WhatsApp channel બંધ થાય તો ચિંતા ના કરશો, કંપનીને આવી રીતે મોકલી શકશો રિક્વેસ્ટ

રિવ્યુ રિક્વેસ્ટ સાથે વોટ્સએપ સપોર્ટ ટીમ ચેક કરશે કે ચેનલે કંપનીની ગાઈડલાઈનને ફોલો કરી છે કે નહી

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
WhatsApp channel બંધ થાય તો ચિંતા ના કરશો, કંપનીને આવી રીતે મોકલી શકશો રિક્વેસ્ટ 1 - image
Image Envato 

તા. 22 નવેમ્બર 2023, બુધવાર 

WhatsApp નો ઉપયોગ કરી રહ્યા છો તો આ નવું અપડેટ તમારા કામનું છે. Wabetainfo ના એક લેટેસ્ટ રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે WhatsApp channel સસ્પેન્ડ થયા પછી બીજીવાર ઓપન કરી શકાય છે. કંપનીએ પોતાના યુજર્સ માટે એક ખાસ સુવિધા આપવા માટે વિચાર કરી રહી છે. આ સુવિધાની સાથે સસ્પેન્ડ ચેનલ માટે રિવ્યું રિકવેસ્ટ મોકલી શકો છો. 

મેટાની પોપુલર ચેટિંગ એપ વોટ્સએપને લઈને હાલમાં નવા ફીચરની જાણકારી મળી રહી છે. WhatsApp એક એવું પ્લેટફોર્મ છે, જેનો ઉપયોગ દુનિયાભરમાથી કરોડો યુજર્સ કરી રહ્યા છે. કંપની આ પ્લેટફોર્મને લઈને સતત કામ કરી રહી છે.  આ જ કારણે આવનારા દિવસોમાં નવા ફિચર્સને લઈને સમાચાર મળતી રહેશે. તમે પણ WhatsAppનો ઉપયોગ કરતાં હોવ તો આ નવુ અપડેટ તમને કામ લાગી શકે છે. 

સસ્પેન્ડ થયેલ  WhatsApp channel માટે આ કામ કરો

હકીકતમાં WhatsApp ના દરેક અપડેટ પર નજર રાખનારી વેબસાઈટ Wabetainfo નો એક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે વોટ્સએપ ચેનલ સસ્પેન્ડ થયા પછી ફરી ઓપન કરી શકાય છે.

WhatsApp સપોર્ટ ટીમ કરશે ચેનલ રિવ્યુ

Wabetainfo ના આ રિપોર્ટમાં રિક્વેસ્ટ રિવ્યુ ફીચરને લઈને એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. આ સ્ક્રીનશોર્ટ સાથે જોવા મળી રહ્યુ છે કે કંપની તેના યુજર્સને સસ્પેન્ડ ચેનલના રિવ્યુનું ઓપશન આપ્યું છે.

રિવ્યુ રિક્વેસ્ટ સાથે વોટ્સએપ સપોર્ટ ટીમ ચેક કરશે કે ચેનલે કંપનીની ગાઈડલાઈનને ફોલો કરી છે કે નહી. જો બધુ બરોબર હશે તો ચેનલ ફરી ઓપન થઈ જશે. જોકે આ પ્રક્રિયા 30 દિવસની અંદર કરવી જરુરી છે. 


Google NewsGoogle News