હવે વાઈ-ફાઈથી નહીં થઈ શકે ઘરમાં જાસૂસી, નાગરિકોને મળશે સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમ BharOSનું સુરક્ષા કવચ
સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ યુજર તેની પ્રાઈવસી અને સિક્યુરિટીને મજબૂત કરી શકશે
જે ફ્રી અને ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે વિકસાવવામાં આવી છે
Image Twitter |
તા.17 ડિસેમ્બર 2023, રવિવાર
'BharOS' The indian operating system : છેલ્લા કેટલાક સમયથી વાઈ-ફાઈ દ્વારા ચીન જાસુસી કરી રહ્યું હોવાના સમાચાર સાંભળવા મળી રહ્યા છે. હાલ વાઈ-ફાઈ રાઉટરમાં ચાઈનીઝ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેથી ચીન તેના દ્વારા જાસુસી કરે છે, પરંતુ હવે સરકાર દ્વારા BharOS નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે એક સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે. જેના કારણે હવે યુજર પોતાની સિક્યુરિટી અને પ્રાઈવસી મજબૂત રાખી શકશે.
મજબૂત થશે યુજરની સિક્યુરિટી અને પ્રાઈવસી
એવુ કહેવામાં આવે છે કે સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ યુજરની પ્રાઈવસી અને સિક્યુરિટીને મજબૂત બનાવશે. BharOS એક ભારત સરકાર ફંડેડ પ્રોજેક્ટ છે, જે ફ્રી અને ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે બનાવવામાં આવી છે. હવે સરકારી અને પબ્લિક સિસ્ટમમાં તેનો ઉપયોગ કરી વિદેશી ઓપરેટિંગ સિસ્ટમ પરની નિર્ભરતા ખત્મ કરવામાં આવશે.
હવે વાઈ-ફાઈથી નહી થાય જાસુસી
આઈઆઈટી મદ્રાસ દ્વારા BharOS ને વિકસાવવામાં આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં અલગ અલગ કામ માટે અલગ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમ કે વાઈ-ફાઈ માટે અલગ OS નો સપોર્ટ આપવામાં આવશે. એટલે હવે વાઈ-ફાઈ દ્વારા જાસુસી નહી થઈ શકે.