CES 2025: હેલ્થ ચેકઅપ ડિવાઇઝથી રસ્તાના ખાડા કૂદી શકે તેવી ટેક્નોલોજી ધરાવતી કાર
CES 2025: લાસ વેગાસમાં ચાલી રહેલાં દુનિયાના સૌથી મોટા કન્ઝ્યુમર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ (CES) શૉમાં આ વર્ષે પણ ઘણાં ઇનોવેશન જોવા મળ્યાં છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ હવે દરેક ક્ષેત્રમાં થવા લાગ્યો છે, પછી એ મોબાઇલ હોય, ટીવી હોય કે કાર. CES 2025માં આ વર્ષે લોન્ચ થયેલી કેટલીક ટેક્નોલોજી પર નજર કરીએ.
બોડી સ્કેનર મિરર
ઓમનિયા દ્વારા A 360° AI પાવર્ડ બોડી સ્કેનર મિરર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ડિવાઇઝની મદદથી યુઝરની બોડીનું વજન, હાર્ટ રેટની સાથે ઓવરઓલ હેલ્થ વિશેની માહિતી પણ જાણી શકાય છે. આ ડિવાઇઝ યુઝરને તેના વજન પ્રમાણે ફિટનેસ ગોલ પૂરા કરવા માટે મદદ કરશે. યુઝરની બોડીને સ્કેન કર્યા બાદ કેવી રીતે ફિટનેસ જાળવી રાખવી એ માટેની માહિતી આપવામાં આવશે.
રોબોરોક્સ સરોસ Z70
રોબોરોક્સ સરોસ Z70 એક રોબોટિક વેક્યુમ છે. આ ડિવાઇઝ કચરો સાફ કરવાનો તેમજ પોતાના રોબોટિક આર્મ વડે રસ્તામાં આવતી કોઈ પણ વસ્તુને ઉંચકીને સાઇડ પર મૂકી દેવાનો છે. મોટાભાગના વેક્યુમ રોબોટમાં સેન્સરની મદદથી રસ્તામાંથી સાઇડ થઈ જવામાં આવે છે, પરંતુ આ ડિવાઇઝ રમકડાંને ઉંચકીને સાઇડ પર મૂકી દઈ છે અને ત્યાં પણ સાફ કરે છે.
હોલિડે ગ્લાસીસ
આ એક ફ્યુચરિસ્ટિક સ્માર્ટ ગ્લાસીસ છે. સરળ ભાષામાં કહીએ તો, આ ચશ્મા છે. જોકે આ કોઈ એવા તેવા ચશ્મા નથી. એ પહેરીને યુઝરને ઓગમેન્ટેડ રિયાલિટીનો અનુભવ થશે. દેખવામાં તો એ સિમ્પલ ચશ્મા લાગે છે, પરંતુ એ ગેમિંગ, એન્ટરટેઇનમેન્ટ અને પ્રોડક્ટિવિટી માટે બેસ્ટ છે. આ ચશ્મા મીટિંગ માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ચશ્મામાં એક નાનકડી ડિસ્પ્લે પણ આપવામાં આવી છે જેને ફક્ત પહેરનાર જોઈ શકે છે. તેમ જ આ ચશ્મા રિયલમાં થતી વાતચીત સાંભળે છે અને એના જવાબ પણ આપે છે. આથી સવાલ-જવાબ દરમિયાન ચશ્મા ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. એની એક વિશેષતા એ પણ છે કે ટ્રાન્સલેશન પણ એ રિયલ-ટાઇમમાં કરે છે.
સુપરકમ્પ્યુટર
NVIDIAએ પ્રોજેક્ટ ડિજિટ્સ લોન્ચ કર્યો છે. આ એક સુપરકમ્પ્યુટર છે જે ફક્ત 3000 અમેરિકન ડોલરમાં આવશે. આ સુપરકમ્પ્યુટરનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે. રોબોટ બનાવતાંથી લઈને કારમાં કોઈ પણ જગ્યાએ થઈ શકે છે. આ ડિવાઇઝ નોર્મલ કમ્પ્યુટર્સ કરતાં એક હજાર ગણું ઝડપમાં અને પાવરફૂલ રીતે કામ કરે છે.
BYD સુપરકાર
ચાઇનીઝ કાર મેકર્સ કંપની BYDએ તેમની સુપરકાર લોન્ચ કરી છે. આ કારનું નામ યેન્ગવેન્ગ U9 છે. આ કારની ડિઝાઇન અને સ્પીડ કોઈ પણ કારને માત આપે એવી છે. જોકે આ માટે એને સુપરકાર કહેવામાં નથી આવી રહી. આ કારની વિશેષતા એ છે કે રસ્તામાં જો કોઈ ખાડા આવ્યા, અથવા તો કોઈ પણ પ્રકારના ખિલા, અથવા તો કોઈ બમ્પર કે કંઈ આવ્યું તો કાર કૂદકા મારશે. આ કાર ચાલતી હોય ત્યારે 6 મીટર સુધીનો કૂદકો મારી શકે છે. આથી ખાડામાં કાર પડવાનું ટેન્શન જ જતી રહે. જોકે આ કાર કૂદકો પણ એવી રીતે મારે છે કે એમાં બેસેલા વ્યક્તિને એની એટલી અસર પણ નહીં થાય. ભારતમાં આ કાર લાવવામાં આવી તો એ રસ્તા પર ચાલવા કરતાં હવામાં વધુ રહેશે. અને ચોમાસામાં તો આ કારને ભારતમાં ચલાવવું એ એક ટાસ્ક સાબિત થઈ શકે છે.
