Get The App

વોટ્સએપમાં સૌથી મોટું અપડેટ આવ્યું, હવે બીજી એપ પર મેસેજ મોકલી શકાશે, કોલિંગ પણ થશે

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
વોટ્સએપમાં સૌથી મોટું અપડેટ આવ્યું, હવે બીજી એપ પર મેસેજ મોકલી શકાશે, કોલિંગ પણ થશે 1 - image


Image Source: X

WhatsApp: વોટ્સએપમાં હવે નવું ફીચર આવી રહ્યું છે. આ ફીચર વોટ્સએપ યુઝર્સને થર્ડ પાર્ટી એપ્સ જેમ કે, ટેલિગ્રામ, સિગ્નલ, iMessage અને ગૂગલ મેસેજ પર મેસેજિંગ અને કોલની સુવિધા આપશે. મેટાએ વોટ્સએપમાં આ સર્વિસને ઈન્ટીગ્રેટ કરવાનો પ્લાન શેર કર્યો છે. કંપનીએ બ્લોગ પોસ્ટમાં કહ્યું કે, અમે યુઝર્સની પ્રાઈવસી અને સિક્યોરિટીને મેન્ટેઈન રાખનારી ટેક્નોલોજી પર કામ કરી રહ્યા હતા. આ સાથે જ મેટાએ એક ફોટો શેર કરીને એ પણ બતાવ્યું કે, વોટ્સએપ અને મેસેન્જરમાં થર્ડ પાર્ટી ચેટ્સ કેવું દેખાશે. 

વર્ષ 2027માં મળશે થર્ડ પાર્ટી એપ્સ માટે કોલિંગ ફીચર

મેટાએ કહ્યું કે, થર્ડ પાર્ટી ચેટ્સ વિશે યુઝર્સને નોટિફાય કરવા માટે વોટ્સએપ અને મેસેન્જરમાં નવી નોટિફિકેશન બનાવવામાં આવી છે. એ યુઝરને નવી મેસેજિંગ એપમાંથી આવનારા મેસેજ અંગે નોટિફાઈ કરશે. ખાસ વાત એ છે કે આમાં યુઝર્સ એ નક્કી કરી શકશે કે તેઓ કઈ થર્ડ પાર્ટી એપથી મેસેજ રિસીવ કરવા માગે છે. મેટાના જણાવ્યા પ્રમાણે યુઝર્સ એક જ ઈનબોક્સમાં તમામ મેસેજ જોઈ શકશે.

જો યુઝર્સ ઈચ્છે તો તેઓ થર્ડ પાર્ટી ચેટ્સ માટે અલગ ફોલ્ડર પણ બનાવી શકે છે. થર્ડ પાર્ટી એપ્સથી ચેટિંગ માટે યુઝર્સને ટાઈપિંગ ઈન્ડિકેટર, રીડ રિસિપ્ટ, ડાયરેક્ટ રિપ્લાય અને રિએક્શન જેવા 'Rich Messaging Feature' પણ મળશે. થર્ડ પાર્ટી કોલિંગ ફીચરની વાત કરીએ તો કંપનીએ કહ્યું કે તે વર્ષ 2027માં ઉપલબ્ધ કરાવવામાં આવશે. મેટાએ યુરોપિયન યુનિયનના ડિજિટલ માર્કેટ એક્ટ હેઠળ વોટ્સએપ અને મેસેન્જરમાં મોટા ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે.

જો કે ટૂંક સમયમાં આ જ પ્રકારનું ફીચર ભારતીયોને પણ મળશે. એટલે આ વાત અહીં જણાવી રહ્યા છીએ. 

ગ્રૂપ ચેટમાં મળશે કોલ લિંક ફીચર

વોટ્સએપ ટૂંક સમયમાં ગ્રૂપ ચેટમાં કોલ લિંકનું ફીચર ઓફર કરશે. વોટ્સએપના આ અપકમિંગ ફીચરની જાણકારી WABetaInfoએ આપી છે. રિપોર્ટ પ્રમાણે આ ફીચરની મદદથી યુઝર્સ ગ્રૂપ ચેટમાં જ કોલ લિંક ક્રિએટ કરી શકશે. આ ફીચરની ખાસ વાત એ છે કે તેના દ્વારા કરવામાં આવેલ કોલ યુઝર્સને રીંગ કર્યા વગર જ શરૂ થઈ જશે.

આ ફીચર ગૂગલ મીટ જેવું જ છે, જેમાં યુઝર્સ અન્ય મેમ્બર સાથે એક લિંક દ્વારા કનેક્ટ થાય છે. WABetaInfoએ આ ફીચરને વોટ્સએપ બીટા ફોર એન્ડ્રોઈડ 2.24.19.14માં જોયુ છે. બીટા ટેસ્ટિંગ પૂર્ણ થયા બાદ આ ફીચરને ગ્લોબલ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.


Google NewsGoogle News