વોટ્સએપમાં હવે બિલ પેમેન્ટ
- {kuçkkR÷ rh[kso, økuMk-ÃkkðhLkwt rçk÷...
વોટ્સએપ પર ટૂંક સમયમાં આપણને વિવિધ પ્રકારના બિલનું પેમેન્ટ કરવાની સગવડ પણ
મળી જાય તેવી સંભાવના છે. વોટ્સએપના બીટા વર્ઝનમાં આ સગવડનું ટેસ્ટિંગ શરૂ થઈ ગયું
છે.
તમે જાણતા જ હશો કે વોટ્સએપમાં લાંબા સમયથી યુપીઆઇ આધારિત પેમેન્ટ સિસ્ટમ
લોન્ચ થઈ ગઈ હતી. પરંતુ વોટ્સએપને તેના તમામ યૂઝર્સને એક સાથે આ સવલત આપવાની છૂટ
મળી નહોતી. કંપની તબક્કાવાર અમુક નિશ્ચિત સંખ્યામાં વોટ્સએપના યૂઝર્સને યુપીઆઇ
પેમેન્ટ્સની સવલત આપી શકતી હતી.
આ વર્ષની શરૂઆતમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ વોટ્સએપને તેના
તમામ યૂઝર્સને યુપીઆઇ પેમેન્ટની સગવડ આપવાની છૂટ આપી.
આ કારણે હવે વોટ્સએપના ભારતમાંના પચાસ કરોડ જેટલા યૂઝર્સ, જો તેઓ પોતાના વોટ્સએપ એકાઉન્ટને યુપીઆઇ વ્યવસ્થા સાથે કનેક્ટ કરે તો એકમેક સાથે
વોટ્સએપમાંથી જ રૂપિયાની આપલે કરી શકે છે. અલબત્ત હાલમાં વોટ્સએપના યૂઝર્સ માત્ર
એકબીજાને પેમેન્ટ કરી શકે છે.
ફોનપે, ગૂગલપે, પેટીએમ વગેરે યુપીઆઇ એપમાં આપણે પોતાના મોબાઇલ રિચાર્જ કરવા, ઇલેક્ટ્રિસિટીનાં બિલ ભરવાં, ગેસ કનેકશન માટે પેમેન્ટ
કરવું વગેરે વિવિધ પ્રકારનાં બિલ પેમેન્ટ યુપીઆઇથી કરી શકીએ છીએ. એવી સગવડ હજી
વોટ્સએપમાં મળી નથી.
વોટ્સએપના બીટા વર્ઝનમાં આ માટેનું
ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે પરંતુ કંપની તરફથી હજી એ વિશે કોઈ સ્પષ્ટતા નથી.