સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આ વર્ષે આવેલા ફેરફારો...
મેટા: મેટાનાં ચારેય મોટાં પ્લેટફોર્મ -
વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને મેસેન્જરમાં આ વર્ષે ભારતમાં મેટા એઆઇ ફીચર્સ ઉમેરાયાં.
વોટ્સએપ: વોટ્સએપમાં ગયા વર્ષે ઉમેરાયેલ કમ્યૂનિટિઝ અને ચેનલ્સને ધાર્યો વેગ
મળ્યો નથી, પરંતુ નવાં નાનાં-મોટાં ઘણાં
ફીચર્સ ઉમેરાયાં. યુકેમાં પહેલાં ૧૬ વર્ષથી નાનાં બાળકો માટે વોટ્સએપ પર પ્રતિબંધ
હતો, હવે ઉંમર ઘટાડી ૧૩ કરાઈ.
ભારતમાં ડિજિટલ એરેસ્ટના કોલ્સથી વોટ્સએપ ચર્ચામાં રહી.
ઇન્સ્ટાગ્રામ: ઇન્સ્ટામાં ગયા વર્ષના બ્રોડકાસ્ટ ચેનલ, નોટ્સ, પોસ્ટ-રીલ્સ વગેરેનું
કો-ક્રિએશન વગેરે ફીચર પછી આ વર્ષે પોલ્સ,
ક્વેશ્ચન-આન્સર અને
એઆર જેવાં ફીચર ઉમેરાયાં. ઇન્સ્ટામાં હવે બાળકોનાં એકાઉન્ટ શોધીને તેના પ્રાઇવેટ
એકાઉન્ટ બનાવવાની ગતિવિધિ શરૂ થઈ છે.
યુટ્યૂબ: યુટ્યૂબમાં આ વર્ષે વ્યૂઅર્સ અને ક્રિએટર્સ માટે બે ડઝનથી વધુ
ફીચર્સ ઉમેરાયાં. મોબાઇલ એપ, વેબ, ટીવી, યુટ્યૂબ મ્યુઝિક વગેરે તમામ
પ્લેટફોર્મમાં આ ફીચર્સ ઉમેરાયાં. હા, આ વર્ષથી યુટ્યૂબે ભારતમાં
ટીવીને પાછળ રાખવાની શરૂઆત કરી દીધી છે.
એક્સ-ટ્વીટર: ટ્વીટરના નવા માલિક ઇલોન મસ્કે તેને સુપર એપ બનાવવાની કોશિશ
કરી. જોકે તેમણે એક્સને ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રચાર પ્લેટફોર્મ બનાવી દેતાં લોકો
નારાજ થયા અને બ્લુસ્કાય તરફ વળવા લાગ્યા.
ફેસબુક: ફેસબુક સર્વિસ એક સોશિયલ મીડિયા તરીકે લગભગ સ્થગિત થઈ ગઈ છે, ભારતમાં તેને ખાસ ટેન્શન નથી, પણ આખી દુનિયામાં ટિકટોક સામે
ટકી રહેવા માટે અને યંગસ્ટર્સને પોતાની તરફ વાળવા માટે કંપની સતત પોતાનાં
અલ્ગોરિધમ બદલી રહી છે. જોકે એ કારણે ખરેખર નજીકના ફ્રેન્ડ્સ સાથે કનેક્ટેડ
રહેવાની એફબીની મજા મરવા લાગી છે.