Get The App

બોઇંગનું સ્ટારલાઇનર સુનીતા અને વિલ્મોરને અવકાશમાં લટકાવીને પરત

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
બોઇંગનું સ્ટારલાઇનર સુનીતા અને વિલ્મોરને અવકાશમાં લટકાવીને પરત 1 - image


- બોઇંગે પરત ફરવાની પ્રક્રિયા છ કલાકમાં પૂરી કરી

- 2017માં બનેલા સ્પેસક્રાફ્ટના દરેક પરીક્ષણમાં કોઈને કોઈ ખામી હોવા છતાં તેના પર પસંદગી ઉતારવામાં આવી હતી

નવી દિલ્હી : ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને સ્પેસ સ્ટેેશનમાં જ છોડીને બોઇંગનું સ્ટારલાઇનર છેવટે ત્રણ મહિના પછી ધરતી પર પરત ફર્યુ છે. સ્ટારલાઇનર સાત સપ્ટેમ્બરના સવારે ૯-૩૧ વાગે ન્યુ મેક્સિકોના વ્હાઇટ સેન્ડ સ્પેસ હાર્બર પર ઉતર્યુ. સ્ટારલાઇનરે ૮:૫૮ વાગે તેનો ડીઓર્બિટ બર્ન પૂરો કર્યો . તેના પછી તેને જમીન પર ઉતરવામાં ૪૪ મિનિટ લાગી.

લેન્ડિંગના સમયે વાયુમંડળમાં તેનું હીટશિલ્ડ એક્ટિવ હતું. તેના પછી ડ્રોગ પેરાશૂટ ડિપ્લોય કરવામાં આવ્યુ, એટલે કે બે નાના પેરાશૂટ ખોલવામાં આવ્યા. તેના પછી ત્રણ મુખ્ય પેરાશૂટ ગોઠવવામાં આવ્યા. તેના પછી ફરીથી રોટેશન હેન્ડલ રિલીઝ કરવામાં આવ્યું, જેથી સ્પેસક્રાફ્ટ ગોળ ફરવાનું બંધ કરી દે અને એક જ સ્થિતિમાં લેન્ડ કરે. તેના પછી નીચેની બાજુએ લગાવાયેલું હીટશિલ્ડ લગાવી દેવામાં આવે છે. તેના પછી એરબેગ ફૂલે છે. પછી એરબેગ દ્વારા કુશન લેન્ડિંગ થાય છે. આ લેન્ડિંગ બાદ રિકવરી ટીમ જઈને સ્પેસક્રાફ્ટને રિકવર કરે છે.

સ્ટારલાઇનરની લેન્ડિંગ પછી બોઇંગની ટીમ તેને પાછું તેના એસેમ્બલી યુનિટમાં લઇ જશે. તેના પર તેની તપાસ થશે. અહીં તે શોધવામાં આવશે કે હિલીયમ કેમ લીક થયુ. પ્રોપલ્શન સિસ્ટમમાં કયા કારણસર અવરોધ આવ્યો. આ સ્પેસક્રાફ્ટના ડોકિંગમાં સુનીતા અને બુચને કેમ તકલીફ પડી રહી હતી. 

નાસાએ ઓક્ટોબર ૨૦૧૧માં બોઇંગને સ્પેસક્રાફ્ટ બનાવવા માટે લીલીઝંડી આપી હતી. સ્ટારલાઇનર બનતાં-બનતા છ વર્ષ લાગી ગયા. તે ૨૦૧૭માં બન્યું. ૨૦૧૯ સુધી તેના ટસ્ટિંગ ઉડ્ડયનો થતાં રહ્યા, પણ આ ઉડ્ડયનો માનવરહિત હતા. પહેલી માનવરહિત ઓર્બિટલ ફ્લાઇટ ટેસ્ટ ૨૦ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ થઈ હતી. તે સમયે બે સોફ્ટવેરમાં તકલીફના લીધે સ્પેસક્રાફ્ટ બીજી કક્ષામાં પહોંચી ગયું. સ્પેસ સ્ટેશન સાથે તેનું ડોકિંગ ન થયું. બે દિવસ પછી ન્યુમેક્સિકોના વ્હાઇટ સેન્ડ્સ મિસાઇલ રેન્જમાં તેનું લેન્ડિંગ થયું. 

બીજી માનવરહિત ઉડ્ડયન છ એપ્રિલ ૨૦૨૦ના રોજ થઈ. તેણે સ્પેસ સ્ટેશન સુધી જવાનું હતું ડોકિંગ કરવાની હતી. તેના પછી પરત આવવાનું હતું. આ લોન્ચિંગ પણ ટાળવી પડી. ઓગસ્ટ ૨૦૨૧માં લોન્ચિંગની તૈયારી પૂરી થઈ, પરંતુ તેના પ્રોપલ્શન વાલ્વમાં ખામી જોવા મળી. તેના પછી બોઇંગે આખુ સ્પેસક્રાફ્ટ ફરીથી બનાવ્યું. મે ૨૦૨૨માં ટ્રાયલ ઉડ્ડયનની તૈયારી કરવામાં આવી. ૧૯મે ૨૦૨૨ના રોજ સ્ટારલાઇનરે ઉડાન  ભરી હતી. તેમા બે ડમી અવકાશયાત્રી બેસાડાયા હતા. આ વખતે પણ ઓર્બિટલ મેન્યૂવરિંગ અને એટીટયુટ કંટ્રોલ સિસ્ટમ થ્રસ્ટર્સ નિષ્ફળ ગયા. આમ છતાં ૨૨ એપ્રિલ ૨૦૨૨ના રોજ સ્પેસ સ્ટેશન સાથે તેનું માંડ-માંડ જોડાણ કરાયું. ૨૫ મે ૨૦૨૨ના રોજ સ્ટારલાઇનર સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર પરત આવ્યું. રીએન્ટ્રી સમયે સ્પેસક્રાફ્ટની નેવિગેશન સિસ્ટમ ખરાબ થઈ, કમ્યુનિકેશનમાં લોચો આવ્યો અને તેની સાથે જીપીએસ સેટેલાઇટ  સાથે જોડાણ તૂટયું. પણ બોઇંગે જણાવ્યું હતું કે આ બધું તો સામાન્ય છે. 

બોઇંગની ત્રીજી સમાનવયાત્રા ૨૦૧૭માં નક્કી થઈ હતી, પરંતુ તેની તારીખ પાછી ઠેલાતા-ઠેલાતા તે જુલાઈ ૨૦૨૩ સુધી આવી ગઈ હતી. બોઇંગે પહેલી જુન ૨૦૨૩ના રોજ બોઇંગે જણાવ્યું હતું કે સ્ટારલાઇનરની બધી તકલીફો ખતમ થઈ ગઈ છે. તેના પછી છમે ૨૦૨૪ની તારીખ નક્કી કરવામાં આવી. ંપછી આ લોન્ચિંગ પણ ટાળવામાં આવ્યું. છેવટે પાંચ જુને સુનીતા વિલિયમ્સ અને બેરી બુચ તેમા અંતરિક્ષમાં રવાના થયા. તેઓએ આઠ દિવસ બાદ ૧૩ જૂને પરત આવવાનું હતું, પરંતુ તેઓ હવે અંતરિક્ષમાં જ ફસાયેલા છે. 


Google NewsGoogle News