કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહીઃ ગૂગલ પ્લે સ્ટોરથી હટાવાઈ 2500 ફ્રોડ લોન એપ્સ, નાણામંત્રીએ લોકસભામાં આપી માહિતી

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહીઃ ગૂગલ પ્લે સ્ટોરથી હટાવાઈ 2500 ફ્રોડ લોન એપ્સ, નાણામંત્રીએ લોકસભામાં આપી માહિતી 1 - image


Image Source: Twitter

- ગૂગલે લોન આપતી એપ્સની પોલિસીમાં ફેરફાર કર્યો

નવી દિલ્હી, તા. 19 ડિસેમ્બર 2023, મંગળવાર

Google removed 2500 fraud loan Apps: ટેક્નોલોજીના આ સમયમાં સાયબર ક્રાઈમ પણ ઝડપથી વધી રહ્યા છે. રોજ ઓનલાઈન ફ્રોડ અને સ્કેમના કેસ સામે આવી રહ્યા છે. ઓનલાઈન ફ્રોડને અંગે હવે સરકાર સખ્ત બની ગઈ છે.તેના પર લગામ કસવા માટે કેન્દ્ર સરકાર સતત નવા-નવા પગલા ભરી રહી છે. ત્યારે હવે ભારત સરકારે ગૂગલને પ્લે સ્ટોરમાંથી ફ્રોડ લોન એપ્સને હટાવવાની અપીલ કરી હતી. સરકારની માંગ પર કાર્યવાહી કરતા હવે ગૂગલે પ્લે સ્ટોરમાંથી લગભગ 2,500 એપ્સને હટાવી દીધી છે. 

નાણામંત્રી નિર્મલા સીતારમને લોકસભામાં પ્લે સ્ટોરમાંથી હટાવવામાં આવી તે એપ્સ વિશે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે છેલ્લા લાંબા સમયથી ફ્રોડ લોન એપ્સને હટાવવાનું પ્લાનિંગ કરી રહી હતી. જે એપ્સને હટાવવામાં આવી તે લોકોને લોન આપવાના નામે છેતરપિંડીનો શિકાર બનાવતી હતી. 

રિઝર્વ બેન્કે જારી કર્યું લિસ્ટ

નાણામંત્રીએ જણાવ્યું કે, RBIએ ભારત સાથે એપ્સની વ્હાઈટ લિસ્ટ જારી કર્યું હતું. આ યાદીને મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીએ ગૂગલ સાથે શેર કરી હતી. તેમણે જણાવ્યું કે, જણાવ્યું કે, છેતરપિંડી કરનારી ફ્રોડ લોન એપ્સને નિયંત્રિત કરવા માટે સરકાર ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને બીજી રેગુલેટરી ઓથોરિટી સાથે મળીને કામ કરી રહી છે. 

ગૂગલે જે 2,500 એપ્સને પ્લે સ્ટોરમાંથી હટાવી છે તેને એપ્રિલ 2021થી જુલાઈ 2022ની વચ્ચે હટાવવામાં આવી છે. આ તમામ એપ્સ લોકોને લોન આપવાના નામ પર ઠગી રહી હતી. સરકાર હવે લોન આપતી તમામ પ્રકારની એપ્લિકેશનની ગંભીરતાથી દેખરેખ કરી રહી છે. જો તમે પણ કોઈ એપનો ઉપયોગ કરતા હોય તો તરત જ પોતાના ફોનમાંથી ડિલીટ કરી દો.

ગૂગલે અપડેટ કરી પોલિસી

ગૂગલે લોન આપતી એપ્સની પોલિસીમાં ફેરફાર કર્યો છે. ગૂગલે કેટલાક નવા નિયમો જોડ્યા છે. ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ એવી તમામ એપ્સ કે જે લોકોને લોન આપવાનો દાવો કરે છે તેના માટે નિયમોનું પાલન કરવું અનિવાર્ય રહેશે. ગૂગલે લગભગ 3500 ફ્રોડ લોન એપ્સની ઓળખ કરી છે જેમાંથી 2500 એપ્સને હટાવી દેવામાં આવી છે.


Google NewsGoogle News