ત્રણ કેમેરાવાળી પેન
હાલમાં જ એક કાગળ પર લખવા માટેની પેન લોન્ચ કરવામાં આવી છે. આ પેનમાં ત્રણ કેમેરા છે. આ પેનની ખાસિયત એ છે કે એના દ્વારા જે લખવામાં આવે છે, અથવા તો જે સ્ટાઇલમાં ચિત્ર દોરવામાં આવે છે, એ સ્ટાઇલનું હૂબહૂ યુઝરના મોબાઇલમાં કોપી જોવા મળશે. આથી યુઝર કાગળ પર જે લખશે, એની એક કોપી તેના ફોનમાં પણ જોવા મળશે.
આ પણ વાંચો: CES 2025: સુપરકોમ્પ્યુટરથી સ્માર્ટ ડોર સુધી ભવિષ્યની ટૅક્નોલૉજી ટ્રેન્ડ્સની ઝલક
NVIDIA Cosmos
NVIDIA Cosmosને આ એક વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ કહી શકાય છે. જોકે આ એક ઓપન સોર્સ વિડિયો વર્લ્ડ મોડલ છે. એનો ઉપયોગ વિવિધ પ્રકારના રોબોટમાં કરવામાં આવી શકે છે. પ્રોફેશનલ, અથવા તો કોઈ પણ પ્રકારના રોબોટ જેનાં માટે આ કોસમોસ ડિવાઇઝનો ઉપયોગ કરી શકાય છે. ખાસ કરીને પોઇન્ટ ઓફ વ્યુ વિડિયો માટે આ ડિવાઇઝનો ઉપયોગ થઈ શકે છે. એટલે કે એક રોબોટ ચાલતો હોય તો તે શું જોઈ રહ્યો છે એ જોવા માટે.
પોર્ટલગ્રાફ
આ એક 3D પ્રિન્ટર છે. આ પ્રિન્ટરની મદદથી ડિવાઇઝ હાઇ રિઝોલ્યુશન 3D ઇમેજ બનાવશે અને એને પ્રોજેક્ટ પણ કરશે. એટલે કે એક પ્રોજેક્ટરની જેમ એ ઇમેજને રજૂ કરશે. આ ડિવાઇઝનો ઉપયોગ કોઈ પ્રોડક્ટ, અથવા તો વસ્તુ, કેવી બને છે અને કેવી દેખાશે, એ ચેક કરવા માટે ખૂબ જ સારી રીતે થઈ શકે છે.
સેમસંગ વિઝન AI ટીવી
સેમસંગ દ્વારા વિઝન AI ટીવી લોન્ચ કરવામાં આવ્યા છે. આ ટીવીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીવી મોબાઇલની જેમ રિયલ-ટાઇમ ટ્રાન્સલેશન કરશે. આથી કોરિયન શો જોનાર વ્યક્તિને હવે સબટાઇટલ ઇંગ્લિશમાં વાંચવાની જરૂર નહીં પડે. તેઓ શોને જ ઇંગ્લિશમાં સાંભળી પણ શકશે. આ સાથે જ, યુઝર કેવા પ્રકારનું કન્ટેન્ટ જોઈ રહ્યો છે, એના આધારે પિક્ચર ક્વોલિટી પણ ઓટોમેટિક એડજસ્ટ થશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા વોઇસ કન્ટ્રોલ અને રિકોમેન્ડેશન ફીચર પણ આપવામાં આવ્યા છે.
NVIDIA GB200 NVL
NVIDIA દ્વારા એક હાઇ-પર્ફોર્મન્સ ગ્રાફિક્સ કાર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. એનો ઉપયોગ ખાસ કરીને ગેમિંગ માટે અને કન્ટેન્ટ ક્રિએશન માટે કરી શકાય છે. જોકે આ સાથે જ ગ્રાફિક્સનો ઉપયોગ જ્યાં વધુ થતો હોય, એ દરેક ક્ષેત્રમાં આ ડિવાઇઝનો ઉપયોગ કરી શકાય છે. આ સુપરચિપમાં 72 ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ અને 130 ટ્રાન્સિસ્ટર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગ્રાફિક્સ કાર્ડ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી અદ્ભુત પર્ફોર્મન્સ આપે છે.