Get The App

ફોનમાં ઇ-સિમની અદલબદલ વધુ સહેલી બનશે

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
ફોનમાં ઇ-સિમની અદલબદલ વધુ સહેલી બનશે 1 - image


- rðrðÄ xuf ftÃkLke {kuçkkR÷{kt sqLkk Lku òýeíkk rMk{ fkzoLku çkË÷u R-rMk{Lkku WÃkÞkuøk Mknu÷ku çkLkkðe hne Au

છેલ્લા થોડા સમયથી સેમસંગ, એપલ અને ગૂગલ ત્રણેય મોટી ટેક કંપની આખી દુનિયાને જૂના અને જાણીતા ફિઝિકલ સિમ કાર્ડને બદલે ઈ-સિમ તરફ વાળવા માટે પ્રયત્નશીલ છે.

‘ટેકનોવર્લ્ડ’માં આપણે બેક  વર્ષ પહેલાં ઇ-સિમ વિશે ઘણી વાત કરી ગયા છીએ. નામ મુજબ, જો આપણા ફોનમાં ઇ-સિમનો ઉપયોગ કરવાની સુવિધા હોય તો આપણે ફોનમાં મોબાઇલ કે ઇન્ટરનેટ મેળવવા સાદું, ફિઝિકલ સિમ કાર્ડ નાખવાની જરૂર રહેતી નથી. સિમ કાર્ડ ચિપ સ્વરૂપે પહેલેથી ફોનમાં હોય, મોબાઇલ કંપનીનું કનેક્શન લીધા પછી આપણે માત્ર તેને એક્ટિવેટ કરવાનું રહે.

જ્યારે આપણે કોઈ મોબાઇલ કંપનીનું કનેકશન મેળવીને તેની પાસેથી ફિઝિકલ સિમ કાર્ડ મેળવીએ ત્યારે એ સિમ કાર્ડમાં આપણા એ મોબાઇલ કંપનીમાંના એકાઉન્ટ સંબંધિત વિગતો સ્ટોર થાય છે. સિમ કાર્ડ ફોનમાં નાખ્યા પછી આપણું કનેકશન એક્ટિવેટ થાય અને ફોન મોબાઇલ ટાવરના સંપર્કમાં આવ્યા પછી સિમ કાર્ડની મદદથી આપણી ઓળખની ખરાઈ કરે અને પછી આપણા પ્લાન મુજબ આપણને મોબાઇલ સેવાઓ આપે.

મતલબ કે આપણે સિમ કાર્ડથી નહીં, સિમ કાર્ડને કારણે ફોનમાં કનેક્શન મેળવી શકીએ છીએ. સિમ કાર્ડની આ ટેકનોલોજી લગભગ ૩૩ વર્ષ જૂની છે.

હવે જુદી જુદી ટેક કંપનીએ ફિઝિકલ સિમ કાર્ડ જે રીતે આપણી ઓળખની વિગતો સ્ટોર કરવાનું કામ કરે છે એ જ કામ સ્માર્ટફોનમાં હાર્ડવેરના એક ભાગ તરીકે સામેલ ચિપની મદદથી કરવાનું શરૂ કર્યું છે. આ ચિપ એટલે ઇ-સિમ. બધી વાતમાં બને છે તેમ ઇ-સિમમાંનો ‘’ ‘ઇલેક્ટ્રોનિક’ શબ્દ માટે વપરાતો હશે એવું આપણે માનીએ, પરંતુ હકિકતે તે ‘એમ્બેડેડ’ શબ્દ માટે છે, એટલે કે હાર્ડવેરમાં પહેલેથી જોડાયેલ.

ઇ-સિમ અને પરંપરાગત સિમ કાર્ડના પોતપોતાના ફાયદા અને નુકસાન છે. ઇ-સિમનો સૌથી મોટો ફાયદો એ કે તેને સ્માર્ટફોનમાંથી દૂર કરી શકાતું નથી. આથી ફોન ખોવાય તેવી સ્થિતિમાં ફોન જેના હાથમાં આવે તે વ્યક્તિ ફોનમાંથી સિમ કાર્ડ કાઢી લે અને ફોનની મોબાઇલ કનેક્ટિવિટી તથા ઇન્ટરનેટ કનેક્ટિવિટી બંધ કરી દે તેવું થતું નથી. જોકે તે ફોન સ્વિચ-ઓફ કરી શકે. અપણો ફોન બીજી વ્યક્તિના હાથમાં આવે તો તે આપણું જ સિમ અન્ય ડિવાઇસમાં નાખીને તેમાં તેનો ઉપયોગ શરૂ કરી શકે છે. ઇ-સિમમાં આવું થઈ શકતું નથી.

જોકે ઘણાના મતે ઇ-સિમ સહેલાઈથી ફોનમાંથી કાઢી ન શકાય એ ઉધારપાસું છે.

 જોકે હવે તેનો પણ ઉપાય આવી રહ્યો છે. અત્યાર સુધી આપણે મોબાઇલ સર્વિસ પ્રોવાઇડ કંપનીની મદદથી એ કરી શકતા હતા. પછી, સેમસંગ કંપનીએ એક ફોનમાંના ઇ-સિમને સહેલાઈથી બીજા ફોનમાં ટ્રાન્સફર કરવાનો રસ્તો આપ્યો. શરૂઆતમાં આ ફીચરનો લાભ માત્ર સેમસંગના મોબાઇલ ધારકોને મળતો હતો. હવે તેનો લાભ લઇને અન્ય કંપનીના મોબાઇલમાં પણ ઇ-સિમ ટ્રાન્સફર કરી શકાય છે.

એ જ રીતે ગૂગલે પણ એન્ડ્રોઇડ ફોનમાં ઇ-સિમ સહેલાઈથી ટ્રાન્સફર કરવાની સુવિધા આપી દીધી છે. આ બધું જોતાં દુનિયાભરમાં ઇ-સિમનો ઉપયોગ વધુ પ્રચલિત બને તેવી પૂરી શક્યતા છે. ભારતમાં જિઓ, એરટેલ અને વોડાફોન આ ત્રણેય કંપની ઇ-સિમનો ઉપયોગ કરવાની સુવિધા આપે છે. 


Google NewsGoogle News