આ છે રોબોટિક ઝાડ, હજારો લોકો માટે હવાને કરે છે શુદ્ધ, જાણો વિગતો
નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2019, બુધવાર
કાર, કારખાના અને જ્વાલામુખીથી થતા પ્રદૂષણને ઘટાડવા માટે મેક્સિકોના એંજીનિયરોએ રોબોટિક ઝાડ તૈયાર કર્યું છે. બાયોમિટેક કંપની દ્વારા બનાવાયેલા ઝાડને બાયોઅર્બન નામ આપવામાં આવ્યું છે. પ્રોટોટાઈપ મોડલ તરીકે તૈયાર કરવામાં આવેલું આ ઝાડ અસલી ઝાડ જેવું કામ કરે છે. તે વાયુમંડળથી પ્રદૂષિત હવાને અવશોષિત કરી સાફ કરી સાફ હવા છોડે છે. ખાસ કરીને સીનિયર સિટીઝન, સાઈકલિસ્ટ અને વોક કરતા લોકોને સ્વસ્છ હવા અને વાતાવરણ આપવામાં આ ઝાડ મદદ કરે છે.
1. બાયોઅર્બન રોબોટિક ટ્રીમાં ખાસ પ્રકારની સિસ્ટમ છે જે પ્રદૂષિત હવાને અવશોષિત કરે છે અને ટેકનોલોજીની મદદથી હવાને સાફ કરી ફરીવાર છોડે છે. આ ઝાડ અસલી ઝાડની જેમ જ કામ કરે છે. તે રોજ 2890 લોકોને શુદ્ધ હવા આપે છે.
2. 14 ફૂટ ઊંચા ઝાડનું સ્ટ્રક્ચર મેટલથી બનેલું છે. તેને એક લેબમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ ઝાડ માઈક્રો એલગીની મદદથી દૂષિત હવાને સાફ કરે છે અને 365 દિવસ ફોટોથિંસેસિસ પ્રક્રિયાની મદદથી સાફ અને સ્વચ્છ હવા છોડે છે. તેને બનાવનાર ઈંજીનિયર્સનું કહેવું છે કે આ ઝાડ 368 અસલી ઝાડ બરાબર કામ આપે છે.
3. જો કે આ ઝાડને અસલી ઝાડથી રિપ્લેસ કરવા માટે નહીં પરંતુ તેની મદદ માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ ઝાડને એવી જગ્યાએ લગાવવામાં આવ્યા છે જ્યાં લોકો વોક કરવા જતા હોય, સાઈકલિંગ કરતા હોય અથવા તો જ્યાં પબ્લિક ટ્રાંસપોર્ટની સંખ્યા વધારે હોય. આ ઝાડને પહેલા પ્યૂબેલા શહેરમાં લગાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં અંદાજે 35 લાખનો ખર્ચ થાય છે.