Get The App

વોટ્સએપમાં બેંકિંગ સર્વિસ : કહી હા, કહીં ના

Updated: Mar 9th, 2025


Google News
Google News
વોટ્સએપમાં બેંકિંગ સર્વિસ : કહી હા, કહીં ના 1 - image


- MkkWËe çkUõMk{kt fMx{h fBÞwrLkfuþLk {kxu ðkuxTMkyuÃkLkk WÃkÞkuøk Ãkh «ríkçktÄ

એક તરફ ભારતમાં બેંકિંગ માટે વોટ્સએપનો ઉપયોગ સતત વધી રહ્યો છે ત્યારે હમણાં સમાચાર છે કે સાઉદી અરેબિયામાં તેનાથી ઊંધી દિશામાં પગલું લેવાયું છે. ભારતની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જેવી સાઉદી અરેબિયાની સાઉદી સેન્ટ્રલ બેંકે સાઉદી અરેબિયાની બધી બેંક પર કસ્ટમર્સ સાથે કમ્યુનિકેશન માટે વોટ્સએપ જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

ત્યાંની સેન્ટ્રલ બેંકના અભિપ્રાય અનુસાર બેંકિંગને લગતા કમ્યુનિકેશન માટે આ પ્રકારની એપ્સ ભરોસાપાત્ર નથી!

હવે સાઉદી અરેબિયાની બધી બેંકોએ કસ્ટમર્સ સાથેની વાતચીત માટે તેમની પોતાની એપ કે વેબસાઇટમાં જ લાઇવ ચેટ કે ચેટબોટની સુવિધા ઉમેરીને તેના પર આધાર રાખવો પડશે.

ભારતની જેમ સાઉદી અરેબિયામાં પણ વિવિધ પ્રકારના ઓનલાઇન ફ્રોડ માટે વોટ્સએપ જેવી એપ્સનો ઉપયોગ સતત વધી રહ્યો છે. તેના અનુસંધાને સાઉદીની સેન્ટ્રલ બેંકે આ પગલું ભર્યું છે.

આપણા દેશની વાત કરીએ તો હવે મોટા ભાગની બેંક આપણને અનેક પ્રકારની સુવિધાઓ વોટ્સએપ પર આપવા લાગી છે. આપણે પોતાના બેંક એકાઉન્ટ્સમાં બેલેન્સ જાણવાથી લઇ, લોન પ્રોસેસ શરૂ કરવા જેવાં કેટલાંય એકશન્સ વોટ્સએપ પર જે તે બેંકના ઓફિશિયલ નંબર પર ફક્ત ‘હાઇ’ મેસેજ મોકલીને શરૂ કરી શકીએ છીએ.

આવી સુવિધાઓ આપવા માટે જે તે બેંક વોટ્સએપની બિઝનેસ એપીઆઇ સર્વિસનો લાભ લે છે. તેની મદદથી ઓટોમેટેડ કમ્યુનિકેશન સિસ્ટમ ગોઠવી શકાય છે.

આથી આપણે વોટ્સએપ પર બેંકના નંબર પર ‘હાઇ’ કહીએ એ સાથે આપોઆપ બેંક તરફથી વોટ્સએપ પર ઉપલબ્ધ સુવિધાઓનું મેનૂ ઓપન થઈ જાય છે અને આપણે તેમાંથી પોતાની પસંદગી અનુસાર વિકલ્પ પસંદ કરીને આગળ વધી શકીએ છીએ. વોટ્સએપ પર બેંક સાથેની આ વાતચીત બેંકમાં રજિસ્ટર્ડ આપણા મોબાઇલ નંબર પરથી થતી હોય તેથી બેંકની સુવિધાઓ મેળવવા માટે આપણે નેટબેંકિંગ કે એપમાં લોગઇન કરવાની જરૂર રહેતી નથી.

આ સુવિધાઓ સલામત છે કેમ કે તેમાં જે કોઈ સર્વિસનો લાભ લઈ શકાય છે તે બધામાં રૂપિયાની લેવડદેવડ સામેલ હોતી નથી. માત્ર માહિતીની આપલે થાય છે. આપણે ફક્ત પોતાનું બેંક બેલેન્સ જાણવું હોય તો એટલા માટે બેંકની એપમાં કે નેટબેંકિંગમાં લોગઇન થવા માટે યૂઝરનેમ-પાસવર્ડ તથા ટુ-સ્ટેપ વેરિફિકેશનના કોઠા ભેદવા મુશ્કેલ અને ઝંઝટભર્યા હોય છે. તેની સામે વોટ્સએપમાં ફટાફટ એક ટૂંકો મેસેજ મોકલીને એક-બે ક્લિકમાં કામ પતાવી શકાય છે.

મહત્ત્વનું એ કે આપણે પોતાની બેંકનો વોટ્સએપ નંબર ફક્ત બેંકની ઓફિશિયલ વેબસાઇટ કે એપ પરથી જાણીને એ નંબર ફોનમાં સેવ કરીએ. ઉપરાંત બેંકનો વોટ્સએપ એકાઉન્ટ વેરિફાઇડ હોવાની ખાતરી આપતો બ્લૂ ટિક માર્ક વોટ્સએપમાં બેંકના નામ પછી જોવા મળે તેની ખાતરી કરવી જોઇએ. યાદ રાખશો કે આ બ્લુ ટિક માર્ક બેંક એકાઉન્ટના પ્રોફાઇલ પિકચર સ્વરૂપે નહીં પરંતુ બેંકના નામ પછી હોવો જોઇએ.

વોટ્સએપ પર આપણને ફસાવવા માગતા લોકો પ્રોફાઇલ પિક્ચરમાં બેંકનો લોગો કે બ્લૂ ટિક માર્ક જેવી કોઈ પણ ઇમેજ બહુ સહેલાઈથી સેટ કરી શકે છે. જ્યારે બેંકના નામ પછીનો બ્લૂ ટિક માર્ક વોટ્સએપ કંપની દ્વારા એ એકાઉન્ટ ખરેખર બેંકનું હોવાની ખાતરી થયા પછી ઉમેરાય છે.

એ પણ યાદ રાખવા જેવું છે કે હવે વોટ્સએપમાં યુપીઆઇ આધારિત પેમેન્ટ સર્વિસ તમામ યૂઝરને ઉપલબ્ધ થઈ ગઈ છે. આથી આપણે પોતાનું બેંક એકાઉન્ટ વોટ્સએપની પેમેન્ટ સર્વિસ સાથે કનેક્ટ કરીને વોટ્સએપમાં જ મેસેજની જેમ રૂપિયાની આપલે કરી શકીએ છીએ. આ વાત અને વોટ્સએપમાં બેંક સાથેનું ચેટિંગ એ બંને તદ્દન અલગ બાબત છે.

Tags :
Science-and-TechnologyWhatsApp

Google News
Google News