Get The App

iPhone 15 લોન્ચ થતા જ X પર મીમ્સ વાયરલ, ઉડી મજાક, યૂઝરે કહ્યું- 'વસ્તુ એ જ પણ અનુભવ નવો'

Updated: Sep 13th, 2023


Google NewsGoogle News

iPhone 15 લોન્ચ થતા જ X પર મીમ્સ વાયરલ, ઉડી મજાક, યૂઝરે કહ્યું- 'વસ્તુ એ જ પણ અનુભવ નવો' 1 - image

                                                         Image Source: Twitter

અમદાવાદ, તા. 13 સપ્ટેમ્બર 2023 બુધવાર

Appleએ iPhone 15 સિરીઝને વંડરલસ્ટ ઈવેન્ટમાં લોન્ચ કરી દીધો છે. આ સિરીઝમાં ચાર નવા iPhone લોન્ચ કરવામાં આવ્યા છે, જેમાં iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Max સામેલ છે. Appleના આઈફોન હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક તેની કિંમત તો ક્યારેક તેની સેમ ટુ સેમ ડિઝાઈનની પણ મજાક ઉડે છે. 

કંઈક આવુ જ આ વખતે iPhone 15 લોન્ચિંગ બાદ થયુ છે. Appleની ઈવેન્ટ બાદ X પર મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. લોકો આના USB-C પોર્ટ અને ડિઝાઈનને લઈને પણ મજાક બનાવી રહ્યા છે. આ વર્ષે જે સૌથી મોટુ પરિવર્તન દેખાઈ રહ્યુ છે તે છે ચાર્જિંગ પોર્ટ. Appleના તમામ iPhone મોડલ USB ટાઈપ- C પોર્ટથી સજ્જ છે અને આ રીતે આ Apple ના લાઈટનિંગ ચાર્જિંગ પોર્ટ વિના આવતા પહેલા હેન્ડસેટ બની ગયા છે. 

આઈફોન ક્યારથી ખરીદી શકશો

પ્રી-ઓર્ડર 15 સપ્ટેમ્બરથી શરૂ થશે અને ફોન 22 સપ્ટેમ્બરે વેચાણ માટે ઉપલબ્ધ થસે. એપલનું કહેવુ છે કે આઈફોન 15 પ્રો અને આઈફોન 15 પ્રો મેક્સ બ્લેક ટાઈટેનિયમ, બ્લૂ ટાઈટેનિયમ, નેચરલ ટાઈટેનિયમ, વ્હાઈટ ટાઈટેનિયમ ફિનિશમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.


Google NewsGoogle News