PDF ફાઈલ ડાઉનલોડ કરો છો તો જાણીલો સિક્યુરિટી ટિપ્સ, નહીતર થશે શકે છે ખાતું ખાલી!

PDF ફાઈલ ડાઉનલોડ કરતી વખતે સતર્ક રહેવું જરુરી છે, કારણ કે તેમા ક્યારેક વાયરસ હોવાની સંભાવના રહે છે

પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરો છો ત્યારે તેના ઓથેન્ટિક સોર્સથી રિસીવ કરવી ખૂબ જરુરી છે

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
PDF ફાઈલ ડાઉનલોડ કરો છો તો જાણીલો સિક્યુરિટી ટિપ્સ, નહીતર થશે શકે છે ખાતું ખાલી! 1 - image


Safety Tips PDF File : ડિઝિટલ યુગમાં દરેક કામને વેગ મળી રહ્યો છે. તો વળી કેટલીક જગ્યાએ પેપરલેસ એટલે કે ડિઝિટલ પ્લેટફોર્મ પર કામ થઈ રહ્યું છે. અને તેમા પણ મોટાભાગના કામમોમાં PDF ફાઈલનો ઉપયોગ થતો હોય છે. જેમ કે કોઈ સૂચનાઓ, પ્રસનલ ડોક્યુમેન્ટ, ન્યુઝ પેપર વગેરેની માહિતી મોકલવા માટે અથવા સંગ્રહ કરવા માટે થાય છે. પરંતુ PDF ફાઈલ ડાઉનલોડ કરતી વખતે સતર્ક રહેવું જરુરી છે. કારણ કે ઓનલાઈન ઉપલબ્ધ ફાઈલોમાં મોટા પ્રમાણમાં જોખમો રહેલા છે. અજાણ્યા અને અપ્રમાણિત સોર્સમાંથી  પીડીએફ ડાઉનલોડ કરવાથી તમારો ફોન કોઈ માલવેરથી ઈંજેક્ટ થઈ શકે છે. તેથી પીડીએફ ડાઉનલોડ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે.

વાયરસ માટે સ્કેન કરો

પીડીએફ ફાઈલમાં વાયરસ અથવા માલવેર હોઈ શકે છે, જે તમારા કોમ્પ્યુટર અથવા મોબાઈલ ડિવાઈસને નુકસાન પહોંચાડી શકે છે. એટલે ડાઉનલોડ કરતાં પહેલા એન્ટીવાયરસ સોફ્ટવેરની મદદથી તેને સ્કેન કરવી ખૂબ જરુરી છે. 

ઓથેન્ટિક સોર્સ

જ્યારે પણ તમે પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરો છો ત્યારે તેના ઓથેન્ટિક સોર્સથી રિસીવ કરવી ખૂબ જરુરી છે. એટલે જે સોર્સ પર તમને વિશ્વાસ હોય ત્યાથી જ ડાઉનલોડ કરો. કારણ કે કેટલીક પીડીએફમાં વાયરસ હોવાની સંભાવના રહેલી હોય છે. તેના માટે તમે અધિકૃત વેબસાઈટ, પ્રમાણભૂત સોર્સ અથવા પ્રસિદ્ધ પ્લેટફોર્મ પરથી જ ફાઈલ ડાઉનલોડ કરો. 

ક્લિક કરતી વખતે સાવધાન રહો

ઈન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે પીડીએફ ફાઈલની લિંક પર ક્લિક કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું જરુરી છે. કારણ કે કેટલીકવાર પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવાના નામે કોઈ ફર્જી લિંક પર ક્લિક કરાવતા હોય છે, જેથી કરીને તમારા ડિવાઈસનું એક્સેસ લઈ શકે. 

લિંક અને પોપ-અપથી રહો સાવધાન

શંકાસ્પદ લિંક અથવા વારંવાર પોપ-અપની જાહેરાતોવાળી વેબસાઇટ્સ પરથી PDF ડાઉનલોડ કરતી વખતે સાવધાન રહેવું. બની શકે છે કે આ ખરાબ સામગ્રીના સંકેત હોઈ શકે છે. સાયબર ગુનેગારો ઈંફેક્ટેડ પીડીએફ ફાઇલો ડાઉનલોડ કરવા અથવા દૂષિત લિંક્સ પર ક્લિક કરવા માટે  યુઝર્સને ગેરમાર્ગે દોરવા લોભામણી જાહેરાતો આપતા હોય છે, જેના પર ક્યારેય વિશ્વાસ કરવો નહીં. પીડીએફ ડાઉનલોડ પરનું જોખમ ઓછુ કરવા માટે પોપ-અપ જાહેરાતોને તરત જ બંધ કરી દો. 


Google NewsGoogle News