અગ્નિ પ્રાઈમ ન્યુક્લિયર બેલિસ્ટિક મિસાઈલનું મોડી રાતે સફળ પરીક્ષણ, ઝડપથી થશે સેનામાં સામેલ

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
અગ્નિ પ્રાઈમ ન્યુક્લિયર બેલિસ્ટિક મિસાઈલનું મોડી રાતે સફળ પરીક્ષણ, ઝડપથી થશે સેનામાં સામેલ 1 - image


Agni prime test successful in Odisha: DRDO અને ભારતીય સેનાની સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડે સાથે મળીને  નવી પેઢીની બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ પ્રાઇમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. ઓડિશાના ડૉ. એપીજે અબ્દુલ કલામ ટાપુ પર ગઈકાલે સાંજે લગભગ 7 વાગ્યે આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલ પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે. તેમજ આ અગ્નિ પ્રાઇમ મિસાઇલને ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે. આ પહેલા પણ DRDO દ્વરા 7 જૂન 2023ના રોજ અગ્નિ પ્રાઇમ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. 

સફળ પરીક્ષણ બદલ રક્ષામંત્રીએ પાઠવ્યા અભિનંદન 

સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે અગ્નિ પ્રાઇમ મિસાઇલ પરીક્ષણ દરમિયાન તેના તમામ પરિમાણો અને ઉદ્દેશ્યોને પૂરા કર્યા છે. આ પરીક્ષણ દમિયાન વિવિધ સેન્સર લગાવવામાં આવ્યા હતા. જેમાં મિસાઇલ પરીક્ષણ સાથે સંબંધિત ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. મિસાઈલ પરીક્ષણ દરમિયાન સીડીએસ જનરલ અનિલ ચૌહાણ, સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડના વડા સહિત ડીઆરડીઓના ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે અગ્નિ મિસાઈલના સફળ પરીક્ષણ પર ડીઆરડીઓ, સ્ટ્રેટેજિક ફોર્સને અભિનંદન પાઠવ્યા હતા. રક્ષા મંત્રીએ કહ્યું કે, 'મિસાઈલના સફળ પરીક્ષણથી સુરક્ષા દળો મજબૂત થશે'. સીડીએસ જનરલ અનિલ ચૌહાણ અને ડીઆરડીઓ અધ્યક્ષ સમીર વી કામતે પણ અગ્નિ પ્રાઇમ મિસાઇલના સફળ પરીક્ષણ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

અગ્નિ પ્રાઇમ મિસાઇલની વિશેષતાઓ 

- અગ્નિ પ્રાઇમ બેલેસ્ટિક મિસાઈલ એ મિડિયમ રેન્જની મિસાઈલ છે, જેની રેન્જ લગભગ 1200-2000 કિમી છે 

- આ મિસાઈલ તેની ચોકસાઈ માટે જાણીતી છે 

- આ મિસાઈલ પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે 

- અગ્નિ પ્રાઇમ મિસાઈલ પર 1500 થી 3000 કિલોગ્રામ વોરહેડ લઈ જઈ શકાય છે

- તેનું વજન લગભગ 11 હજાર કિલોગ્રામ છે, તેમજ આ મિસાઈલમાં સોલિડ ફ્યુઅલનો ઉપયોગ થાય છે  

- અગ્નિ મિસાઈલ સિરીઝની આ સૌથી નવી અને છઠ્ઠી મિસાઈલ છે

- આ મિસાઈલને ઈન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ વિકસાવવામાં આવી છે

- આ પ્રોગ્રામ હેઠળ પૃથ્વી, અગ્નિ, ત્રિશુલ, નાગ અને આકાશ જેવી મિસાઇલો વિકસાવવામાં આવી છે

- MaRV (મેન્યુવરેબલ રીએન્ટ્રી વ્હીકલ) છે. એટલે કે તે ત્રીજા તબક્કાને દૂરથી નિયંત્રિત કરે છે. જેથી દુશ્મનના લક્ષ્ય પર ચોક્કસ હુમલો કરી શકાય

- ચીને DF-12D અને DF-26B મિસાઇલો બનાવી ત્યારે BEML-Tatra ટ્રાન્સપોર્ટર ઈરેક્ટર લોન્ચર બનાવવામાં આવ્યું હતું, જે આ મિસાઈલમાં વાપરવામાં આવ્યું છે 

- ભારતે આ મિસાઈલને એરિયા ડિનાયલ વેપન તરીકે બનાવી છે

અગ્નિ-1નું પરીક્ષણ 1989માં કરવામાં આવ્યું હતું

અગ્નિ-1 સિંગલ સ્ટેજ મિસાઈલ હતી, જ્યારે અગ્નિ પ્રાઇમ બે સ્ટેજ ધરાવે છે. અગ્નિ પ્રાઇમનું વજન પણ અગ્નિ-IV કરતાં હળવું છે જેની રેન્જ 4 હજાર કિમી છે અને અગ્નિ-V જેની રેન્જ પાંચ હજાર કિમી છે. અગ્નિ-1નું પરીક્ષણ 1989માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 2004થી તેને સેનામાં સામેલ કરવામાં આવી હતી. તેની રેન્જ 700-900 કિમી હતી. હવે આ મિસાઈલ તેની જગ્યાએ તૈનાત કરવામાં આવશે.

અગ્નિ પ્રાઈમ ન્યુક્લિયર બેલિસ્ટિક મિસાઈલનું મોડી રાતે સફળ પરીક્ષણ, ઝડપથી થશે સેનામાં સામેલ 2 - image


Google NewsGoogle News