ઘરની સુરક્ષા માટે ટેબલટોપ રોબોટ બાદ વાસણ અને કપડાં ધોવા માટે પણ રોબોટ બનાવશે એપલ

Updated: Aug 26th, 2024


Google NewsGoogle News
ઘરની સુરક્ષા માટે ટેબલટોપ રોબોટ બાદ વાસણ અને કપડાં ધોવા માટે પણ રોબોટ બનાવશે એપલ 1 - image


Apple Robot for Utensils: થોડા સમય પહેલાં જ એપલ દ્વારા ટેબલટોપ રોબોટ લોન્ચ કરવામાં આવશે એવી ચર્ચા ચાલી હતી. આ રોબોટ ઘરની સિક્યોરિટી કરવાની સાથે વીડિયો કોન્ફરન્સમાં મદદ કરવા સક્ષમ હોવાની ચર્ચા હતી. જોકે હવે એપલ એવા રોબોટ પર કામ કરી રહ્યું છે જે ઘરના વાસણ અને કપડાં ધોવા માટે કામ આવશે એ વાતે જોર પકડ્યું છે. આ રોબોટ ઘરના કામ પર ફોક્સ કરશે એ એપલનો મુખ્ય હેતું છે. આ રોબોટ પ્રોજેક્ટનું નામ J595 રાખવામાં આવ્યું છે. આ રોબોટને 2026 અને 2027 દરમ્યાન લોન્ચ કરવામાં આવશે એવી શક્યતા છે.

આ પણ વાંચો: હવે ઘરોની સુરક્ષા રોબોટ સંભાળશે, જાણો કોઈને પણ પોસાય એવા સસ્તા સિક્યોરિટી રોબોટની કિંમત

આ રોબોટ ફોટો ક્લિક પણ કરશે આથી ટ્રાવેલિંગ દરમિયાન પણ એ ખૂબ જ કામ આવી શકે છે. તેમ જ ઘરના નાના-મોટા કામ પણ કરશે. યુઝરના હાથ જ્યારે વ્યસ્ત હશે ત્યારે તેની માટે નાની-મોટી વસ્તુ કરતાં જોવા મળશે. આ પ્રોજેક્ટ પર કામ તો ચાલી રહ્યું છે, પરંતુ એ પેપર પર છે પ્રોડક્શનનું કામ નથી શરૂ થયું.

રોબોટિક પ્રોજેક્ટ તરફ પ્રયાણ

એપસ સ્માર્ટફોન બાદ હવે રોબોટ તરફ પ્રયાણ કરી રહ્યું છે. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આઇફોનમાં સમાવેશ કર્યો છે અને હવે એનો સમાવેશ રોબોટમાં કરવામાં આવે તો એ હ્યુમનની જેમ જ કામ કરશે. આથી કંપની એના એન્જિનિયરીંગ પર હાલમાં ફોકસ કરી રહી છે. ઇલેક્ટ્રિક કારના પ્રોજેક્ટને કેન્સલ કર્યા બાદ એપલના વાઇસ પ્રેસિડન્ટ ઓફ ટેક્નોલોજી કેવિન લિંચ આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે.

આ પણ વાંચો: આઇફોન 16ના લોન્ચ પહેલાં લીક થઈ કિંમત, ભારતમાં કેટલા રૂપિયામાં મળી શકે છે નવો મોબાઇલ?

ઘરની સુરક્ષા માટે ટેબલટોપ રોબોટ બાદ વાસણ અને કપડાં ધોવા માટે પણ રોબોટ બનાવશે એપલ 2 - image

સ્માર્ટ હોમનું માર્કેટ તાબે કરવાની કોશિશ

એપલ હવે સ્માર્ટ હોમ માર્કેટમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યું છે. આ માર્કેટને હાલમાં અન્ય મોટી-મોટી કંપનીઓ લીડ કરે છે, પરંતુ એપલ તેના રોબોટ દ્વારા તમામ કંપનીઓને માત આપવાની કોશિશ જરૂર કરશે. હાલમાં આ ટેક્નોલોજી સામાન્ય વ્યક્તિ માટે ખૂબ જ મોંધી સાબીત થઈ શકે છે. જોકે એ જ્યારે લોન્ચ કરવામાં આવશે ત્યારે માર્કેટની હાલત શું છે એના પર બધુ નિર્ભર હશે. માર્કેટમાં હરિફાઇ હશે તો એની કિંમત ઓછી કરવામાં આવશે.


Google NewsGoogle News