Google Drive યૂઝર્સ માટે મહત્વના સમાચાર, નવા વર્ષથી બદલી જશે આ નિયમ

અત્યાર સુધી ગુગલ ડ્રાઈવ પર ડેટા સેવ કરવા માટે થર્ડ પાર્ટી કુકિઝની જરૂરીયાત રહેતી હતી

ડ્રાઈવ યુજર્સ માટે યુજેબિલિટી, સુરક્ષા અને ગોપનીયતામાં સુધારો લાવવા માટે કામ કરશે.

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
Google Drive યૂઝર્સ માટે મહત્વના સમાચાર, નવા વર્ષથી બદલી જશે આ નિયમ 1 - image
Image Freepic

તા. 18 ઓક્ટોબર 2023, બૂધવાર 

તમે તમારો ડેટા સુરક્ષિત રાખવા માટે જો ગુગલ ડ્રાઈવનો ઉપયોગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે 2 જાન્યુઆરી 2024થી ગુગલ ડ્રાઈવ સાથે જોડાયેલ કેટલાક મહત્વના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, આ બાબતે ગુગલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. 

મહત્વની જાહેરાત કરતાં ગુગલે કહ્યું છે કે, આગામી  2 જાન્યુઆરી 2024થી ફાઈલ ડાઉનલોડ કરવા માટે થર્ડ પાર્ટી કૂકીઝની જરુરીયાત ખત્મ થઈ જશે. આ નિયમ લાગુ થવાથી એવા યુજરને ઘણી રાહત મળી જશે, જેઓ તેમની ગોપનીયતા વિશે સતત ચિંતિત રહેતા હોય છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ગુગલ ડ્રાઈવ પર ડેટા સેવ કરવા માટે થર્ડ પાર્ટી કુકિઝની જરૂરીયાત રહેતી હતી, જે બ્રાઉઝિંગ એક્ટિવિટી ટ્રેક કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો.

થર્ડ પાર્ટી કૂકીઝને કરવામાં આવશે ડિસેબલ

જો તમારી પાસે સ્પેસિફિક વર્કફ્લો છે, જે ડ્રાઈવના ડાઉનલોડ URLપર આધારિત છે અથવા કોઈ એપનો ઉપયોગ કરતા હોવ કે, જે ડ્રાઈવના ડાઉનલોડ URLપર નિર્ભર છે, તો તમારે 2 જાન્યુઆરી સુધી ડ્રાઈવ અને ડોક્સ પબ્લિશિંગ ફ્લો પર સ્વિચ કરવું પડશે. આ ફેરફાર એટલા માટે છે કે જ્યારે પ્રાયવેસી વધારવા માટે Mozilla અને Apple ની આ રીતે કાર્યવાહી જોયા પછી Google તેના Chrome બ્રાઉઝરમાં ડિફોલ્ટ રુપે થર્ડ પાર્ટી કૂકીઝને ડિસેબલ કરવાની તૈયારી કરી રહ્યુ છે. 

સુરક્ષા અને ગોપનીયતામાં સુધારો લાવવા માટે કામ કરશે

ગૂગલે કહ્યું કે થર્ડ પાર્ટી કૂકીઝના ઉપયોગ વગર ડાઉનલોડ સર્વિસ ડ્રાઈવ યુજર્સ માટે યુજેબિલિટી, સુરક્ષા અને ગોપનીયતામાં સુધારો લાવવા માટે કામ કરશે. કંપનીએ કહ્યું કે વર્કસ્પેસ ફાઈલો (ગૂગલ ડોક્સ, શીટ્સ, સ્લાઈડ્સ અને ફોર્મ ફાઈલ ટાઈપ) માટે ફાઈલને ગૂગલડોક્સ  પબ્લિકશિંગ યુઆરએલનો ઉપયોગ કરે. આ ફેરફાર દરેક Google Workspace, કસ્ટમર્સ અને પર્સનલ ગૂગલ એકાઉન્ટવાળા યુજરને અસર કરશે. 

Google Drive યૂઝર્સ માટે મહત્વના સમાચાર, નવા વર્ષથી બદલી જશે આ નિયમ 2 - image


Google NewsGoogle News