તમામ મોબાઈલ યુઝર્સ સાવધાન! આજે જ બંધ કરી દો આ સેટિંગ્સ, નહીંતર ખાતું ખાલી થઈ જશે!
લોકેશનની મદદથી સામેવાળાના ફોનની કેટલીક એપ વિશે માહિતી મેળવી શકાય છે
તમારા ફોનનું લોકેશન બંધ રાખવું જોઈએ, તેમજ દરેક એપ વિશે જાણકારી રાખો
Image Envato |
સ્માર્ટફોનનો ઉપયોગ કરતાં લોકોએ કેટલીક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જરુરી છે. લોકેશનની મદદથી તમારા ફોનની અન્ય માહિતી મેળવી શકાય છે. એટલા માટે લોકેશન હંમેશા બંધ રાખવું જોઈએ તેમજ દરેક એપ વિશે જાણકારી રાખવી જોઈએ. એપ ટ્રેકરને અન્ય એપની મંજુરી આપતાં પહેલા થોડું વિચારવું જોઈએ, કારણ કે આ તમારી એક્ટવિટીને પણ ટ્રેક કરી શકે છે. VPN Apps નો ઉપયોગ કરતાં પહેલા વિચારો, કારણ કે આ સ્કેમર્સ તેનો ઉપયોગ કરીને તમારા ફોનને હેક કરી શકે છે.
લોકેશન
લોકેશન બાબતે તમારે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે લોકેશનની મદદથી સામેવાળાના ફોનની કેટલીક એપ વિશે માહિતી મેળવી શકાય છે. એટલા માટે કોશિશ કરવી જોઈએ કે, તમારા સ્માર્ટફોનનું લોકેશન બંધ રહે, અને તેને કોઈ ઉપયોગ પણ ન કરી શકે. તેનું ધ્યાન રાખવું તમારા માટે ખૂબ જ જરુરી છે. આ સાથે લોકેશન એક્સેસ આપતાં પહેલા તમારે દરેક એપ વિશે સંપુર્ણ માહિતી મેળવી લેવી જોઈએ.
VPN Apps
VPN Appsનો ઉપયોગ તો સ્કેમર્સ ઘણા લાંબા સમયથી કરી રહ્યા છે. આ એપ્સ યૂઝર્સનો સંપૂર્ણ ફોન હેક કરી શકે છે. એટલા માટે સલાહ આપવામાં આવે છે કે VPN Apps નો ઉપયોગ કરવો નુકસાનકારક છે. સામાન્ય રીતે સ્કેમર્સ યૂઝર્સને લાલચ કે દબાણ આપીને ઈન્સ્ટોલ કરાવી દેતા હોય છે. પરંતુ આ એપથી ખૂબ જ સાવધાન રહેવાની જરુર છે.