એઆઈ ડોક્ટરનું સ્થાન લઈ શકશે ?
- yuykR xuLkku÷kuS ÍzÃk¼uh ykøk¤ ðÄe hne Au íÞkhu íkuLkkt ykøkk{e MðYÃk òýeyu
હમણાં વોટ્સએપમાં તમે કદાચ એક મેડિકલ એઆઇ ચેટબોટની ક્ષમતા દર્શાવતી જાહેરાતનો
વીડિયો જોયો હશે. એ જાહેરાત તથા એ ભારતીય કંપનીની વેબસાઇટ મુજબ, આ ચેટબોટ આપણને ડોક્ટર જેવું જ માર્ગદર્શન આપી શકે છે! આપણે લેબમાં રિપોર્ટ્સ
કઢાવ્યા હોય તો ડોક્ટરને બતાવવાને બદલે આ ચેટબોટને પૂછીએ તો એ તેનું તરત એનાલિસિસ
કરી આપશે. તમને બેચેની જણાય છે? લાંબા સમયથી ખાંસી ઉધરસ છે? વોટ્સએપમાં આ ચેટબોટને પૂછો, એ તમને માર્ગદર્શન આપશે.
આ જાણીને કોઈ પણ ડૉક્ટર અકળાઈ ઉઠે. અત્યાર સુધી દર્દીઓ ગૂગલનું શરણું લેતા
હોવાની અકળામણ હતી, ત્યાં હવે આ નવો હરીફ જાગ્યો!
જોકે એ વેબસાઇટના દાવા મુજબ, યુએસ મેડિકલ લર્નિંગ
એક્ઝામમાં જીપીટી-૪ને ૮૭.૯ ટકા માર્ક મળ્યા,
તેની સામે આ ચેટબોટનો
સ્કોર ૯૪.૮ ટકા છે!
તો શું, આપણે ખરેખર ડૉક્ટરને બદલે આ
ચેટબોટનું માર્ગદર્શન લઈ શકીએ? જવાબ આ વેબસાઇટ પોતે આપે છે, તેનો ચેટબોટ હેલ્થ ઇન્ફર્મેશન પ્લેટફોર્મ
છે અને તેના જવાબો મેડિકલ સલાહ નથી. કંપની પોતે નજીકના લાઇસન્સ્ડ
મેડિકલ પ્રોફેશનલ એટલે કે ડૉક્ટરને કન્સલ્ટ કરવા કહે છે.
હાલની સ્થિતિમાં ચોક્કસપણે આવા ચેટબોટને ભરોસે રહી શકાય નહીં, સ્વાસ્થ્યની વાત હોય ત્યારે તો બિલકુલ નહીં. તેમ છતાં, આ ચેટબોટ આપણને કેવો સમય આવી રહ્યો છે તેનો સંકેત જરૂર આપે છે.
સામાન્ય પ્રકારની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો તો આપણે એકાદ દાયકાથી ઉપયોગ
કરીએ છીએ. બેક વર્ષથી જનરેજિટવ એઆઇનો આપણે ઉપયોગ કરતા થયા છીએ.
એ ઉપરાંત ભવિષ્યની એઆઇ વિશે પણ થોડું જાણીએ.
Lkuhku
yuykR, heyuÂõxð {þeLk
આપણે સૌ લાંબા સમયથી આ પ્રકારની એઆઇનો ઉપયોગ કરતા આવ્યા છીએ.
આપણા ફોનમાંના ગૂગલ આસિસ્ટન્ટ, એલેક્સા, સિરી જેવા વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ કે યુટ્યૂબ, શોપિંગ પ્લેટફોર્મ, ઓટીટી વગેરે પર આપણી
એક્ટિવિટી મુજબ અન્ય બાબતો જોવા-ખરીદવાની ભલામણ કરતું અલ્ગોરિધમ એક પ્રકારે નેરો
એઆઇનો જ ઉપયોગ કરે છે.
હાલમાં, ખાસ્સી આગળ વધી ગયેલી સેલ્ફ
ડ્રાઇવિંગ કારમાં પણ ઘણે અંશે નેરો એઆઇનો ઉપયોગ થાય છે.
આ પ્રકારની એઆઇ તેને સોંપવામાં આવેલાં નિશ્ચિત કામ સરસ રીતે કરી આપે છે પરંતુ
તેના પ્રોગ્રામિંગથી આગળ વધીને જાતે કશું વિચારી શકતી નથી.
આ પ્રકારની એઆઇને મળતી આવતી બાબત છે રીએક્ટિવ મશીન્સ કે પ્રોગ્રામ. એ પણ એઆઇનો
સૌથી બેઝિક પ્રકાર છે. આ પ્રકારનાં મશીન કે પ્રોગ્રામ તેમાં પહેલેથી ફીડ કરવામાં
આવેલા નિયમો અનુસાર ચાલે છે.
