For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઓનલાઈન ફ્રોડથી બચવા સરકારની ચેતવણી, ફેક બેંકિંગ અને સ્ટોક ટ્રેડિંગ એપથી સાવધ રહેવા નિર્દેશ

Updated: Apr 22nd, 2024

ઓનલાઈન ફ્રોડથી બચવા સરકારની ચેતવણી, ફેક બેંકિંગ અને સ્ટોક ટ્રેડિંગ એપથી સાવધ રહેવા નિર્દેશ
Image Envato 

Government Warning on online fraud:  ફોન બેંકિંગ માટે જો તમે એપનો ઉપયોગ કરતાં હોવ તો હવે તમારે સાવધાન રહેવાની જરુર છે. સરકારે એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સને યુનિયન બેંકની એક ફેક  એપથી સાવધાન રહેવા જણાવ્યું છે. યુનિયન બેંકની આ નકલી એપનું નામ Union-Rewards.apk છે. આ એપ યુનિયન બેંકની અસલી એપ જેવી જ  દેખાય છે. આ નકલી એપને તેમના ફોનમાં ઈન્સ્ટોલ કરવા માટે સાયબર ગુનેગારો યુઝર્સને રિવોર્ડસની લાલચ આપે છે. સરકારે તેના સાયબર સિક્યોરિટી એકાઉન્ટ Cyber Dost દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં યુનિયન બેંકની નકલી એન્ડ્રોઈડ એપથી સાવધાન રહેવા કહ્યું છે.

નકલી સ્ટોક ટ્રેડિંગ એપે પણ ટેન્શન વધાર્યું

આ જ મહિનામાં સાયબર દોસ્તે પણ iPhone યુઝર્સ માટે પણ એક ચેતવણી જાહેર કરી હતી. જેમાં યુઝર્સને નકલી સ્ટોક ટ્રેડિંગ એપ્સથી સાવધાન રહેવા જણાવ્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટમાં શેર કરવામાં આવેલા ફોટા પ્રમાણે આ નકલી સ્ટોક ટ્રેડિંગ એપનું નામ ગ્રુપ-એસ (Group-S)છે અને તે Chu Chi QuoC Huy દ્વારા પબ્લિશ કરવામાં આવી છે. આ સિવાય આવી અન્ય કેટલીક નકલી સ્ટોક ટ્રેડિંગ એપ્લિકેશન્સમાં INSECG, CHS-SES, SAAI, SEQUOIA અને GOOMI નો પણ સમાવેશ થાય છે. સાયબર દોસ્તે પોસ્ટમાં કહ્યું છે કે, યુઝર્સે સુરક્ષિત રહેવા માટે સેબીની રજિસ્ટર્ડ એપ્સ દ્વારા જ રોકાણ કરવા માટે જણાવ્યું હતું. આ સાથે સાયબર દોસ્તે રોકાણ માટે યુઝર્સને અજાણ્યા સોશિયલ મીડિયા ગ્રૂપથી દૂર રહેવાની સલાહ આપી છે. 

SBI એકાઉન્ટ હોલ્ડર્સના સાથે કૌભાંડ

ગયા વર્ષે સરકારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એકાઉન્ટ હોલ્ડર્સને ફેક SMS કૌભાંડોથી સાવધાન રહેવા જણાવ્યું હતું. આ કૌભાંડમાં હેકર્સ યુઝર્સને એક SMS મોકલીને પાન કાર્ડની ડિટેલ્સ અપડેટ કરવાનું કહેતા હતા. આ એસએમએસ પણ બેંકમાંથી આવતા એસએમએસ જેવો જ હતો. આમાં યુઝર્સને SMSમાં એક લિંક મોકલવામાં આવે છે અને કહેવામાં આવતું હતું કે, આપેલી લિંક દ્વારા તેમનો PAN અપડેટ નહીં કરવામાં આવે તો તેમનું SBI YONO એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવશે તેવુ કહી ડરાવવામાં આવતા હતા. સરકારના ફેક્ટ ચેકિંગ વિભાગે પણ SBI ખાતાધારકોને આવા નકલી SMSથી સાવધાન રહેવા કહ્યું હતું. 

Gujarat