આઇફોન 16ની ડિલિવરી શરૂ થાય એ પહેલાં જ રિયલમી એ કોપી કર્યું કેમેરા કન્ટ્રોલ બટન

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
આઇફોન 16ની ડિલિવરી શરૂ થાય એ પહેલાં જ રિયલમી એ કોપી કર્યું કેમેરા કન્ટ્રોલ બટન 1 - image


Camera Button Copy: એપલે નવમી સપ્ટેમ્બરે નવી આઇફોન 16 સિરીઝ લોન્ચ કરી હતી. આ નવા આઇફોનની ડિલિવરી શરૂ થાય એ પહેલાં તો એની કોપી પણ કરવાની શરૂ થઈ ગઈ છે. એપલ દ્વારા આઇફોન 16માં કેમેરા કન્ટ્રોલ બટનને લોન્ચ કરવામાં આવ્યું છે. આ બટનને હવે કોપી કરવામાં આવ્યું છે.

રિયલમીએ કર્યું કોપી

એપલ ઇન્ટેલિજન્સની સાથે કેમેરા કન્ટ્રો બટન પર ચર્ચાનો વિષય છે. આ બટનને કારણે મોબાઇલને સ્માર્ટ પ્રોફેશનલ કેમેરાની જેમ ઉપયોગ કરી શકાય છે. આ બટન ફોકસ કરવાની સાથે ઘણા અન્ય કામ પણ કરી શકે એવી આશા રાખવામાં આવી રહી છે. જોકે આ બટનને રિયલમી દ્વારા કોપી કરવામાં આવી રહ્યું છે. વાઇસ પ્રેસિડન્ટ અને ચીફ માર્કેટિંગ ઓફિસર Chase Xu દ્વારા એક નાનકડો ટીઝર વિડિયો શેર કરવામાં આવ્યો છે. આ વિડિયો ચાઇનિઝ સોશિયલ મીડિયા વેઇબો પર શેર કરવામાં આવ્યો છે. એમાં એપલ જેવું જ બટન જોવા મળી રહ્યું છે. આ મોડલ હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યું, પરંતુ એ અંડર ડેવલપમેન્ટ છે. રિયલમીના ફોનમાં જે બટન છે એ આઇફોન 16માં જ્યાં છે ત્યાં આપવામાં આવ્યું છે. તેમ જ ઝૂમ ઇન અને આઉટ અને ફોટો ક્લિક કરવાનું પણ એકસરખું જ છે.

આઇફોન 16ની ડિલિવરી શરૂ થાય એ પહેલાં જ રિયલમી એ કોપી કર્યું કેમેરા કન્ટ્રોલ બટન 2 - image

રિયલમીની સાથે અન્ય કંપનીઓ પણ કરશે કોપી

રિયલમીએ આ બટન કોપી કર્યું હોવાથી હવે દુનિયાભરની કંપનીઓ એને કોપી કરવાનું શરૂ કરી દેશો. રિયલમી બાદ ચીનની હવાઈ, અને ઓનર જેવી કંપનીઓ પણ એ બટન કોપી કરવાનું શરૂ કરશે. આ રેસમાં ગૂગલ અને સેમસંગ પણ પાછળ રહે એવું નથી લાગતું. તેઓ પણ બહુ જલદી આ બટનને કોપી કરવાનું શરૂ કરી શકે છે.

આ પણ વાંચો: ઓનલાઇન ગેમિંગનું ચલણ જોરમાં, એના પર દેખરેખ રાખવા નવી પેનલ બનાવી શકે છે મોદી સરકાર

આ પહેલાં પણ કરવામાં આવ્યુ છે કોપી

એપલને ઘણી વાર તેના નિર્ણયના કારણે ટ્રોલ કરવામાં આવે છે. જોકે એમ છતાં દરેક કંપનીઓ તેમને ફોલો કરે છે. ઓપ્પો દ્વારા સૌથી પહેલાં ફોનમાંથી હેડફોનનું જેક કાઢી નાખ્યું હતું, પરંતુ એપલ દ્વારા એને ખૂબ જ પોપ્યુલર કરવામાં આવ્યું હતું. એપલની ડિઝાઇન હોય કે પછી ટોપ પર આવેલું નોચ હોય કે પછી ડાયનામિક આઇલેન્ડ કેમ ન હોય. દરેક વસ્તુ એપલની કોપી કરવામાં આવી છે. એપલે સૌથી પહેલાં ફોનના બોક્સમાં એડેપ્ટર આપવાનું બંધ કર્યું હતું. ત્યાર બાદ ઘણી કંપનીઓ એને ફોલો કરે છે. હવે, એપલનું કમેરા કન્ટ્રોલ બટનને પણ કોપી કરવામાં આવ્યું છે.


Google NewsGoogle News