Get The App

ગ્રાહકોને વધુ જાગૃત કરવા માટે સરકાર લાવી રહી છે 'જાગૃતિ' એપ: ઓનલાઇન શોપિંગમાં છેતરપિંડી સામે સુરક્ષા

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
ગ્રાહકોને વધુ જાગૃત કરવા માટે સરકાર લાવી રહી છે 'જાગૃતિ' એપ: ઓનલાઇન શોપિંગમાં છેતરપિંડી સામે સુરક્ષા 1 - image


Jagriti App For Consumer: સરકાર ગ્રાહકોને વધુ જાગૃત કરવા માટે 'જાગૃતિ એપ' લોન્ચ કરી રહી છે. 'જાગૃતિ એપ'નો મુખ્ય ઉદ્દેશ ઓનલાઇન શોપિંગ માટે ગ્રાહકોને સાથે જે પણ ખોટું થાય છે તેની સામે રક્ષણ આપવાનો છે. ઘણી કંપનીઓ અથવા તો ઘણાં પ્લેટફોર્મ્સ યુઝર્સને છેતરે છે, ઓફરના નામે તેમને આકર્ષે છે અને ત્યારબાદ ખોટા ચાર્જિસ લગાવે છે. આ તમામ બાબતોની સામે ગ્રાહકને રક્ષણ આપવા માટે 'જાગૃતિ એપ'ને લોન્ચ કરવામાં આવી રહી છે.

એપ્લિકેશન ક્યારે લોન્ચ થશે?

આ એપ્લિકેશનને 24 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવશે. આ દિવસે નેશનલ કન્સ્યુમર ડે હોવાથી આ દિવસને પસંદ કરવામાં આવ્યો છે. આ એપ્લિકેશન સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ કન્સ્યુમર અફેર્સ દ્વારા લોન્ચ કરવામાં આવી રહી છે.

ઇ-કોમર્સ કંપનીની ડાર્ક પેટર્ન સામે સુરક્ષા

ઇ-કોમર્સ કંપનીઓ તેમના ફાયદા માટે ઘણી યુક્તિઓનો ઉપયોગ કરે છે, જેમાં યુઝર્સને સબસ્ક્રિપ્શનમાં ફસાવવામાં આવે છે અને તેમના પર ખોટા ચાર્જિસ પણ લગાવવામાં આવે છે. આ રીતની જે પણ બાબતો છે, એને ડાર્ક પેટર્ન કહેવામાં આવે છે. આથી આ સામે રક્ષણ આપવા માટે સરકાર દ્વારા હવે એક એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા ગ્રાહકને ગેરમાર્ગે દોરવામાં આવતું હશે, સબસ્ક્રિપ્શનમાં છેતરવામાં આવતું હશે, ખોટી રીતે ઉતાવળ કરવામાં આવતી હશે, લુભામણી એડ કરવામાં આવતી હશે, શબ્દોની રમત રમવામાં આવતી હશે, અને કોઈ પણ એવી પ્રવૃતિ જેમાં ગ્રાહકને ગેરમાર્ગે દોરવામાં આવતો હોય તેની વિરુદ્ધ આ એપ્લિકેશનમાં ફરિયાદ કરી શકાશે અને પગલાં લેવામાં આવશે.

ગ્રાહકોને વધુ જાગૃત કરવા માટે સરકાર લાવી રહી છે 'જાગૃતિ' એપ: ઓનલાઇન શોપિંગમાં છેતરપિંડી સામે સુરક્ષા 2 - image

એપ્લિકેશનનો ઉપયોગ

આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ગ્રાહક કોઈ પણ ડાર્ક પેટર્ન એટલે કે ખોટી વસ્તુને જુએ તેનો રિપોર્ટ કરી શકે છે. જરૂરી નથી કે ગ્રાહક સાથે આ ઘટના થઇ હોય. જો તેના ધ્યાનમાં આવી છે, તો પણ તે આ વિશે રિપોર્ટ કરી શકે છે. આ કરવામાં આવેલા રિપોર્ટને સેન્ટ્રલ કન્સ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી હેઠળ ફરિયાદ ગણવામાં આવશે અને તે અંગે ચોક્કસ પગલાં લેવામાં આવશે. આ એપ્લિકેશનની મદદથી સેન્ટ્રલ કન્સ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી વધુ સારી રીતે ખોટા કાર્યો સામે કામ કરી શકશે.

ગ્રાહકોને કરવામાં આવશે જાગૃત

આ એપ્લિકેશનની મદદથી સરકાર, એટલે કે કન્સ્યુમર ડિપાર્ટમેન્ટ, ગ્રાહકોને ખોટી URL વિશે જણાવશે. તેનો ઉપયોગ ન કરવાથી તેઓ છેતરપિંડીથી બચી શકશે. આ સાથે જ 'જાગૃતિ' એપ્લિકેશનમાં ડેશબોર્ડનો સમાવેશ કરવામાં આવશે. આથી ગ્રાહક અને સેન્ટ્રલ કન્સ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી બંને રિયલ-ટાઇમ રિપોર્ટ વિશે માહિતી મેળવી શકશે.

આ પણ વાંચો: આઇફોન SE સિરીઝ બંધ કરવામાં આવશે અને એની જગ્યાએ લોન્ચ થશે આઇફોન 16e?

ફાયદા

આ એપ્લિકેશનના કારણે હવે કંપનીઓ ગ્રાહકને દરેક માહિતી વિશે અવગત કરશે. આથી ખોટી રીતે તેમને છેતરીને તેમની પાસેથી કોઈ નિર્ણય લેવડાવવામાં આવે, તેવા ચાન્સ હવે નહિવત છે. આ એપ્લિકેશનની મદદથી ડિજિટલ માર્કેટ વધુ પારદર્શક બનશે. આથી, ગ્રાહક શું ખરીદી રહ્યો છે તેની તેને પૂરી માહિતી હશે અને કંપની શું વેંચી રહી છે તેની તમામ માહિતી તે આપવી પડશે. આ સાથે જ ગ્રાહકોને તેમના અધિકાર વિશે પણ અવગત કરવામાં આવશે. ગ્રાહક હોવાની સાથે તેમની પાસે કેટલાક અધિકાર હોય છે, તે વિશે લોકોને ખબર નથી હોતી. કંપનીઓ પણ આ એપ્લિકેશનને કારણે હવે ખોટી રીતે તેમની પ્રોડક્ટનો પ્રચાર કરવાથી દૂર રહેશે.


Google NewsGoogle News