એપલ દ્વારા AI ફીચરને બાયડિફોલ્ટ શરુ કરવામાં આવશે, યુઝર્સના ફીડબેકની કરી અવગણના
Apple Intelligence: એપલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફીચર્સને બાયડિફોલ્ટ શરુ કરવા જઈ રહ્યા છે. તેઓ હવે આગામી iOS 18.3, iPadOS 18.3 અને macOS 15.3માં આ ફીચરને ઓટોમેટિક ઓન કરી દેશે. અત્યાર સુધી, એપલ ઇન્ટેલિજન્સને યુઝર દ્વારા મેન્યુઅલ ઓન કરવાની ફરજ પડતી હતી, જોકે એ યુઝરને પસંદ પડ્યું હતું. એપલના તમામ ફીચર્સમાં જોઈએ એવા ફીચર્સનો સમાવેશ કરવામાં નથી આવ્યો, તેમજ AIના કેટલાક ફીચર ખોટા જવાબ આપી રહ્યા હતા. યુઝર્સના આ ફીડબેકની અવગણના કરીને એપલ હવે આ ફીચર્સને બાયડિફોલ્ટ શરુ કરવા જઈ રહ્યું છે.
યુઝર્સના ફીડબેકની અવગણના
હાલમાં જ એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં 73 ટકા આઇફોન યુઝર્સને લાગ્યું હતું કે તેમના મોબાઇલમાં જે AI ફીચર્સ છે એ ખૂબ જ મર્યાદિત છે અને તેમના કોઈ કામના નથી. આ ફીચર્સ કામના ન હોવા છતાં એપલ દ્વારા તેમને હવે ફરજિયાતપણે એનો ઉપયોગ કરવા માટે બાયડિફોલ્ટથી ચાલુ કરી રહ્યા છે. નવી ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરતાંની સાથે જ આ ફીચર્સ એક્ટિવેટ થઈ જશે. આથી, યુઝર્સ AI નોટિફિકેશન સમરીઝ, ઇમેજ પ્લેગ્રાઉન્ડ અને ટેક્સ્ટ રાઇટિંગ જેવા ફીચર્સનો ઉપયોગ કરી શકશે.
કોન્ટ્રોવર્સી
એપલ દ્વારા આ ફીચર્સને ઓટોમેટિક શરુ કરતાં કોન્ટ્રોવર્સીને વેગ મળ્યો છે. ટીકાકારોનું કહેવું છે કે તેમને આ રીતે મજબૂર કરતાં તેમની પ્રાઇવસી અંગે સવાલ ઊભા થાય છે. તેમ જ તેમની ઇચ્છા અનુસારના વિકલ્પ હોવા જોઈએ. આ સાથે જ AI દ્વારા જનરેટ કરવામાં આવેલા નોટિફિકેશનમાં ઘણી ભૂલો આવી રહી છે. આથી એપલ દ્વારા હાલ એ સર્વિસને બંધ કરી દેવામાં આવી છે, પરંતુ આ સમસ્યાને જોતાં, અન્ય ફીચર્સને પણ બાયડિફોલ્ટ કરવાનો અભિપ્રાય આપી રહ્યા છે.
યુઝર્સનો કન્ટ્રોલ
એપલ ઇન્ટેલિજન્સને બાયડિફોલ્ટ શરુ કરવામાં આવી રહ્યું છે. જોકે તેને બંધ કરવા માટે યુઝરને સેટિંગ્સમાં જવું પડશે. ત્યાર બાદ એપલ ઇન્ટેલિજન્સ અને સિરી સેટિંગ્સમાં જઇને એપલ ઇન્ટેલિજન્સને બંધ કરી શકાય છે. આ ઓપ્શન હાલમાં આઇફોન 16 અને આઇફોન 15 પ્રો વર્ઝનમાં જ છે.
આ પણ વાંચો: ભારતમાં ઇલેક્ટ્રિક વાહનનું ભવિષ્ય કેવું છે? શું ગ્રાહકોને આ વાહનોમાં વિશ્વાસ આવશે?
એપલનો જવાબ
એપલે જણાવ્યું છે કે કંપની સતત યુઝર્સના ફીડબેકને ધ્યાનમાં લઈને સારી સર્વિસ પૂરી પાડવા પ્રયત્ન કરી રહી છે. કંપની દ્વારા AI ન્યુઝ સમરીને બંધ કરી દેવામાં આવી છે. જોકે એ સિવાયની અન્ય સર્વિસ યુઝર માટે સારી હોવાથી તેને બાયડિફોલ્ટ શરુ કરવામાં આવી છે.