Get The App

શું લાખો વ્યૂઝ પછી પણ YouTube તમારા વીડિયોને ડીલિટ કરી શકે છે, જાણો શું કહે છે નિયમો

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
શું લાખો વ્યૂઝ પછી પણ YouTube તમારા વીડિયોને ડીલિટ કરી શકે છે, જાણો શું કહે છે નિયમો 1 - image


image: freepik

YouTube એ વિડિયો સ્ટ્રીમિંગ માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ છે. યુટ્યુબ પર દરરોજ લાખો યુઝર્સ વીડિયો જુએ છે. વિશ્વભરના યુઝર્સ યુટ્યુબ પર વીડિયો પણ અપલોડ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે YouTube કોઈપણ સમયે લાખો વ્યૂ સાથે તમારા વીડિયોને ડિલીટ કરી શકે છે. તો જાણો વીડિયો ડીલિટ કરવાનું કારણ શું?

YouTube

ગુગલની માલિકીની વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ યુટ્યુબ સમયાંતરે ઘણા વીડિયો ડીલિટ કરતી રહે છે. હવે સવાલ એ છે કે, યુટ્યુબ કયા નિયમો હેઠળ વીડિયો ડિલીટ કરે છે?

YouTube એ ચાહત ફતેહ અલી ખાનના ગીત બડો બડીને YouTube પરથી હટાવી દીધું છે. ચાહત ફતેહ અલી ખાનની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પરથી પોસ્ટ કરાયેલા ગીતના વીડિયોને 25 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા હતા.

YouTube ગીતને ક્યારે દૂર કરે છે?

લેટેસ્ટ કિસ્સો ફતેહ અલી ખાનના ગીત Bado badi 1છે. જાણકારી અનુસાર, કોપીરાઈટ ઈશ્યુને કારણે તેને યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવી છે. આ ગીત નૂરજહાંએ 1973માં મૂવ બનારસી ઠગ માટે ગાયું હતું. બંને ગીતોના બોલ સમાન હતા, જેના કારણે ચાહત ફતેહ અલી ખાનનું ગીત હટાવી દેવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, ઓરિજનલ કંપોજિશનના રાઇટ્સ રાખનારા નૂરજહાંની ટીમ કૉપીરાઇટનો ક્લેમ કરી શકે છે.

યુટ્યુબ પર વિડીયો ડીલિટ કરવા સામાન્ય બાબત

જો કૉપિરાઇટ સમસ્યા હોય તો YouTube કોઈપણ વિડિયો દૂર કરી શકે છે. આ સિવાય જો તમે તમારા વીડિયોમાં કોઈના ફોટો કે કોઈ ક્લિપનો ઉપયોગ તેમની સંમતિ વિના કર્યો હોય તો YouTube તેને ડિલીટ કરી શકે છે.

યુટ્યુબ તેની ગાઇડલાઇન પ્રમાણે એવા વીડિયો સામે પગલાં લઈ શકે છે, જેમાં કોઈ ઇશ્યુ જોવા મળે છે. YouTube એ તાજેતરમાં ભારતમાંથી 22 લાખથી વધુ વીડિયો હટાવ્યા છે. લાખો ચેનલો પર પણ બૈન મુકવામાં આવ્યો છે.

યુટ્યુબે ઓક્ટોબરથી ડિસેમ્બર 2023 સુધી કોમ્યુનિટી ગાઈડલાઈન્સ એન્ફોર્સમેન્ટ રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં જોવામાં આવ્યું છે કે, યુટ્યુબે દુનિયાના ઘણા દેશોના વીડિયોને તેના પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે, પરંતુ સૌથી વધુ સંખ્યા ભારતીય વીડિયોની છે.

યુટ્યુબે સમગ્ર વિશ્વમાંથી કુલ 90,12,232 વિડિયો ગાઇડલાઇન ફોલો ન કરવા બદલ ડિલીટ કર્યા છે. આમાંના મોટાભાગના વીડિયો ભારતના છે. YouTube એ ભારતમાંથી કુલ 22,54,902 વીડિયો ડિલીટ કર્યા છે.

આ યાદીમાં ભારત પછી સિંગાપોર બીજા ક્રમે છે, જ્યાં YouTube દ્વારા 12,43,871 વીડિયો ડિલીટ કરવામાં આવ્યા છે. આ સિવાય ત્રીજા સ્થાને યુએસએ છે, જેના 7,88,354 વીડિયો કંપનીએ ડિલીટ કર્યા છે. યુટ્યુબ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, આમાંથી 96% વીડિયો 'ઓટોમેટિક ફ્લેગિંગ' દ્વારા ઓળખવામાં આવ્યા હતા. જેનો અર્થ એ છે કે, આ વીડિયોની સમીક્ષા કોઈ માણસ દ્વારા નહીં પરંતુ મશીન દ્વારા કરવામાં આવી હતી. કંપનીએ એ પણ જાહેર કર્યું કે, 51.15% વિડિયો શૂન્ય વ્યુઝ ધરાવે છે, 26.43% વિડિયો 0-10 વ્યુ ધરાવે છે અને માત્ર 1.25% વિડિયો 10,000થી વધુ વ્યૂ ધરાવે છે.

ચેનલ પર પણ પ્રતિબંધ

આ વીડિયોને તેના પ્લેટફોર્મ પરથી હટાવવા અંગે YouTubeએ કહ્યું હતું કે, 39.4% વીડિયો ખતરનાક જણાયા હતા. જ્યારે 32.4% વિડિયો બાળકોની સુરક્ષા ચિંતાને કારણે દૂર કરવામાં આવ્યા છે. આ સિવાય 7.5% વીડિયો હિંસક અથવા અશ્લીલ હોવાનું જાણવા મળ્યું છે.

વીડિયો દૂર કરવાના અન્ય કારણોમાં નગ્નતા અથવા લૈંગિક સામગ્રી, ઉત્પીડન અને ગુંડાગીરી, હિંસા અને હિંસક ઉગ્રવાદને પ્રોત્સાહન વગેરેનો સમાવેશ થાય છે.

પ્લેટફોર્મ પરથી કુલ 20,592,341 ચેનલો હટાવી

વીડિયો દૂર કરવા ઉપરાંત, YouTube એ તેના પ્લેટફોર્મ પરથી કુલ 20,592,341 ચેનલો પણ હટાવી દીધી છે. તેમાંથી 92.8% ચેનલો સ્પેમ, ગેરમાર્ગે દોરનારી અથવા ફ્રોડ કંન્ટેટ માટે દૂર કરવામાં આવી છે.


Google NewsGoogle News