સાયન્સ એન્ડ ટેક્નોલોજી મિનિસ્ટર જિતેન્દ્ર સિંહે કહ્યું, ‘ચંદ્રયાન-4 મિશન 2027માં લોન્ચ કરવામાં આવશે’
Chandrayaan 4 Mission in 2027: ભારત દ્વારા ચાંદ પર ચોથું મિશન એટલે કે ચંદ્રયાન-4 મિશન 2027માં લોન્ચ કરવામાં આવશે. સાયન્સ અને ટેક્નોલોજી મિનિસ્ટર જિતેન્દ્ર સિંહ દ્વારા આ વિશે જાહેરાત કરવામાં આવી છે. આ મિશન દ્વારા ચંદ્રને એક્સપ્લોર કરવામાં આવશે અને ત્યાંથી પથ્થરોને પૃથ્વી પર લાવવામાં આવશે. આ મિશનમાં LVM-3 રોકેટનો ઉપયોગ કરવામાં આવશે અને એ મિશન માટે બે અલગ-અલગ લોન્ચ કરવામાં આવશે.
ગગનયાન અને સમુદ્રયાન મિશન
ચંદ્રયાન-4 મિશન માટે પાંચ જુદા-જુદા પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવશે અને એને અવકાશમાં જોડવામાં આવશે. આ તમામ પાર્ટ્સને LVM-3 દ્વારા લોન્ચ કરવામાં આવશે જે ભારી પાર્ટ્સને લઈને જવા માટે સક્ષમ છે. ભારત ગગનયાન મિશનની પણ તૈયારી કરી રહ્યું છે જેને આવતાં વર્ષમાં શરૂ કરવામાં આવશે. આ મિશન દ્વારા ભારતીય અવકાશયાત્રીને ખાસ ડિઝાઇન કરવામાં આવેલા સ્પેસક્રાફ્ટમાં લો-અર્થ ઓરબિટનું બ્રહ્મણ કરવા માટે મોકલવામાં આવશે અને ત્યાર બાદ એને સુરક્ષીત પાછું લાવવામાં આવશે. જોક ગગનયાન પ્રોજેક્ટમાં શરૂ કરવા પહેલાં એક ટ્રાયલ લેવામાં આવશે અને એમાં રોબોટ વ્યોમિત્રાને મોકલવામાં આવશે. આ વર્ષે આ ટ્રાયલને લોન્ચ કરવામાં આવશે. સમુદ્રયાન મિશન પણ 2026માં લોન્ચ કરવામાં આવશે. આ માટે વિજ્ઞાનીઓને દરિયામાં સબમર્સિબલમાં 6000 મીટર ઊંડે મોકલવામાં આવશે જ્યાં તેઓ દરિયાની અંદર શું-શું છે એ વિશે સ્ટડી કરશે.
સમુદ્રયાન મિશનનું મહત્વ
પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી દ્વારા તેમની 15 ઑગસ્ટની સ્પીચમાં આ મિશન વિશે વાત કરવામાં આવી હતી. આ વિશે જિતેન્દ્ર સિંહ કહે છે, ‘આ મિશન દ્વારા ઘણાં નેચરલ સોર્સ વિશે માહિતી મળી શકે છે જેવા કે ક્રિટિકલ મિનરલ્સ, ભાગ્યેજ જોવા મળતાં મેટલ અને દરિયાની અંદર રહેલી બાયોડાઇવર્સિટી વિશે પણ માહિતી મળશે. ભારતના વિકાસ અને પર્યાવરણને બચાવવા માટે આ ખૂબ જ જરૂરી અને મહત્વનું સાબિત થઈ શકે છે.’
ISROનું એક્સપેન્શન
ISROની સ્થાપના 1969માં થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી એનો ખૂબ જ વિકાસ થયો છે. આ વિશે જિતેન્દ્ર સિંહ કહે છે, ‘ભારતને પહેલું લોન્ચપેડ તૈયાર કરવા માટે 20 વર્ષનો સમય લાગ્યો હતો અને એ 1993માં સફળતા મળી હતી. ત્યાર બાદ બીજા લોન્ચપેડ માટે પણ દસ વર્ષનો સમય લાગ્યો હતો અને એ સફળતા 2004માં મળી હતી. જોકે છેલ્લા દસ વર્ષમાં ISROના વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ જ વિકાસ થયો છે. ભારત સ્પેસ એક્સપ્લોરેશનમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે.’
આ પણ વાંચો: IndiaAI મિશનમાં NVIDIA અને AMDની સાથે ગૂગલ ટેન્સર ચિપ્સનો પણ ઉપયોગ કરવામાં આવશે
ભારતની નવી લોન્ચ સાઇટ
ખૂબ જ હેવી રોકેટને લોન્ચ કરવા માટે ભારત હાલમાં તેની ત્રીજી નવી લોન્ચ સાઇટ તૈયાર કરી રહ્યું છે. નાની સેટેલાઇટ્સ લોન્ચ કરવા માટે શ્રીહરિકોટાને એક્સપેન્ડ કરીને હવે તમિલનાડુના તુતિકોરિન જિલ્લામાં નવી સાઇટ બનાવવાાનો પ્લાન પણ છે. ભારતની સ્પેસ ઇકોનોમી હાલમાં 8 બિલિયન ડોલરની છે અને આગામી દસ વર્ષમાં એ 44 બિલિયનની થઈ શકે છે. એના દ્વારા ભારતનું સ્થાન દુનિયાના સૌથી પાવરફુલ દેશોમાંનું એક થશે.