Get The App

સાવધાન! તમારા ફોન પર TRAIના નામથી ફોન આવે તો આવી ભૂલ ના કરતા, નહીંતર ખાતું થઈ જશે ખાલી!

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
સાવધાન! તમારા ફોન પર TRAIના નામથી ફોન આવે તો આવી ભૂલ ના કરતા, નહીંતર ખાતું થઈ જશે ખાલી! 1 - image


Fake Calls : છેતરપિંડી કરનારાઓ રોજે રોજ છેતરપિંડીની નવી તરકીબો અજમાવતા રહે છે. હવે લોકો TRAI એટલે કે ટેલિકોમ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના નામે પણ છેતરપિંડી કરી રહ્યા છે. આ સ્કેમમાં છેતરપિંડી કરનાર ફોન નંબરને ડિસ્કનેક્ટ કરવા અંગે TRAIના નામે ગ્રાહકોને કોલ અથવા મેસેજ મોકલી રહ્યા છે. આ અંગે PIB ફેક્ટ ચેકે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે, અને X પર પોસ્ટ કરીને આ સ્કેમની વિગતો જાહેર કરી છે. 

આ પણ વાંચો : ગૂગલ પર ભૂલમાં પણ આ લાઇન સર્ચ કરશો... તો બેન્ક એકાઉન્ટ ખાલી થઈ જશે

TRAI ગ્રાહકોને કોઈ કોલ અને મેસેજ મોકલતી નથી

PIB Fact Check દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું છે કે, શું તમને પણ ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા તરફથી કોલ કરીને એવો દાવો કરવામાં આવે છે કે ફોનના અસામાન્ય વ્યવહારના કારણે તમારો મોબાઇલ નંબર થોડા જ સમયમાં બ્લોક થઈ જશે? તો આ કોલ્સ અને મેસેજ ફેક છે. ટ્રાઇ ગ્રાહકોને કોઈ કોલ કે મેસેજ મોકલી રહી નથી. આવી સ્થિતિમાં લોકોએ આવા ફેક કોલથી સાવધાન રહેવું જોઈએ.



TRAI તમારું સિમ બંધ નહીં કરી શકે

તમને જણાવી દઈએ કે TRAIએ ભૂતકાળમાં ઘણી વખત સ્પષ્ટ કર્યું છે કે, તમારો મોબાઇલ નંબર ફક્ત તે ટેલિકોમ કંપની દ્વારા જ સ્વિચ કરી શકાય છે, જેના સિમનો તમે ઉપયોગ કરી રહ્યા છો. બિલિંગ, KYC અથવા નંબરનો દુરુપયોગ જેવા સિમ સ્વિચ ઑફ કરવાના ઘણા કારણો હોઈ શકે છે. TRAI તમારું સિમ બંધ નહીં કરી શકે. તેથી, મોબાઈલ સ્વીચ ઓફ કરવાની ધમકી આપનારો કોલ ફ્રોડ છે. 

આ પણ વાંચો : લગ્નના આમંત્રણના નામે થઈ રહ્યાં છે સ્કેમ: વોટ્સએપ પર મેસેજ મોકલી બેન્ક એકાઉન્ટ ખાલી કરવામાં આવી રહ્યાં છે

છેતરપિંડીના કિસ્સામાં શું કરવું

તમારી સાથે આ પ્રકારનું ફ્રોડ થાય તો આવા કૉલ્સની તાત્કાલિક કાયદા અમલીકરણ એજન્સીઓને જાણ કરવી જોઈએ. ભારત સરકારના સંચાર સાથી ચક્ષુ પોર્ટલ પર તરત જ તેનો રિપોર્ટ કરો. જો તમારી સાથે કોઈ છેતરપિંડીની ઘટના બની હોય, તો તરત જ 1930 પર કોલ કરો. TRAI ક્યારેય કોઈને બોલાવતી નથી. તેમજ ક્યારેય પૈસા માંગવામાં આવતા નથી.


Google NewsGoogle News