Get The App

UPI સાઉન્ડ બોક્સમાં જાહેરાતો સાંભળતા તૈયાર રહેજો

Updated: Apr 10th, 2024


Google NewsGoogle News
UPI સાઉન્ડ બોક્સમાં જાહેરાતો સાંભળતા તૈયાર રહેજો 1 - image


- ËwfkLku ËwfkLku òuðk {¤íkk  UPI MkkWLz çkkuõMk{kt nðu hurzÞkuLke su{ ònuhkíkku Ãký þY ÚkE hne Au

અત્યારે આપણે કોઈ પણ રિટેઇલ સ્ટોરમાં યુપીઆઇ ક્યૂઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરીએ એટલે જો એ સાઉન્ડ બોક્સ હોય તો પેમેન્ટ સકસેસફૂલ થતાં સ્પીકર મારફત દુકાનદારને જાણ થઈ જાય કે ‘‘પેટીએમ પર … રુપયે પ્રાપ્ત હુએ…’’ ફોનપે એપ હોય તો અમિતાભ બચ્ચનના ઘેઘૂર અવાજમાં પણ પેમેન્ટ મળી ગયાના ધરપતભર્યા સમાચાર સાંભળી શકાય.

સારી ચાલતી રિટેઇલ શોપ પર સામાન્ય રીતે ગ્રાહકોની ભીડ વધુ હોય અને હવે વધુ ને વધુ લોકો યુપીઆઇથી પેમેન્ટ કરવા લાગ્યા છે. આથી દુકાનદારનું કામ થોડું મુશ્કેલ બન્યું હતું કેમ કે દરેક યુપીઆઇ પેમેન્ટ પછી તેમણે પોતાનો ફોન ખોલીને ખાતરી કરવી પડે કે ગ્રાહક તરફથી રૂપિયા આવી ગયા છે. સૌથી પહેલાં દુકાનદારોની આ સમસ્યા પેટીએમ કંપનીએ પારખી અને તેણે સાઉન્ડ બોક્સની ગિફ્ટ આપી. પરિણામે દુકાનદારોને દરેક પેમેન્ટની પોતાના ફોનમાં ખાતરી કરવાની ઝંઝટ રહી નહીં.

પેટીએમ કંપનીએ છેક ૨૦૧૯માં સાઉન્ડ બોક્સ લોન્ચ કર્યું હતું. એ પછી તો અન્ય સંખ્યાબંધ કંપનીઓ પણ પોતપોતાના સાઉન્ડ બોક્સ લોન્ચ કરવા લાગી.  ગૂગલે હવે છેક તેના ગૂગલ પ્લે પ્લેટફોર્મ આધારિત ‘સાઉન્ડપોડ’ લોન્ચ કર્યું છે. શરૂઆતમાં મર્યાદિત પાઇલોટ પ્રોગ્રામ બાદ આગામી મહિનાઓમાં ભારતભરમાં વેપારીઓને ગૂગલના સાઉન્ડપોડની સુવિધા મળવા લાગશે.

દરમિયાન હવે સમાચાર છે કે આ સાઉન્ડ બોક્સમાં પણ ઇનોવેશન આવી રહ્યું છે. પેટીએમ અને ફોનપે કંપની સાઉન્ડ બોક્સમાં જાહેરાતો ઉમેરીને તેમાંથી કમાણી કરવાની કોશિશમાં છે. મતલબ કે આપણે કોઈ મેડિકલ શોપમાં દવા ખરીદી કર્યા પછી યુપીઆઇથી પેમેન્ટ કરીશું, તો પેમેન્ટના કન્ફર્મેશન પછી સાઉન્ડ બોક્સમાંથી કોઈ કંપનીની જાહેરાત ગુંજી ઊઠશે અને આપણને ફલાણું શેમ્પૂ કે ટૂથબ્રશ કે અન્ય કોઈ એફએમસીજી પ્રોડક્ટ્સ ખરીદવા લલચાવવામાં આવશે!

અત્યારે આ કંપનીઓએ કેટલીક જાણીતી એફએમસીજી બ્રાન્ડના સાથમાં સાઉન્ડ બોક્સમાં જાહેરાતો ઉમેરવાનો પાઇલોટ પ્રોગ્રામ શરૂ કરી દીધો છે. મોટા ભાગે કોઈ વ્યક્તિ ક્યૂઆર કોડ દ્વારા પેમેન્ટ કરે ત્યારે નિશ્ચિત સંખ્યામાં ગ્રાહકો દ્વારા સફળ ટ્રાન્ઝેકશન્સ પછી ચાર-પાંચ સેકન્ડની ઓડિયો જાહેરાત સંભળાય તેવી શક્યતા છે.

હાલમાં દેશમાં એકાદ કરોડથી વધુ સાઉન્ડ બોક્સ ઉપયોગમાં લેવાતાં હોવાનો અંદાજ છે.

મોટા ભાગે વેપારીઓએ આવા સાઉન્ડ બોક્સનો ઉપયોગ કરવા માટે એક સમયની પ્રારંભિક સેટઅપ ફી ચૂકવવાની હોય છે. તે પછી દર મહિને રૂપિયા ૧૨૫ જેટલું ભાડું પણ આપવાનું હોય છે. જો સાઉન્ડ બોક્સમાં જાહેરાતોનો પ્રયોગ સફળ થશે તો એ માટે સંમતિ આપનારા વેપારીઓને ભાડાની રકમમાં રાહત મળે તેવી શક્યતા છે. આગળ જતાં વેપારીઓને જાહેરાતની આવકમાંથી થોડો ભાગ પણ મળી શકે છે. ટેકનોલોજીમાં ડેટાની મદદથી લગભગ બધા પ્રકારનું કસ્ટમાઇઝેશન શક્ય હોવાથી દુકાનની કેટેગરી અનુસારની તથા મોટા ભાગે ત્યાં વેચાતી ચીજવસ્તુઓની જ જાહેરાત સાઉન્ડ બોક્સ દ્વારા પ્રસારિત કરવામાં આવે તેવું બનશે.

જો આ પ્રયોગ સફળ થયો તો જેમ ટીવી પર સિરિયલ કે મેચ જેવા મૂળ કન્ટેન્ટનો ભાગ ઓછો અને જાહેરાતોનું પ્રમાણ વધુ હોય છે, મોટા ભાગની વેબસાઇટ્સ પર પણ જાહેરાતોની ભરમાર વચ્ચે મૂળ કન્ટેન્ટ શોધવા જવું પડે છે, એવો જ કંઈક ઘાટ દુકાનોમાં સાઉન્ડ બોક્સ પર પણ જોવા મળશે - આપણે તૈયાર રહેવું પડશે!


Google NewsGoogle News