વોટ્સએપ પર મોકલેલો ઓડિયો મેસેજ થઈ જશે 'ગાયબ', આવ્યું નવું ફીચર

એકવાર સાંભળી લીધા પછી આ ઓડિયો મેસેજ આપોઆપ ગાયબ થઈ જશે

આ સુવિધા સાથે ઓડિયો મેસેજ પહેલા કરતા પણ વધારે ખાનગી થઈ જશે

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
વોટ્સએપ પર મોકલેલો ઓડિયો મેસેજ થઈ જશે 'ગાયબ', આવ્યું નવું ફીચર 1 - image
Image  Freepic

તા. 30 ઓક્ટોબર 2023, સોમવાર 

WhatsApp: વોટ્સએપ છેલ્લા કેટલાક સમયથી નવા- નવા ફિચર્સ આપી રહ્યું છે, અને તેમા પણ યુજર્સની પ્રાઈવસીનો ખૂબ જ ખ્યાલ રાખવામાં આવતો હોય છે. હાલમાં જ વોટ્સએપ દ્વારા નવું ફીચર શરુ કરવામાં આવ્યું છે, જેમા તમે જો કોઈને ઓડિયો મેસેજ કરો છો, તો તેણે એકવાર સાંભળી લીધા પછી આ ઓડિયો મેસેજ આપોઆપ ગાયબ થઈ જશે. વોટ્સએપના નવા ફીચરને સેલ્ફ ડિસ્ટ્રક્ટિંગ ઓડિયો મેસેજ નામ આપવામાં આવ્યું છે. જો કે હાલમાં વોટ્સએપ દ્વારા આ ફીચરને બીટા વર્ઝન સાથે રજુ કરવામાં આવ્યું છે. જે આવનારા દિવસોમાં યુજર્સ માટે જાહેર કરી દેવામાં આવશે. 

આ સુવિધા સાથે ઓડિયો મેસેજ પહેલા કરતા પણ વધારે ખાનગી થઈ જશે

વોટ્સએપ પોતાના સેલ્ફ ડિસ્ટ્રક્ટિંગ ઓડિયો મેસેજને એન્ડ્રોઈડ અને IOS બન્ને વર્ઝનમાં રજુ કરવામાં આવશે. આ મેસેજને હાલમાં એન્ડ્રોઈડ અને IOS બન્ને વર્ઝનમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ ફીચરની મદદથી ઓડિયો મેસેજ્સ પહેલા કરતાં વધુ ખાનગી રહેશે. હાલમાં યુજર્સને માત્ર ફોટો અને વીડીયો શેર કરવાનો વિકલ્પ જ મળતો હતો, પરંતુ હવે ઓડિયો મેસેજની સાથે સાથે આવુ કરી શકાશે.  

એકવાર સાંભળ્યા બાદ આપોઆપ થઈ જશે ગાયબ

WABetainfoના રિપોર્ટ પ્રમાણે વોટ્સએપનું સેલ્ફ ડિસ્ટ્રક્ટિંગ ઓડિયો મેસેજ ફીચર એકવાર જ્યારે એન્ડ્રોઈડ અને IOS બન્ને વર્ઝનમાં રજુ કર્યા બાદ તમે તેને સરળતાથી ઉપયોગ કરી શકશો. આ ફીચરમાં કોઈ પણ ઓડિયો મેસેજ એક વાર સાંભળ્યા પછી તે આપો આપ ડિલીટ થઈ જશે. આ ફીચર વોટ્સએપના વ્યુ વન્સ ફીચરની જેમ હશે, જેમા ફોટો -વીડિયો એક વાર જોયા પછી આપો આપ ડિલીટ થઈ જશે.


Google NewsGoogle News