ChatGPT થયું ક્રેશ! Ghibli Studio સ્ટાઇલ ઇમેજ ફીચરના કારણે સર્વર ડાઉન, OpenAIએ કરી સ્પષ્ટતા
Chat GPT Crashed: જો તમે રવિવારે ChatGPT નો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તમને કોઈ એરર જોવા મળી હશે. આ ખરેખર, OpenAIનું લોકપ્રિય AI ચેટબોટ ChatGPT ડાઉન હતું. આ પાછળનું કારણ તેના નવા Studio Ghibli સ્ટાઇલ ઇમેજ જનરેશન ફીચરની જબરદસ્ત લોકપ્રિયતા છે.
ભારે ટ્રાફિકને કારણે થયું ડાઉન
શનિવાર સાંજથી ઘણા યૂઝર્સને ChatGPT ઍક્સેસ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો, પરંતુ રવિવારે સાંજે 4 વાગ્યાની આસપાસ સમસ્યા વધુ ગંભીર બની ગઈ. યુઝર્સે સ્ટુડિયો ગીબલી-શૈલીની ઇમેજ જનરેશન સુવિધાનો ઉપયોગ શરૂ કરતાં જ ઓપનએઆઈના સર્વર પર લોડ પડી ગયો. યૂઝર્સને આ એરર મેસેજ દેખાઈ રહ્યો હતો, "માફ કરશો, એક એરર આવી છે. કૃપા કરીને થોડીવારમાં ફરી પ્રયાસ કરો."
OpenAIની આવી પ્રતિક્રિયા
OpenAIએ આ સર્વર ક્રેશને સ્વીકાર્યું અને કહ્યું હતું કે, 'અમે અસરગ્રસ્ત સેવાઓને સુધારવા માટે કામ કરી રહ્યા છીએ.' ડાઉનડિટેક્ટરના જણાવ્યા મુજબ, રવિવારે સાંજે 4:19 વાગ્યાથી આ સમસ્યા અંગેની ફરિયાદો ઝડપથી વધવા લાગી અને 219 યૂઝર્સને તેની જાણ કરી.