Get The App

પાંચ મિનિટ ચાર્જ કરવાથી ચાલશે 400 કિલોમીટર: ઇલેક્ટ્રિક કાર માટે ચીને શોધી નવી ચાર્જિંગ ટેક્નોલોજી

Updated: Mar 19th, 2025

GS TEAM


Google News
Google News
પાંચ મિનિટ ચાર્જ કરવાથી ચાલશે 400 કિલોમીટર: ઇલેક્ટ્રિક કાર માટે ચીને શોધી નવી ચાર્જિંગ ટેક્નોલોજી 1 - image


New Super-Charging EV Techbology: ચીનની ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની BYD દ્વારા નવી ટેક્નોલોજી રજૂ કરવામાં આવી છે. આ ટેક્નોલોજીને "સુપર-ચાર્જિંગ ઇલેક્ટ્રિક વ્હિકલ ટેક્નોલોજી" નામ આપવામાં આવ્યું છે. એની મદદથી કારને ફક્ત પાંચ મિનિટ ચાર્જ કરતાં 400 કિલોમીટરનું અંતર કાપી શકાય છે.

હાલમાં ઇલેક્ટ્રિક વ્હિકલ (EV) માટેની સૌથી મોટી સમસ્યા એનાં ચાર્જિંગ અને તે માટેનો લાંબો સમય છે, જેનાથી EVનું માર્કેટ ધીમું પ્રગતિ કરતું હતું. જોકે આ નવી ટેક્નોલોજી EV માર્કેટમાં ઘણી ઝડપથી વિકાસ લાવશે એવી અપેક્ષા છે. BYDના શેનઝેન હેડક્વાર્ટર ખાતે લાઇવ ઇવેન્ટ દ્વારા આ ટેક્નોલોજીની જાહેરાત કરવામાં આવી હતી.

EV ચાર્જિંગમાં ક્રાંતિકારી પરિવર્તન

BYDના સ્થાપક વેંગ ચૌન્ફુ દ્વારા આ ટેક્નોલોજીને લૉન્ચ કરવામાં આવી છે. સુપર-ચાર્જિંગ ટેક્નોલોજી દ્વારા કારને એક હજાર કિલોવોટની ઝડપે ચાર્જ કરવી શક્ય છે. તેથી ફક્ત પાંચ મિનિટમાં કાર 400 કિલોમીટરની મુસાફરી માટે પૂરતી ચાર્જ થઇ જાય છે.

આ ટેક્નોલોજી ટેસ્લાના નવા સુપરચાર્જરથી બમણી ઝડપે કાર્ય કરે છે. BYDના માલિકના મતે, EV ઇન્ડસ્ટ્રીમાં પહેલીવાર મેગાવોટ લેવલનું ચાર્જિંગ પાવર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ ટેક્નોલોજી પેટ્રોલ અને ડીઝલ કારની જેમ EV માટે પણ ઝડપી ચાર્જિંગનો અનુભવ લાવશે, જેના કારણે વધુ ગ્રાહકો EV ખરીદવામાં રસ દાખવશે.

પાંચ મિનિટ ચાર્જ કરવાથી ચાલશે 400 કિલોમીટર: ઇલેક્ટ્રિક કાર માટે ચીને શોધી નવી ચાર્જિંગ ટેક્નોલોજી 2 - image

કઈ કારને સપોર્ટ કરશે?

આ ટેક્નોલોજી હાલ BYDની નવી હાન L સીડાન અને ટેન્ગ L SUVમાં ઉપલબ્ધ છે. આ કારની કિંમત ચીનમાં 2,70,000 યુઆન (આંદાજે ₹32.28 લાખ) છે. આ કાર બ્લેડ બેટરી પેક, હાઇ ચાર્જિંગ સિસ્ટમ, હાઇ-પર્ફોર્મન્સ ઇલેક્ટ્રિક મોટર્સ, અને નક્સ્ટ-જનરેશન સિલિકોન કાર્બાઇડ પાવર ચિપથી સજ્જ છે.

BYD ચીનમાં 4000 અલ્ટ્રા ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન બનાવશે, જેની સંખ્યા ભવિષ્યમાં વધશે. આ પ્રથમ વખત છે કે BYD પોતાનું ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશે, જેમાં આજ સુધીની થર્ડ-પાર્ટી સ્ટેશનો પરની નિર્ભરતા ઘટાડાશે. જોકે BYDએ આ પ્રોજેક્ટ માટેની ટાઇમલાઇન અથવા રોકાણની રકમ જાહેર કરી નથી.

આ પણ વાંચો: પૃથ્વી પર વાપસી બાદ 45 દિવસ રિહેબ પ્રોગ્રામ કરશે સુનિતા વિલિયમ્સ, જાણો તમામ વિગતો…

EV ઇન્ડસ્ટ્રીમાં BYD આગળ

BYDની નવી ટેક્નોલોજી દ્વારા તે EV ઇન્ડસ્ટ્રીમાં ખૂબ આગળ વધ્યું છે. તે ટેસ્લા અને મર્સીડિસ જેવી કંપનીઓથી પોતાનું અંતર વધી રહ્યું છે. પાંચ મિનિટમાં 400 કિલોમીટરની રેન્જ પૂરી કરવી એ ઈવોલ્યુશનરી છે. હાલની EV ટેક્નોલોજી પર કામ કરી રહેલી કંપનીઓ માટે આ એક મોટો પડકાર છે.

Tags :