ખતરનાક બ્લેક હોલ વિષે તો જાણી શકાય છે પણ શું છે આ વ્હાઈટ હોલ, બ્રહ્માંડની સૌથી રહસ્યમય આ વસ્તુ જે આશ્ચર્ય કરી દેશે

બ્લેક હોલ સિવાય સમગ્ર દુનિયાના વૈજ્ઞાનિક વ્હાઈટ હોલ વિષે માહિતી એકઠી કરે છે

જ્યાં બ્લેક હોલનો અંત થાય છે ત્યાં વ્હાઈટ હોલની શરૂઆત થાય છે

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
ખતરનાક બ્લેક હોલ વિષે તો જાણી શકાય છે પણ શું છે આ વ્હાઈટ હોલ, બ્રહ્માંડની સૌથી રહસ્યમય આ વસ્તુ જે આશ્ચર્ય કરી દેશે 1 - image


Black Hole And White Hole: બ્લેક હોલ બાબતે ઘણી વિવિધ ચર્ચાઓ થતી રહે છે. આ ખતરનાક બ્લેક હોલ કોઈપણ વસ્તુને આસાનીથી  ગળી જાય છે. વૈજ્ઞાનિકો તો ત્યાં સુધી કહે છે કે બ્લેક હોલ કોઈ ગ્રહને પણ ગળી શકે છે. બ્લેક હોલ બાબતે એક નવા અભ્યાસ પ્રમાણે જાણવા મળ્યું છે કે પહેલીવાર બ્લેક હોલના ફરવામાં પ્રમાણો મળ્યા છે. આ સિવાય વ્હાઈટ હોલ બાબતે પણ અમુક જાણકારી વૈજ્ઞાનિકોએ આપી છે, જેની હાલ ચર્ચા કરીશું.

ખતરનાક બ્લેક હોલ વિષે તો જાણી શકાય છે પણ શું છે આ વ્હાઈટ હોલ, બ્રહ્માંડની સૌથી રહસ્યમય આ વસ્તુ જે આશ્ચર્ય કરી દેશે 2 - image

બ્લેક હોલ શું હોય છે?

સૌથી પહેલા એ જાણવું મહત્વનું છે કે આ બ્લેક હોય આખરે શું હોય છે. બ્લેક હોલ એ એના નામ પ્રમાણે અંતરીક્ષમાં આવેલું કોઈ હોલ કે કાણું નથી પરંતુ તે એક ગ્રહ છે. જયારે બ્રહ્માંડનો કોઈ તારો વિનાશ થવાની કગારે હોય છે, ત્યારે તે ધીમે ધીમે સંકોચાવા લાગે છે અને તે બ્લેક હોલમાં ફેરવાય જાય છે. આ બાદ તે ખુબ તાકાતવર બની જાય છે જેથી તેની આસપાસની તમામ વસ્તુઓને તે પોતાના તરફ ખેંચવા લાગે છે એટલે એમ કહી શકાય તે આ તારા કે ગ્રહને ગળી જાય છે. બ્લેક હોલનું ગુરુત્વાકર્ષણ બળ વધુ હોય છે. તે પૃથ્વી તેમજ સુરજથી ખુબ જ મોટા હોઈ શકે છે. 

શું હોય છે વ્હાઈટ હોલ?

વ્હાઈટ હોલ બાબતે હાલ કોઈ ઠોસ સબુત તો નથી મળ્યા, પરંતુ વૈજ્ઞાનિકોની માનવું છે કે બ્લેક હોલ જ્યાં પૂરો થાય છે ત્યાંથી વ્હાઈટ હોલની શરૂઆત થાય છે. જેને વર્મહોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેવી રીત બ્લેક હોલ કોઈપણ અંતરીક્ષ પદાર્થના ટુકડાઓ કરી દે છે અને તેને અણુમાં બદલી દે છે. તેવી જ રીતે તેનાથી વિપરીત વ્હાઈટ હોલ કોઈપણ પદાર્થને ફરી જોડવાનું કામ કરી શકે છે. જો કે આ પ્રક્રિયામાં હજારો-કરોડો વર્ષો લાગી શકે છે. 

હાલ તો વૈજ્ઞાનિકો બ્લેક હોલની મિસ્ટ્રી ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બ્લેક હોલ પૂરી દુનિયા માટે ખુબ ખતરનાક છે કરાંજે તે સુરજને પણ ગળી જવાની ક્ષમતા રાખે છે. 



Google NewsGoogle News