ચેસ જેવી ગેમ રમી શકતા કમ્પ્યૂટર પ્રોગ્રામ, ફેક્ટરીઓમાં એસેમ્બલી લાઇન્સ પર એકસરખું કામ કરતી શકતા બેઝિક રોબોટ્સ, નિશ્ચિત પ્રશ્નોના જવાબ આપી શકે તેવા બેઝિક કસ્ટરમર સર્વિસ ચેટબોટ વગેરે રીએક્ટિવ મશીન કે પ્રોગ્રામનાં ઉદાહરણ છે.
sLkhurxð
yuykR
અત્યારે આ પ્રકારની એઆઇની સૌથી વધુ બોલબાલા છે. નામ મુજબ આ પ્રકારની એઆઇ નવું
કન્ટેન્ટ જનરેટ કરી આપવા સક્ષમ છે. આ પ્રકારની એઆઇને પાર વગરના ડેટાથી ટ્રેઇન
કરવામાં આવે છે. એ પછી માનવ મગજ જેવા જ કોમ્પલેક્સ ન્યૂરલ નેટવર્ક્સની મદદથી
જનરેટિવ એઆઇ તેને મળતા નવા ડેટાનું સ્ટ્રકચર સમજી શકે છે તથા તેમાંથી ચોક્કસ
પેટર્ન પકડી શકે છે.
આ સમજનો ઉપયોગ કરીને જનરેટિવ એઆઇ તેને મળતા સવાલ
(એટલે કે આપણા ઇનપુટ - પ્રોમ્પ્ટ) સમજી શકે છે તથા તેની પાસે ઉપલબ્ધ
ડેટામાંથી એ સવાલનો જવાબ શોધી શકે છે.
આ રીતે જનરેટિવ એઆઇ પોતાની રીતે નવી ટેક્સ્ટ જનરેટ કરી શકે છે. તે ચોક્કસ
શૈલીમાં લખવું, લાંબા લખાણનો સારાંશ આપવો, ટૂંકા લખાણને લંબાવવું, લખાણમાંની ભૂલો તારવવી, કવિતા લખવી, મૂવી-વીડિયોની સ્ક્રિપ્ટ લખવી
વગેરે કંઈ પણ કરી શકે છે. એ ઉપરાંત તે નવી
ઇમેજ, મ્યૂઝિક અને આખેઆખા વીડિયો પણ
જનરેટ કરી શકે છે.
અત્યારે જનરેટિવ એઆઇનું સૌથી જાણીતું ઉદાહરણ છે જનરેટિવ પ્રીટ્રેઇન્ડ ટ્રાન્સફોર્મર (જીપીટી). હાલમાં ક્રિએટિવ કન્ટેન્ટ, ઇમેજ, મ્યુઝિક કે વીડિયો જનરેશન, આર્ટ એન્ડ ડિઝાઇન કે કોડ જનરેશનમાં જનરેટિવ એઆઇનો ઉપયોગ સતત વધી રહ્યો છે.
MÃkurþÞ÷
yuykR
નામ અને ઉચ્ચાર મુજબ આ કોઈ સ્પેશિયલ-ખાસ એઆઇ હશે એવું આપણે માનીએ, પરંતુ અહીં સ્પેશિયલ (spatial)
સ્પેસ એટલે કે જગ્યાના
સંદર્ભમાં વપરાયેલો શબ્દ છે. આ પ્રકારની એઆઇમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપરાંત
કમ્પ્યૂટર વિઝન, મશીન લર્નિંગ, જિઓસ્પેશિયલ ઇન્ફર્મેશન, રોબોટિક્સ વગેરેનો ઉપયોગ થાય
છે. જેને કારણે સ્પેશિયલ એઆઇ ફક્ત કમ્પ્યૂટર પ્રોગ્રામ રહેવાને બદલે તેની આસપાસની
સ્થિતિ અને ભૌતિક દુનિયાને સમજી શકતી તથા તેની સાથે ઇન્ટરએક્ટ કરી શકતી સિસ્ટમમાં
ફેરવાઇ જાય છે.
સ્પેશિયલ એઆઇ ઇનેબલ્ડ મશીન તેમની આસપાસની સ્થિતિ જોઈ-સમજી શકે છે તથા તેની
આસપાસ રહેલી વસ્તુઓને ઓળખી શકે છે. તેના આધારે તે નિર્ણય લઈ શકે છે. ગીચ શહેરી
વિસ્તારોમાં કે નિર્જન પહાડી વિસ્તારોમાં અવરોધો સાથે અથડાયા વિના સર્વેલન્સ કે
ડિલિવરીનું કામ કરી શકતા ડ્રોન સ્પેશિયલ એઆઇથી સજ્જ હોય છે.
