Get The App

વોટ્સએપ આવ્યું મોટું બગ: આપોઆપ એકાઉન્ટ્સ થઈ રહ્યાં લોગ આઉટ, આ ફીચરને તરત જ એક્ટિવ કરો

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
વોટ્સએપ આવ્યું મોટું બગ: આપોઆપ એકાઉન્ટ્સ થઈ રહ્યાં લોગ આઉટ, આ ફીચરને તરત જ એક્ટિવ કરો 1 - image

વોટ્સએપ આવ્યું મોટું બગ: આપોઆપ એકાઉન્ટ્સ થઈ રહ્યાં લોગ આઉટ, આ ફીચરને તરત જ એક્ટિવ કરો

નવી મુંબઇ,તા. 11 જાન્યુઆરી 2024, ગુરુવાર 

વોટ્સએપમાં આજકાલ નવા ફીચર્સ આવી રહ્યાં છે. કંપની યુઝર્સને પડતી મુશ્કેલી મુજબ જરૂર પ્રમાણે અપડેટ પણ આપી રહી છે પરંતુ એકાએક આજે મેટાની માલિકીના WhatsAppમાં એક મોટા બગના સમાચાર છે. વોટ્સએપમાં એક મોટો બગ આવ્યો છે જેના કારણે લોકોના એકાઉન્ટ ઓટોમેટીક લોગ આઉટ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા એક્સ સહિતના પ્લેટફોર્મ પર ઘણા યુઝર્સે આ અંગે ફરિયાદ કરતા કંપનીએ તપાસ શરૂ કરી છે.

શું તમે પણ આ બગના ભોગ બન્યા છો ? તમારૂં એકાઉન્ટ પણ આપોઆપ લોગઆઉટ ગયું છે ? ફોન અને ડેસ્કટોપ પરથી WhatsApp એકાઉન્ટ્સ આપમેળે લોગ આઉટ થઈ રહ્યા છે ? આ બગમાં સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે લોગ આઉટ કર્યા પછી ફરીથી લોગિન કરવા માટે 6 અંકનો OTP પણ નથી માંગવામાં આવી રહ્યો, જોકે આ લોગ ઈન સિક્યોરિટી માટે ફરજિયાત છે.

કોડ વગર વોટ્સએપ એકાઉન્ટ લોગ ઈન થઈ શકે નહિ અને જો હાલના બગમાં જો આવું થઈ રહ્યું છે તો તે યુઝર્સના એકાઉન્ટની સુરક્ષા માટે ખતરો માનવામાં આવી રહ્યો છે. લોગ આઉટ કર્યા બાદ યુઝર્સના સિક્યોરિટી કોડ પણ બદલાઈ રહ્યા છે. એન્ડ્રોઇડ, iOS અને વેબના ત્રણેય યુઝર્સને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

વોટ્સએપે હજુ સુધી આ બગને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ તેના સપોર્ટ પેજ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, જો WhatsAppને લાગે છે કે સુરક્ષામાં કોઈ સમસ્યા છે તો તે આપમેળે એકાઉન્ટને લોગઆઉટ કરી શકે છે. જોકે આ કામ WhatsApp દ્વારા કરવામાં આવ્યું નથી. નિયમ અનુસાર ફક્ત લિંક કરેલ ડિવાઈઝમાંથી જ લોગઆઉટ કરવામાં આવે છે, પ્રાઈમરી ડિવાઈઝમાંથી લોગ આઉટ કંપની કરતી નથી. તેથી હાલ પ્રારંભિક ધોરણે આ સમસ્યાને બગ માનવામાં આવી રહ્યું છે. અમુકનું માનવું છે કે આ WhatsAppના બીટા ટેસ્ટિંગનો એક ભાગ છે. વાસ્તવમાં વોટ્સએપમાં ટેલિગ્રામની જેમ લોગઆઉટ ફીચર આવવાનું છે.

તમારૂં એકાઉન્ટ કેવી સુરક્ષિત કરશો ?

હાલમાં ઓટોમેટિક લોગઆઉટની સમસ્યાનું કોઈ સમાધાન નથી, પરંતુ તમે તમારા એકાઉન્ટને સુરક્ષિત કરવા માટે અમુક સ્ટેપ ફોલો કરી શકો છો. તમારે તમારા WhatsApp પર ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલુ કરવું જોઈએ. સિક્યોરિટી સુનિશ્ચિત કરવા માટેના આ ફીચરનો ફાયદો એ થશે કે કોડ વગર તમારું એકાઉન્ટ લોગ ઈન નહીં થઈ શકે.

કેવી રીતે Two Factor Authentication ચાલુ કરવું ?

  • WhatsApp Settingમાં જાઓ.
  • હવે Account વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે ટુ સ્ટેપ વેરિફિકેશન વિકલ્પ જોવા મળશે.
  • તેના પર ક્લિક કરો અને તેને ચાલુ કરો.
  • અહીં તમને 6 અંકનો PIN પૂછવામાં આવશે.
  • દરેક વખતે લોગ-ઇન માટે આ પિન વારંવાર માંગવામાં આવશે, તેથી તેને અવશ્ય યાદ રાખો.

Google NewsGoogle News