ચંદ્રયાન-3એ કેવી રીતે લેન્ડિંગ કર્યું અને તેની ચંદ્ર પર કેવી થઈ અસર? ISROએ આપી રસપ્રદ માહિતી
ચંદ્રયાન-3 લેન્ડ થતાની સાથે જ લેન્ડર મોડ્યુલે અદભૂત 'ઇજેક્ટા હેલો' જનરેટ કર્યું
chandrayaan 3 update : 23 ઓગસ્ટ 2023ના રોજ ભારતે ચંદ્રની દક્ષિણ સપાટી પર લેન્ડ કરી ઈતિહાસ સર્જ્યો હતો. ચંદ્રયાન-3 લેન્ડ થતાની સાથે જ લેન્ડર મોડ્યુલે અદભૂત 'ઇજેક્ટા હેલો' જનરેટ કર્યું. NRSC અને ISROના વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, લેન્ડિંગ દરમિયાન લગભગ 2.06 ટન ચંદ્ર એપિરેગોલિથ 108.4 ચોરસ મીટરના વિસ્તારમાં પથરાયેલું હતું.
ચંદ્રયાન-3નો ઉદ્દેશ્ય સિદ્ધ થયો : એસ સોમનાથ
ISROના અધ્યક્ષ એસ સોમનાથે તાજેતરમાં જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3નું રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર સ્લીપિંગ મોડમાં છે, પરંતુ તેના પુન: સક્રિય થવાની શક્યતાને નકારી શકાય નહીં. તેમણે કહ્યું હતું કે ચંદ્રયાન-3 મિશનનો ઉદ્દેશ સોફ્ટ લેન્ડિંગ હતો અને તે પછી, આગામી 14 દિવસ સુધી પ્રયોગો કરવામાં આવ્યા અને તમામ જરૂરી ડેટા એકત્રિત કરવામાં આવ્યો. ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે, ચંદ્રયાન-3નો ઉદ્દેશ્ય સિદ્ધ થઈ ગયો છે.