Get The App

ChatGPTથી મળી પત્ની! 5000 યુવતીઓ સાથે વાત કરીને AIએ શોધી આપી પરફેક્ટ દુલ્હન

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
ChatGPTથી મળી પત્ની! 5000 યુવતીઓ સાથે વાત કરીને AIએ શોધી આપી પરફેક્ટ દુલ્હન 1 - image


Man finding a wife with the help of ChatGPT: વર્ષ 2022 માં લોન્ચ થયેલા ChatGPT એ વિશ્વભરમાં લોકપ્રિયતા મેળવી હતી, તેમજ એક જ વર્ષમાં આ ચેટબોટ વિશ્વમાં વાયરલ થઇ હતી. લોકો વિવિધ કામ માટે ChatGPT નો ઉપયોગ કરે છે. પરંતુ હાલમાં જ એક રશિયન વ્યક્તિએ ખુલાસો કર્યો હતો કે તેણે ChatGPT ને એક ડેટિંગ એપ પર દુલ્હન શોધવા માટે કમાન્ડ આપ્યો હતો. 

5240 મહિલાઓ સાથે ડેટિંગ એપ મેચ સ્કોર બનાવ્યા

એલેકઝાન્ડર જદાન નામના વ્યક્તિએ 5240 મહિલાઓ સાથે ડેટિંગ એપ મેચ સ્કોર બનાવ્યા અને એમાંથી એક મહિલા સાથે મેચ ફાઇનલ થયું. તેમજ આ વ્યક્તિએ ડેટિંગ એપ પરથી ChatGPT એ શોધી આપેલી વ્યક્તિ સાથે લગ્ન પણ કરી લીધા છે. આ બાબતમાં વધુ જાણકારી આપતા જદાને ટ્વીટર પર જણાવ્યું હતું કે, 'આ કરવા માટે, ન્યુરલ નેટવર્કે અન્ય 5239 મહિલાઓ સાથે ફરીથી વાતચીત કરી, વાતચીત બાદ ન્યુરલ નેટવર્કે તેને બિનજરૂરી સમજીને દૂર કરી, ફક્ત એક જ મહિલાને તેણે છોડી દીધી. હું શેર કરીશ કે મેં આવી સિસ્ટમ કેવી રીતે બનાવી, તેમાં શું સમસ્યાઓ હતી અને અન્ય મહિલાઓ સાથે શું થયું.'

જદાને ટ્વીટર પર જણાવ્યું હતું કે, મે એક સાથી પસંદ કરવા માટે આ રસ્તો પસંદ કર્યો કારણ કે એક મનપસંદ વ્યક્તિ શોધવું ખૂબ જ મુશ્કેલ કામ છે. મને કામ કરવા માટે, શોખ પૂરો કરવા માટે, અભ્યાસ કરવા માટે અને લોકો સાથે વાતચીત કરવા માટે સમય જોઈએ છે. હું ChatGPT વગર પણ આ કામ કરી શકું છું પરંતુ તે ખૂબ લાંબુ અને ખર્ચાળ છે.

મેચમેકર તરીકે ChatGPT શા માટે?

જદાને એક 23 વર્ષીય સોફ્ટવેર ડેવલપર છે. તેણે મેચમેકર તરીકે ChatGPT ના ઉપયોગ કરવા બાબતે જણાવ્યું કે, 2 વર્ષની રિલેશનશિપ બાદ 2021 માં મે મારી ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યું. તેના થોડા મહિનાઓ પછી, મને સમજાયું કે મારે એક નવો સંબંધ જોઈએ છે. તેમજ મને એવું પણ હતું કે હું નવી છોકરી શોધવામાં મારો સમય નથી બગાડવા માંગતો. તેમ છતાં હું એક ડેટ પર ગયો પરંતુ તે સફળ ન રહી. આથી ડેટિંગ એપ પર મે મહિલાઓ સાથે ચેટ કરવા માટે ChatGPT નો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. પરંતુ મેં ક્યારેય મારી બોલવાની શૈલી ChatGPT પર જાહેર કરી નથી. શરૂઆતમાં, ત્યાં પડકારો હતા કારણ કે સિસ્ટમ મારી બોલવાની રીતથી પરિચિત ન હતી જેના કારણે ખૂબ તકલીફો ઉભી થતી હતી. 

પરંતુ સમય જતા હું પ્રોગ્રામને વધુ સારી રીતે તાલીમ આપી શક્યો. આ પછી AI બોટ ખોટી મેચોને ફિલ્ટર કરવામાં સફળ રહ્યું અને બોટે કરીનાને ફાઈનલ કરી જે હવે મારી પત્ની છે. અહેવાલો અનુસાર, શરૂઆતમાં કરીનાને ખ્યાલ નહોતો કે તે AI બોટ સાથે વાત કરી રહી છે, પરંતુ જ્યારે તેને સત્યની ખબર પડી તો તેણે શાંતિથી પ્રતિક્રિયા આપી હતી. 


Google NewsGoogle News