વિશાળ ગોદામોમાં ચોક્કસ જગ્યાએ પહોંચીને ચોક્કસ વસ્તુઓ એકઠી કરવાનું કામ કરતા રોબોટ સ્પેશિયલ એઆઇની મદદથી પોતાનું કામ વધુ ચોકસાઈથી કરી શકે છે. મોટાં શહેરોમાં રસ્તાઓ પરના ટ્રાફિક લોડનો અભ્યાસ કરીને ચાર રસ્તાઓ પરનો લોડ ઘટે એ રીતે ટ્રાફિક સિગ્નલના નિયમનનું કામ પણ સ્પેશિયલ એઆઇથી શક્ય બને છે.
MkuÕV yðuh
yuykR
આ હજી પ્રાથમિક તબક્કે પહોંચેલી એઆઇ છે. સેલ્ફ અવેર એઆઇ એક પ્રકારે સ્પેશિયલ એઆઇનું એડવાન્સ્ડ વર્ઝન છે. સેલ્ફ અવેર એઆઇ પણ આસપાસની વાસ્તવિક સ્થિતિ સમજી શકશે, પરંતુ એવી ભૌતિક ક્ષમતાથી એ ક્યાંય આગળ જશે. આ પ્રકારની એઆઇ કોઈ ફિલસૂફની જેમ પોતાની હયાતી વિશે તે જાગ્રત હશે, તેને સંવેદના પણ હશે અને તે વિચારી પણ શકશે. માણસની જેમ જ તે સ્થિતિ મુજબ નિર્ણયો લઈ શકશે તથા તેને અમલમાં મૂકી શકશે. આવી એઆઇ માનસિક રીતે જાગ્રત હશે, માણસની જેમ જ તેને પણ દૃઢ માન્યતાઓ, ઇચ્છાઓ અને ઇરાદાઓ હશે! કોરોના પછી હૂંફાળો સાથ ઝંખતા લોકો મોટા પ્રમાણમાં પેટ્સ પાળવા લાગ્યા, બરાબર એ રીતે જીવતાજાગતા માણસ જેવો સાથ ઇચ્છતા લોકો સેલ્ફ અવેર એઆઇની મદદ લઈ શકશે (ઇન્સ્ટાગ્રામમાં કોઈ ચોક્કસ વિષયના જાણકાર એઆઇ ડેવલપ કરી શકાય છે). માણસોને વ્યક્તિગત સધિયારો આપવા ઉપરાંત કાયદા, નૈતિકતા કે રાજકારણ જેવી બાબતોમાં પણ સેલ્ફ અવેર એઆઇ માણસની મદદ કરી શકશે, તેમ જ શું યોગ્ય છે અને શું કરવું જોઇએ એવું માર્ગદર્શન પણ આપી શકશે! સેલ્ફ અવેર એઆઇ ફિલોસોફી, સાયકોલોજી કે ન્યૂરો સાયન્સ જેવા ક્ષેત્રોમાં માણસની બરોબરી તો કરશે જ તેની સાથોસાથ આ ક્ષેત્રોની જટિલ બાબતો માટે માણસનું માર્ગદર્શન પણ કરશે.
MkwÃkh yuykR
એઆઇનો વધુ એક પ્રકાર જે અત્યારે હજી કલ્પનાનો જ વિષય છે. આ પ્રકારની એઆઇ જનરલ
એઆઇ કરતાં પણ ચાર ચાસણી વધે તેવી હશે!
જનરલ એઆઇને આપણે સરેરાશ માણસના મગજ સાથે સરખાવી શકીએ તો સુપર એઆઇ જીનિયસના મગજ
જેવી હશે.
તેને માટે લગભગ કશું જ અશક્ય નહીં હોય. ક્રિએટિવિટી, પ્રોબ્લેમ સોલ્વિંગ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, એનાલિસિસ, ડિસિઝન મેકિંગ વગેરે બધી
બાબતમાં તે પારંગત હશે.
સાયન્સ, ટેકનોલોજી અને આપણા રોજિંદા
જીવનને સ્પર્શતાં લગભગ તમામ ક્ષેત્રોમાં સુપર એઆઇ માણસની ક્ષમતાઓ કરતાં પણ ઘણી આગળ
વધી જશે એ જ કલ્પના છે.
અત્યારે ક્લાયમેટ ચેન્જ, કુદરતી સંસાધનોની અછત, મહામારી જેવી વૈશ્વિક સમસ્યાઓ સામે માણસ લાચાર બની જાય છે. આવી બધી સ્થિતિ
આપણે સમજી શકીએ છીએ પરંતુ તેમનો અત્યંત અસરકારક રીતે સામનો કરી શકતા નથી. સુપર એઆઇ
એવા ઉપાયો પણ સૂચવી શકશે.
એ જ રીતે અપાર ડેટાનું પ્રોસેસિંગ કરીને અને તેનો એકમેક સાથે તાલમેલ ગોઠવીને
સુપર એઆઇ ફિઝિક્સ, બાયોલોજી, કેમેસ્ટ્રી જેવા કોર સાયન્સ ફિલ્ડમાં,
જ્યાં માણસ હજી ગોથાં
ખાય છે ત્યાં, અસાધારણ પ્રગતિ કરી શકશે.