હજારો વર્ષો પહેલાં બનેલી ઘટના ફરી બનશે! NASAની ચેતવણી, પૃથ્વી પર સંકટ, જુઓ કેવું થશે નુકસાન

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
હજારો વર્ષો પહેલાં બનેલી ઘટના ફરી બનશે! NASAની ચેતવણી, પૃથ્વી પર સંકટ, જુઓ કેવું થશે નુકસાન 1 - image


Asteroid may hit Earth today: એક વિશાળ કદનો લઘુગ્રહ પૃથ્વી તરફ આવી રહ્યો છે જે આજે પૃથ્વી સાથે અથડાય શકે છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ પણ આ બાબતે એલર્ટ જાહેર કર્યું છે અને કહ્યું છે કે 11 જૂને સાંજે 4:30 વાગ્યે આ લગભગ 99 ફૂટ જેટલું કદ ધરાવતો લઘુગ્રહ પૃથ્વીની ખૂબ જ નજીકથી પસાર થશે. આ લઘુગ્રહ 30 હજાર કિલોમીટરની ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે. નાસા દ્વારા આ લઘુગ્રહને 2024 CR9 નામ આપવામાં આવ્યું છે. 

52 હજાર વર્ષ પહેલા ઘટી હતી આવી ઘટના 

નાસાનું કહેવું છે કે આવી જ ઘટના 52 હજાર વર્ષ પહેલા પણ બની હતી. એક સમાન કદનો લઘુગ્રહ પૃથ્વી સાથે અથડાયો હતો. જો આ જ ઘટના ફરી બનશે તો પૃથ્વીમાં 2.2 કિલોમીટર લાંબો અને 467 મીટર ઊંડો ખાડો પડી જશે. જો કે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ લઘુગ્રહની પૃથ્વી સાથે અથડાવવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે. પરંતુ આ લઘુગ્રહ પૃથ્વીની ખૂબ જ નજીકથી પસાર થાવી સંભાવના છે. 

આ લઘુગ્રહ પૃથ્વી સાથે અથડાશે તો શું થશે?

નાસાએ કહ્યું હતું કે 7.4 મિલિયન કિમી દૂરથી પૃથ્વી તરફ આગળ વધી રહેલા આ લઘુગ્રહનું કદ 330 મીટર પહોળું અને 750 મીટર લાંબું છે. જો આ લઘુગ્રહ પૃથ્વી સાથે ટકરાશે તો તે પૃથ્વી પર 424 મેગાટન જેટલી ઉર્જા છોડશે. જેનાથી વિનાશ સર્જાશે અને આસપાસનો વિસ્તાર સંપૂર્ણપણે નાશ પામી શકે છે. 

લઘુગ્રહ કોને કહેવાય છે?

સૌરમંડળમાં ગ્રહ નિર્માણ સમયે ગ્રહ બનવામાં નિષ્ફળ થયેલા નાના-મોટા ખડકોને લઘુગ્રહ કહે છે. જે આપણા સૌરમંડળનો એક ભાગ છે. તેના કદમાં તફાવત હોય છે. તેમજ લઘુગ્રહ પણ સૂર્યની ફરતે પરિભ્રમણ કરતા હોય છે. 

હજારો વર્ષો પહેલાં બનેલી ઘટના ફરી બનશે! NASAની ચેતવણી, પૃથ્વી પર સંકટ, જુઓ કેવું થશે નુકસાન 2 - image


Google NewsGoogle News