ચેટજીપીટી હવે નવા ડેટા પરથી પણ જવાબો આપી શકે છે

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
ચેટજીપીટી હવે નવા ડેટા પરથી પણ જવાબો આપી શકે છે 1 - image


આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ચેટજીપીટીએ જબરો વાવંટોળ સર્જયા પછી હવે તેમાં એક બહુ મોટો ફેરફાર આવ્યો છે. અત્યાર સુધી ચેટજીપીપી પ્લેટફોર્મ તેને મળેલા નિશ્ચિત ડેટાને આધારે જ આપણા સવાલોના જવાબ આપતું હતું. હવે ચેટજીપીટીની સિસ્ટમ કરન્ટ સોર્સમાંથી ડેટા મેળવવા માટે વિવિધ વેબસાઇટ્સને રિઅલ ટાઇમમાં ફંફોસી શકશે! આ કારણે આપણે ચેટજીપીટીને કંઈ પૂછીએ અને તે જવાબ આપે ત્યારે પોતાના જવાબમાં કઈ વેબસાઇટ પરથી માહિતી મેળવવામાં આવી છે તે પણ દર્શાવશે. જોકે હાલમાં આ સુવિધા માત્ર ચેટજીપીટીના પેઇડ સબસ્ક્રાઇબરને મળી રહી છે. કંપની કહે છે કે થોડા સમયમાં તમામ યૂઝરને આ લાભ મળવા લાગશે.

જોકે આ બાબતે ચેટજીપીટી અન્ય કંપની કરતાં પાછળ છે. માઇક્રોસોફ્ટ બિંગ ચેટમાં, ગૂગલ બાર્ડમાં તથા ગૂગલ સર્ચમાં સમગ્ર વેબ પરથી લેટેસ્ટ ઇન્ફરમેશન તારવીને જવાબ આપવામાં આવે છે.

બીજી તરફ મેટા કંપની વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને મેસેન્જરમાં ‘મેટા કનેક્ટ’ નામે એઆઇ આસિસ્ટન્ટ લાવી રહી છે. આ સિસ્ટમ માઇક્રોસોફ્ટ બિંગનો ઉપયોગ કરશે અને એ પણ રિઅલ ટાઇમમાં વેબ સર્ચ કરીને જવાબો આપશે.


Google NewsGoogle News