Get The App

યુપીઆઈ ક્યૂઆર કોડ શેર એન્ડ પે પદ્ધતિમાં ફેરફાર થયા

Updated: Apr 23rd, 2025

GS TEAM


Google News
Google News
યુપીઆઈ ક્યૂઆર કોડ શેર એન્ડ પે પદ્ધતિમાં ફેરફાર થયા 1 - image


અત્યાર સુધીમાં ભારતની યુપીઆઇ વ્યવસ્થા જુદા જુદા ઘણા દેશોમાં વિસ્તરી છે. એ કારણે આપણે જ્યાં યુપીઆઇ વ્યવસ્થા કાર્યરત હોય એવા કોઈ દેશમાંની શોપ કે કોઈ ખરીદી કરીએ તો તે પેમેન્ટ લેવા માટે આપણી સાથે પોતાનો ક્યૂઆર કોડ વોટ્સએપ કે ઇમેઇલ મારફથ શેર કરી શકતા હતા. એ ક્યૂઆર કોડ આપણી ફોન ગેલેરીમાં સેવ થાય અને તેની મદદથી આપણે પેમેન્ટ કરી શકીએ.

હવે આ વ્યવસ્થામાં ફેરફાર આવ્યો છે. એપ્રિલ ૮, ૨૦૨૫ના એક સરક્યુલર અનુસાર નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનટીપીસીઆઇ)એ ક્યૂઆર કોડ આધારિત શેર એન્ડ પે પેમેન્ટ વ્યવસ્થા ગ્લોબલ પર્સન ટુ મર્ચન્ટ ટ્રાન્ઝેકશન માટે અટકાવી દીધી છે.  અલબત્ત આનો અર્થ એવો નથી કે પરદેશમાં યુપીઆઇ ક્યૂઆર કોડથી પેમેન્ટ શક્ય નથી. ફક્ત ક્યૂઆર કોડ ઓનલાઇન શેર કરીને તેના આધારે પેમેન્ટ મેળવવાનું બંધ કરવામાં આવ્યું છે. વિવિધ દેશોમાં મર્ચન્ટના લોકેશન પર ફિઝિકલ ક્યૂઆર કોડ સ્કેન કરવામાં આવે તો તેનાથી પેમેન્ટ થઈ શકશે. અત્યારે ફ્રાન્સ, મોરેશિયસ, નેપાળ, સિંગાપોર, શ્રીલંકા અને યુએઇમાં મર્ચન્ટ લોકેશન્સ પર યુપીઆઇ આધારિત પેમેન્ટ સ્વીકારવાની વ્યવસ્થા છે.

ભારતમાં આંતરિક રીતે ક્યૂઆર શેર એન્ડ પે વ્યવસ્થા ચાલુ રહેશે. અલબત્ત પર્સન ટુ મર્ચન્ટ માટેની આ વ્યવસ્થામાં મહત્તમ રૂા.૨,૦૦૦ સુધીનું પેમેન્ટ કરી શકાય છે.

ભારતમાં ખાસ કરીને ઓનલાઇન જૂની ચીજવસ્તુઓ વેચવાની સવલત આપતી સાઇટ પરના લિસ્ટિંગને આધારે યુપીઆઇ ફ્રોડ સતત વધી રહ્યા હતા. તેમાં આપણે કોઈ જૂની ચીજવસ્તુઓ વેચવાની ઓફર મૂકી હોય તો આવી ઓફરની રાહ જોઇ રહેલા ઠગ લોકો આપણી ઓફર સ્વીકારીને યુપીઆઇ મારફત પેમેન્ટ કરવાની વાત કરતા હતા, પરંતુ પેમેન્ટ કરવા માટે તે પોતાનો ક્યૂઆર કોડ વેચનાર વ્યક્તિ સાથે શેર કરતા હતા. વેચનાર વ્યક્તિએ પેમેન્ટ સ્વીકારવાનું હોવાથી ખરેખર તેણે કોઈ ક્યૂઆર કોડ સ્કેન કરવાનો હોય નહીં. પરંતુ છેતરપિંડી કરનાર લોકો બરાબર એ જ સમયે ફોન કરીને વાતવાતમાં વેચનાર વ્યક્તિ પાસે, પેમેન્ટ મેળવવાને નામે ક્યૂઆર કોડ સ્કેન કરાવી, પિન એન્ટર કરાવીને પોતે પેમેન્ટ મેળવી લેતા હતા. આ કારણે ભારતમાં લાંબા સમયથી ક્યૂઆર કોડ શેર કરીને પે કરવાની પદ્ધતિમાં રૂા.૨,૦૦૦ સુધીની મર્યાદા રાખવામાં આવી છે. આ મર્યાદા કેવાયસી પ્રક્રિયા પૂરી કરી ન હોય તેવા મર્ચન્ટ્સને લાગુ થાય છે.

Tags :