પૃથ્વી તરફ આવી રહ્યો છે એસ્ટરોઇડ 2023 TC7, નાસા જાહેર કર્યુ એલર્ટ

આ એસ્ટરોઇડ 2023 TC7 19,172 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી પર આવી રહ્યો છે

જ્યારે કોઈ એસ્ટરોઇડ પૃથ્વીના 80 લાખ કિલોમીટરના વિસ્તારમાં આવે છે ત્યારે નાસા એલર્ટ જાહેર કરે છે

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
પૃથ્વી તરફ આવી રહ્યો છે એસ્ટરોઇડ 2023 TC7, નાસા જાહેર કર્યુ એલર્ટ 1 - image
Image Pixabay 

તા. 15 ઓક્ટોબર 2023, રવિવાર 

અંતરિક્ષ એજન્સી નાસાએ એસ્ટરોઇડ 2023 TC7 નામનો એક એસ્ટરોઇડને લઈને એલર્ટ જાહેર કર્યુ છે, જે ખૂબ ઝડપે પૃથ્વી તરફ આવી રહ્યો છે. નાસાની જેટ પ્રોપલ્સન લેબોરેટ્રી (JPL)ના કહેવા પ્રમાણે એસ્ટરોઇડ 2023 TC7 આજે (15 ઓક્ટોબર 2023) લગભગ 6 લાખ કિલોમીટર દુર એટલે કે પૃથ્વીથી ખૂબ નજીકથી પસાર થશે. આ હાલમાં લગભગ 19,172 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી પર આવી રહ્યો છે. 

નાસા ક્યારે કરે છે આ રીતે એલર્ટ

એસ્ટરોઇડ 2023 TC7 એક એટન સમુહથી સંબધિત છે અને તેનો આકાર કોઈ વિમાન સમાન લગભગ 50 ફુટ પહોળો છે. ગુરુ અને મંગળ ગ્રહની ઓરા વચ્ચે આવેલા એસ્ટરોઇડ બેલ્ટથી રસ્તો ભટકીને  જ્યારે કોઈ એસ્ટરોઇડ પૃથ્વીના 80 લાખ કિલોમીટરના વિસ્તારમાં આવે છે ત્યારે નાસા એલર્ટ જાહેર કરે છે. આપને જણાવી દઈએ કે આ એસ્ટરોઇડ પર નજર રાખવા માટે નાસા પૃથ્વી પર અને અંતરિક્ષ પર મુકવામાં આવેલા વિવિધ ટેલીસ્કોપોની મદદ લે છે. 

નાસાની અત્યાર સુધી 13 લાખથી વધારે એસ્ટરોઇડની શોધ કરી ચુક્યુ છે

નાસાની અધિકૃત વેબસાઈટ પ્રમાણે અત્યાર સુધી 13 લાખથી વધારે એસ્ટરોઇડની શોધ કરી ચુક્યુ છે, જેમાથી કેટલાકના આકાર -કદ કોઈ ક્રિકેટનું મેદાન હોય એટલા મોટા હોય છે. એસ્ટરોઇડ વિશે સંશોધન કરી વૈજ્ઞાનિકો ગ્રહો અને સૌરમંડલમા બનતી વિવિધ ઘટનાઓ વિશે જાણકારી એકત્ર કરે છે. એસ્ટરોઇડ બેલ્ટમાં મળી આવતા સૌથી વધારે મળતા એસ્ટરોઇડ લોખંડ અને નિકલ જેવી ઘાતુઓના બનેલા હોય છે.  

પૃથ્વી તરફ આવી રહ્યો છે એસ્ટરોઇડ 2023 TC7, નાસા જાહેર કર્યુ એલર્ટ 2 - image



Google NewsGoogle News