ગમે ત્યાં ફોન ચાર્જિંગમાં મૂકતાં પહેલા ચેતજો! સરકારે આપ્યું એલર્ટ- થઈ શકે છે સ્કેમ

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
ગમે ત્યાં ફોન ચાર્જિંગમાં મૂકતાં પહેલા ચેતજો! સરકારે આપ્યું એલર્ટ- થઈ શકે છે સ્કેમ 1 - image


Image Source: Twitter

USB Charger Scam: શું તમે પણ એવા સ્માર્ટફોન યુઝર્સમાંથી એક છો જેઓ જાહેર સ્થળો પર ચાર્જિંગ પોર્ટની સુવિધા જોઈને તરત જ ફોન ચાર્જ કરવા મૂકી દો છે? જો હા, તો હવે સાવધાન થઈ જજો. સરકારે આવા જ સ્માર્ટફોન યુઝર્સ માટે એલર્ટ જાહેર કર્યું છે.

મેટ્રો, એરપોર્ટ, કાફે, બસ સ્ટેન્ડ, હોટેલમાં હાજર ચાર્જિંગ પોર્ટ દ્વારા ફોન ચાર્જ કરવું તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

હાલમાં સાયબર ગુનેગારો જ્યુસ જેકિંગ સ્કેમને લઈને એક્ટિવ બની ગયા છે. તમે તમારો ફોન ચાર્જિંગમાં મૂકતાની સાથે જ સેકંડોની અંદર તમારો બધો ડેટા સ્કેમર પાસે ચાલ્યો જાય છે.

શું છે USB ચાર્જર સ્કેમ

USB ચાર્જર અથવા જ્યુસ જેકિંગ સ્કેમ (USB charger scam)માં, સ્કેમર્સ જાહેર સ્થળો પર રહેલા મોબાઈલ ચાર્જિંગ પોર્ટ દ્વારા સ્માર્ટફોન યુઝર્સને નિશાન બનાવે છે. પબ્લિક પ્લેસ પર રહેલા ચાર્જિંગ પોર્ટને સ્કેમર ઈન્ફેક્ટ કરી દે છે. સ્માર્ટફોન યુઝર દ્વારા પોતાનો ફોન ચાર્જ કરવા માટે આવા ચાર્જિંગ પોર્ટ પર ચાર્જ કરવા માટે લગાવવાની સાથે જ તેમના ફોનમાં હાજર તમામ ડેટા ચોરાઈ જાય છે.

આ ઉપરાંત આવા પોર્ટથી ફોનને ચાર્જ કરવાથી ડિવાઈસમાં માલવેર આવી શકે છે. આ માલવેર તમારા ફોનમાં એક એપના રૂપમાં આવી શકે છે, જેની મદદથી ફોનનું સંપૂર્ણ કંટ્રોલ સ્કેમરને મળી શકે છે.\

USB ચાર્જર સ્કેમથી કઈ રીતે બચવું

- USB ચાર્જર સ્કેમથી બચવા માટે પ્રથમ સલાહ એ આપવામાં આવે છે કે સ્માર્ટફોન યુઝર્સે પોતાના ફોનની બેટરી પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. જો તમે લાંબા સમય સુધી ઘરની બહાર જતા હોવ તો ફોનને ફુલ ચાર્જ રાખવો.

- પબ્લિક પ્લેસ પર રહેલા કોઈ પણ ચાર્જિંગ પોર્ટનો ઉપયોગ ન કરવો. 

- ઘરેથી બહાર નીકળતી વખતે હંમેશા એક પાવર બેંક સાથે રાખવી.

- પોતાના પર્સનલ કેબલનો જ ઉપયોગ કરવો.

- ફોનને લોક રાખવો અને અજાણ્યા ડિવાઈસ સાથે પેરિંગ ડિસેબલ રાખો.

- જરૂર પડવા પર ફોનને પબ્લિક પ્લેસ પર સ્વીચ ઓફ કરીને જ ચાર્જ કરવો. 



Google NewsGoogle News