Get The App

દિલજીત દોસાંજ અને આલિયા ભટ્ટના નામે સિક્યોરિટી રિસ્ક: જાણો કેવી રીતે બચવું

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
દિલજીત દોસાંજ અને આલિયા ભટ્ટના નામે સિક્યોરિટી રિસ્ક: જાણો કેવી રીતે બચવું 1 - image


Celebrity Risk:દિલજીત દોસાંજ અને આલિયા ભટ્ટ જેવી સેલિબ્રિટીઝના કારણે યુઝર્સની ઓનલાઇન સિક્યોરિટી પર રિસ્ક તોળાઈ રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડીપફેક વીડિયોને કારણે આ પરિસ્થિતિ હવે વધુ વણસી છે. એન્ટી વાઇરસ કંપની મેકએફી દ્વારા સેલિબ્રિટી હેકર હોટ લિસ્ટ 2024 બહાર પાડવામાં આવ્યું છે. એન્ટી વાઇરસની સાથે આ કંપની અન્ય પ્રોડક્ટ પણ બનાવે છે. ઓનલાઇન સિક્યોરિટી પર સ્ટડી કરીને મેકએફી દ્વારા આ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.

શું છે આ લિસ્ટ?

આ એક એવું લિસ્ટ છે જે સેલિબ્રિટીના નામની સાથે રિસ્ક તોળાઈ રહ્યું હોય. ઓનલાઇન આ સેલિબ્રિટીઝનું નામ સર્ચ કરતાં એમાં મેલવેર અથવા તો વાઇરસ હોવાના વધુ ચાન્સ છે. આ સેલિબ્રિટીઝના નામનો ઉપયોગ કરીને યુઝર્સની સાથે સ્કેમ કરવામાં આવે છે.

યુઝરની સિક્યોરિટીને ટાર્ગેટ

સેલિબ્રિટીઝને લગતા સ્કેમમાં ખોટા કોન્સર્ટની ટિકિટથી લઈને ખોટી વેબસાઇટ સુધી દરેક બાબતનો સમાવેશ થાય છે. ઘણી વાર આ સેલિબ્રિટીઝના પ્રાઇવેટ વીડિયો લીક થયા હોવાનું કહીને એ વીડિયોમાં વાઇરસનો સમાવેશ કરી દેવામાં આવે છે. આ વીડિયો યુઝર દ્વારા ડાઉનલોડ કરતાં તેમની ડિવાઇઝમાં વાઇરસ આવી જાય છે અને એ દ્વારા હેકર્સ યુઝરના ડેટા ચોરી લે છે, જેમાં બેન્કની ડિટેઇલ્સનો પણ સમાવેશ થઈ શકે છે. આ સાથે જ તેમની કોઈ ઇવેન્ટમાં આવવા માટે અથવા તો ક્લોઝ વ્યક્તિઓ માટેની ઇવેન્ટનું નામ આપી યુઝર્સ પાસે લાખો રૂપિયા પડાવી લેવામાં આવે છે.

દિલજીત દોસાંજ અને આલિયા ભટ્ટના નામે સિક્યોરિટી રિસ્ક: જાણો કેવી રીતે બચવું 2 - image

કોણ-કોણ છે લિસ્ટમાં?

આ લિસ્ટના ટોપ ટેન સેલિબ્રિટીઝના નામ અનુક્રમે ઓરી (ઓરહાન અવત્રમણી), દિલજીત દોસાંજ, આલિયા ભટ્ટ, રણવીર સિંહ, વિરાટ કોહલી, સચિન તેન્ડુલકર, શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ, આમિર ખાન અને મહેન્દ્ર સિંહ ધોનીનો સમાવેશ થાય છે.

સેલિબ્રિટીઝની ઇમેજને પણ નુક્સાન

દશેરા અને દિવાળીમાં નવા વાહનની ખરીદી: નવી કાર માટે 20-10-4 નિયમને કેમ ફોલો કરવો જોઈએ?

સ્કેમર્સ યુઝર્સની પાસેથી પૈસા પડાવી લેવાની સાથે આ સેલિબ્રિટીઝની ઇમેજને પણ નુક્સાન પહોંચાડે છે. તેમના ડીપફેક વીડિયો અને ફોટો બનાવે છે. તેમ જ તેમના નામનો ઉપયોગ કરીને લોકોને છેતરે છે. આથી આ રીતે તેમની ઇમેજને પણ નુક્સાન પહોંચે છે.

ઓનલાઇન સેફ કેવી રીતે રહેશો?

આ માટે હંમેશાં જાણીતી વેબસાઇટ અથવા તો લિન્કનો ઓપન કરવો. ક્યારેય પણ કોઈ પણ સેલિબ્રિટીઝ વિશે સર્ચ કરતી વખતે અથવા તો કોન્સર્ટની ટિકિટ ખરીદતી વખતે ગમે તે વેબસાઇટ અથવા તો લિન્કનો ઉપયોગ ન કરવો. ગેરકાયદેસરના કન્ટેન્ટ એટલે કે પોર્ન અથવા તો એપ્લિકેશનના ક્રેક વર્ઝનનો ઉપયોગ કરવાનું ટાળવું. કોઈ પણ દિવસ પર્સનલ ઇન્ફોર્મેશન અને લોગ ઇન ડિટેઇલ્સ એક વાર યુઝ કરવા માગતા વેબસાઇટ માટે સેવ ન કરવી તેમ જ એ માટે અલગ પાસવર્ડનો ઉપયોગ કરવો. ડીપફેક વીડિયોને પારખવા માટે તેની દરેક મૂવમેન્ટ પર ધ્યાન રાખવું એ હજી પણ એકદમ નેચરલ નથી હોતું. બોલતી વખતે એ કમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ કર્યો હોય એ ખરબ પડી શકે છે.


Google NewsGoogle News