હવે બ્રેકઅપની મગજમારી નહીં! આવી ગઈ AI રોબોટ 'ગર્લફ્રેન્ડ', ફીચર જાણીને ચોંકી જશો
Image Twitter |
AI Robot : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં કંઈ પણ શક્ય છે. AI ટૂલ્સ આવ્યા પછી AI રોબોટ 'ગર્લફ્રેન્ડ' પણ આવી ગઈ છે. તેના ફીચર્સ માનવી જેવા છે. તેને ખાસ કરીને કંપેનિયનશિપ અને આત્મીયતા માટે ડિઝાઈન કરવામાં આવી છે. જોકે, તેને ખરીદવા માટે મોટી રકમ ચૂકવવી પડશે.
રિયલબોટિક્સ કંપનીએ તૈયાર કર્યો રોબોટ
આ AI રોબોટ 'ગર્લફ્રેન્ડ'નું નામ Aria છે. યુએસ કંપની રીયલબોટિક્સે આ વર્ષે આ AI રોબોટ લોન્ચ કર્યો છે. આ કંપની વાસ્તવિક માણસો જેવી સામાજિક બુદ્ધિ અને ફીચર્સ ધરાવતા રોબોટ્સ બનાવે છે.
Aria ના આખા શરીરમાં 17 મોટર્સ લગાવવામાં આવી છે
આ AI ગર્લફ્રેન્ડ વિશે વાત કરીએ તો Ariaના આખા શરીરમાં 17 મોટર્સ લગાવવામાં આવી છે, જે તેને ગરદન ફેરવવામાં અને અન્ય મૂવમેન્ટમાં મદદ કરે છે. તેનો ચહેરો, વાળનો રંગ અને હેરસ્ટાઇલ પણ કસ્ટમાઇઝ કરી શકાય છે. રોબોટ્સમાં R.F.I.D.ટૅગ્સ લાગેલા છે, જેના કારણે તે અનુમાન કરી શકે છે કે, તેણે કયો ચહેરો પહેર્યો છે. આના આધારે તે તેની હિલચાલ અને વ્યક્તિત્વમાં ફેરફાર કરે છે.
તમે કેટલા પૈસામાં રોબોટ ખરીદી શકો છો?
જો તમે આ AI ગર્લફ્રેન્ડ મેળવવા માંગતા હોવ તો શું કરવું જોઈએ. તો કંપનીએ Aria ના ત્રણ વર્ઝન લોન્ચ કર્યા છે.
એક વેરિઅન્ટમાં માત્ર ગરદનનો ઉપરનો ભાગ જ ઉપલબ્ધ હશે. આ માટે 10,000 યુએસ ડોલર એટલે કે અંદાજે 8 લાખ 60 હજાર રૂપિયા ખર્ચ કરવા પડશે. બીજું મોડ્યુલર વર્ઝન છે. તેની કિંમત 1 કરોડ 29 લાખ રૂપિયા છે. જ્યારે, ત્રીજો વિકલ્પ પૂર્ણ કદનું મોડેલ છે, જેની કિંમત લગભગ 1 કરોડ 50 લાખ રૂપિયા છે.