Get The App

ચેટજીપીટીને સવાલ કર્યો ‘હું કોણ છું?’: જવાબ સાંભળી વ્યક્તિએ કરી પોલીસ ફરિયાદ, જાણો કેમ

Updated: Mar 25th, 2025


Google News
Google News
ચેટજીપીટીને સવાલ કર્યો ‘હું કોણ છું?’: જવાબ સાંભળી વ્યક્તિએ કરી પોલીસ ફરિયાદ, જાણો કેમ 1 - image


ChatGPT Extreme Answer: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેટલું ઉપયોગી છે એટલું જ ખતરનાક પણ છે. આ AIનો ઉપયોગ કેવી રીતે કરવો એનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. હાલમાં જ એક વ્યક્તિએ ચેટજીપીટીને સવાલ કર્યો હતો કે ‘હું કોણ છું?’. આ વિશે ચેટજીપીટીએ જે જવાબ આપ્યો હતો એ જોઈને વ્યક્તિ ખૂબ જ આઘાત લાગ્યો હતો અને એ સીધો પોલીસ સ્ટેશનમાં જઈને તેણે ફરિયાદ કરી હતી.  આવું પહેલી વાર નથી થયું જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા વિચિત્ર જવાબ આપ્યો હોય. આવી ઘણી ઘટના સામે આવી છે જેમાં યુઝર્સના મગજને નુક્સાન કરી શકે એવા જવાબ મળ્યા હોય.

ચેટજીપીટીએ લગાવ્યો મર્ડરનો આરોપ

નોર્વેમાં રહેતાં આર્વે હાઇલ્મર હોલ્મેન દ્વારા ચેટજીપીટીને પૂછવામાં આવ્યું હતું કે ‘હું કોણ છું?’. આ એક ખૂબ જ સરળ સવાલ છે. જોકે સવાલ ગમે એટલો સામાન્ય કે સરળ હોય, પરંતુ એનો જવાબ કેવી રીતે આપવામાં આવે છે એના પર બધુ નિર્ભર છે. આ વ્યક્તિને ચેટજીપીટીએ કહ્યું કે ‘તું નોર્વેનો રહેવાસી છે જેને એક ટ્રેજડીને કારણે લોકો ઓળખતા થયા હતા. 2020ની ડિસેમ્બરમાં તે તારા સાત અને દસ વર્ષના બે બાળકોનું મર્ડર કર્યું હતું જેઓ એક તળાવના કિનારે મળ્યા હતા.’

જવાબ સાંભળી પોલીસ ફરિયાદ

ચેટજીપીટી દ્વારા આપવામાં આવેલા જવાબ અને ખોટા આરોપ બાદ આર્વે દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદમાં તેણે કહ્યું છે કે ચેટજીપીટી તેના વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યું છે. આ વ્યક્તિનું નામ અને તેના કેટલા બાળકો છે એ માહિતી ચેટજીપીટી દ્વારા સાચી આપવામાં આવી હતી, પરંતુ મર્ડરનો જે આરોપ છે એ પાયાવિહોણા છે. તેણે ફરિયાદમાં કહ્યું છે કે આ પ્રકારની ખોટી માહિતી તેનું જીવન બરબાદ કરી શકે છે.

ચેટજીપીટીને સવાલ કર્યો ‘હું કોણ છું?’: જવાબ સાંભળી વ્યક્તિએ કરી પોલીસ ફરિયાદ, જાણો કેમ 2 - image

બદનક્ષી સામે ન્યાયની આશા

આર્વે દ્વારા પોલીસ ફરિયાદ કરવાની સાથે ડિજિટલ રાઇટ્સ એડવોકેસી ગ્રૂપનો સંપર્ક પણ કર્યો છે. ચેટજીપીટી દ્વારા જે બદનામી કરવામાં આવી છે એ વિશે તે એક્શન લેવા માગે છે. ચેટજીપીટીના ક્રિએટર્સ OpenAI પાસે તે કોમ્પનસેશનની પણ ડિમાન્ડ કરી રહ્યો છે.

આ પણ વાંચો: 6G શું છે અને ચીન કેમ એમાં વધુ રસ લઈ રહ્યું છે?

શું કહ્યું ચેટજીપીટીએ?

ચેટજીપીટીના મેકર્સ OpenAI દ્વારા કહ્યું છે કે તેઓ હજી પણ AI પર કામ કરી રહ્યા છે. તે હજી પણ સંપૂર્ણ પણે ચોક્કસ જવાબ આપે એવું જરૂરી નથી. કંપનીના કહ્યા મુજબ હજી ચેટજીપીટી ટ્રેઇન થઈ રહ્યું છે અને એથી તે ખોટી માહિતી અને ખોટા જવાબ આપી શકે છે. જોકે કંપનીના આ જવાબ અને ચેટજીપીટી દ્વારા આપેલા જવાબને લઈને ટેક ઇન્ડસ્ટ્રીમાં જવાબદારી લઈને ઘણાં સવાલ ઊભા થઈ રહ્યા છે.

Tags :