Get The App

એપલ વોચના ECG ફીચરે એક વૃદ્ધ મહિલાનો જીવ બચાવ્યો, હાર્ટબીટ રેગ્યુલર ન હોવાથી તરત ડોક્ટરનો સંપર્ક કરવા કહ્યું...

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
એપલ વોચના ECG ફીચરે  એક વૃદ્ધ મહિલાનો જીવ બચાવ્યો, હાર્ટબીટ રેગ્યુલર ન હોવાથી તરત ડોક્ટરનો સંપર્ક કરવા કહ્યું... 1 - image


Apple iWatch: એપલના iWatch સીરિઝ 10એ અમેરિકાની એક વૃદ્ધ મહિલાનો જીવ બચાવ્યો છે. આ મહિલાની હાર્ટબીટ રેગ્યુલર ન હોવાથી તરત જ તેને ડોક્ટરની સલાહ લેવા માટે સૂચના આપી હતી. નિકિયાસ મોલિના નામની મહિલાએ આ વાત X પર પોસ્ટ કરીને કહી હતી કે કેવી રીતે સમયસર તેની દાદીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી.

ECG ફીચર

એપલ વોચમાં સ્ટેપ્સ અને સ્લીપ મોનિટર કરવાની સાથે બ્લડ ઓક્સિજન લેવલ પણ ચેક કરી શકાય છે. જો કે એમાં ECG એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ખૂબ જ ઉપયોગી ફીચર છે. હાર્ટબીટ રેગ્યુલર ન હોય તો આ ફીચર તરત એ વસ્તુ નોટિસ કરે છે. નોટિસ કરતાંની સાથે જ યુઝરને તરત જ ડોક્ટરનો સંપર્ક કરવા માટે પણ જણાવે છે.

વાઇરલ પોસ્ટ

આ પોસ્ટને ઓનલાઇન શેર કરતાની સાથે જ એ ખૂબ જ વાઇરલ થઈ ગઈ હતી. X પર એને 22 લાખથી વધુ લોકોએ જોઈ છે. આ સાથે જ અન્ય યુઝર્સ તેમના અનુભવો પણ શેર કરવા લાગ્યા હતા. એક યુઝરે લખ્યું કે ‘મારી મમ્મીના એપલ વોચ સાથે પણ આવું થયું હતું. તેમના વોચમાં એલર્ટ આવી હતી. ડોક્ટર દ્વારા ખૂબ જ મોટા મશીન દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ એમાં કંઈ નહોતું આવ્યું. જો કે એપલ વોચમાં રિપોર્ટ આવ્યો હોવાથી ડોક્ટરે અન્ય મશીન પર ટેસ્ટ કર્યો અને એમાં એ જોવા મળ્યું હતું. મારી મમ્મી જીવીત છે કારણ કે તેમના હાર્ટરેટ વિશે તેમને સમય પહેલાં જાણ થઈ ગઈ હતી. તારી દાદી પણ જલદી રીકવર થઈ જાય એવી પ્રાર્થના.’

અન્ય એક યુઝરે પોતાની આપવિતી લખતાં કહ્યું હતું કે ‘મારા ફ્રેન્ડનો જીવ પણ ગઈ ક્રિસમસ પર બચી ગયો હતો. ઓવરનાઇટ શિફ્ટ કરીને તે ઘરે પરત ફરી રહ્યો હતો. તેનો અક્સમાત એક થાંભલા સાથે થયો અને કાર પલટી મારી ગઈ હતી. આ ઘટનાને ડિવાઇઝ દ્વારા નોટિસ કરવામાં આવતાં તેની મમ્મી, બહેન અને 911ને તરત જ ઇન્ફોર્મ કરવામાં આવ્યું હતું.


Google NewsGoogle News