાં આવેલો આ કાયદાનું પરિણામ એ આવ્યું કે આ મામલાનું લાંબા સમયથી પેન્ડીંગ કેસ પર આ કાયદો બનતા સિટી કાઉન્સિલે બિલ પાસ કરી દીધું. AI દ્વારા બનેલા કાયદામાં ચોરી થતા પાણીના બધા જ મીટરને રિપ્લેસ કરવા માટે 30 દિવસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ સાથે જ ચોરી થવાના કારણે નવા મીટર લગાવવા બાબતે પ્રોપર્ટીના માલિકોને છૂટ આપવાનું પણ કહેવામાં આવ્યું છે.  

વહીવટી નીતિમાં પ્રથમ વખત AIનો ઉપયોગ

બિલ પાસ થયા બાદ આ મામલો સામે આવ્યો છે. જો કે, આ કેસથી એ પણ સ્પષ્ટ થાય છે કે જાહેર વહીવટમાં AIનો ઉપયોગ સ્વીકારવામાં આવી રહ્યો છે. આ પહેલા પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગને લઈને હંમેશા સવાલો ઉભા થયા છે. કોઈપણ વહીવટી નીતિમાં તેનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે.

ચોંકાવનારી ઘટના: 15 સેકન્ડમાં ChatGPT એ તૈયાર કર્યો કાયદો, તુરંત સરકારે કર્યો મંજુર 2 - image


Google NewsGoogle News